લેસ્ટરની મુલાકાતે પ્રકાશ ન. શાહ અને વિપુલ કલ્યાણી

લેસ્ટરની મુલાકાતે પ્રકાશ ન. શાહ અને વિપુલ કલ્યાણી

મિત્રો, તાજેતરમાં લેસ્ટરના આંગણે પધાર્યા હતા સાહિત્યના બે મહાનુભવો ઓપિનીયનના તંત્રી વિપુલ કલ્યાણી અને અમદાવાદથી ‘નિરીક્ષક’ સામયિકના પ્રકાશ. ન. શાહ પણ સાથે હતા. યજમાન હતા ગાયક કલાકાર ચંદુભાઈ મટાણી. તાજેતરમાં જ તેઓ આફ્રિકાની મુલાકાતે ગયા હતા જ્યાં ટોલસ્ટોય ફાર્મ, ફીનીક્સ આશ્રમ, અને ઈલા ગાંધીને પણ મળ્યા હતા તેઓએ અમારી સાથે અનેક અનુભવોની રસલ્હાણ કરી હતી. તે બધા તો અહી વર્ણવી નહિ શકાય પણ તે દિવસે બપોર પછી લેસ્ટરના બોટ્ાનીકલ ગાર્ડન જવાની મારી દરખાસ્ત સ્વીકારી લીધી અને અમે ચારે પહોંચ્યા ત્યાં યોજાયેલ હતું લેસ્ટર યુનિવર્સિટીના શિલ્પ કલાના વિદ્યાર્થીઓના શિલ્પોનું પ્રદર્શન !! આનંદાશ્ચર્ય સાથે તેઓએ માણ્યું અને ખુશખુશાલ થઈ ગયા ત્યારે તેમનો કલાપ્રેમ છલકાઈ ગયો હતો…તો રજુ કરું છું થોડી શીલ્પછબીઓ આશા છે આપને ગમશે અને પ્રેરક બની રહેશે…આ પછીની પોસ્ટમાં ચંદુભાઈના કંઠે અદમ ટંકારવીની એક ગુજલિશ ગઝલ !

IMG_9675ગાંધીની આગળ……દેખાતું ઉજ્જવળ આશામય ભવિષ્ય !

ઉભા છે લેસ્ટરના ગાયક કલાકાર ચંદુભાઈ મટાણી તથા પ્રકાશ ન શાહ સાથે વિપુલ કલ્યાણી

થોડા દિવસો પહેલા બ્રિટનના વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન ચુપચાપ ગાંધીની મુલાકાતે આવેલા અને ફૂલહાર કરેલા જે નજરે ચડે છે !!!

IMG_9683_2ગાંધીની પાછળ…વર્તાતુ વાસ્તવિક નક્કોર નગ્ન સત્ય !

IMG_9498 બોટાનીકલ ગાર્ડનમાં કદમ મૂકતા….અદભૂત વૈવિધ્યસભર કાંસ્ય શિલ્પો ! The Fallen Deodar by Jilly Sutton

IMG_9703પ્રકાશપુંજના એક કિરણને નિરખતાં પ્રકાશ ન. શાહ               Ray II by Irene Rogan

IMG_9323જીવન જાણે કે એક ગતિમાન લીટી તેના પર મૂક્યો આડો છેક એટલે મૃત્યુ નો ક્રોસ !! Go Gently with Life      by Rita Phillips

IMG_9336 અહીં સહજ નગ્નશીલ્પ વિકારી શિકારી નજરથી નથી જોવાતા સહજ સરળતાથી અવલોકાય છે Innocence by Rosemary barnett

IMG_9339શીર્ષાસન કરી દેખાડતો એક શ્વાનયોગી !  Dog performing Headstand by Marjan Wouda

IMG_9350 Large Siren I       by Derek Howarth

IMG_9734“ઉભય શ્વેત ખાદીધારી, ગાંધીવાદી મૂલ્યવાદી, સાહિત્યજોળીધારી, ગુર્જરી ભેખધારી અને ઠૉઠ નિશાળિયાસમ કેમેરાબેગવાળો હું “

એક મુક્તક સાદર અર્પણ કરું છું,

આગમન જ્યારે સૂરજનું થાય છે

એક કિરણ ભીતર પ્રવેશી જાય છે

હાં, વિપુલ પ્રકાશ જ્યાં ફેલાય છે

એક અવસર આંગણે ઉજવાય છે

આમ આખો દિવસ આનંદમય, ઉસત્સાહમય, ઉસત્સવમય ,અજવાશમય બની રહ્યો !-દિલીપ ગજજર


7 thoughts on “લેસ્ટરની મુલાકાતે પ્રકાશ ન. શાહ અને વિપુલ કલ્યાણી

 1. Thanks to share good moments of life.
  ફોટોગ્રાફસ બહુ મઝાના છે. To meet વિપુલભાઈ અને પ્રકાશ શાહ જેવા મહાનુભાવો to exchange views, એય ખુશીની વાત છે.

  Ramesh Patel(Aakashdeep)

 2. Out standing photographs and muktak dedicated to Vipool Kalyani & Prakash Shah by Dilip Gajjar
  હાં, વિપુલ પ્રકાશ જ્યાં ફેલાય છે
  એક અવસર આંગણે ઉજવાય છે
  Vipool Kalyani & Prakasah such personalities from among those Gujaraties who in the field of journalism writes without any fear to seek justice for those who have suffered injustice. Be it a state injustice or an injustice by an individual officer in the state.
  Vipool Kalyani is incesesantly & contuniously working for the betterment of Gujarati community as a whole and for the preversation & promotion of Gujarati language in particular since nearly 40 years. AND THAT IS WITHOUT ANY EXPECTATION OF ANY FINANCIAL REWARD or any ILKAB from any quarters.

  Siraj Patel “Paguthanvi”
  Secretary
  Gujarati Writers’Guild-UK

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s