હઝલ-સૂફી મનૂબરી Posted on જુલાઇ 17, 2009 by Dilip Gajjar મિત્રો ,આજે નવી કેટેગરી-વિભાગ શરું કર્યો હઝલનો..જેઓ નથી જાણતા, હઝલ શું છે તેમને આ હઝલથી સમજાય જશે ટૂંકમાં કહું તો આ કાવ્યના પ્રકારમાં હાસ્યરસ હોય છે.. તમને તે હળવે હસાવશે ક્યારેક જોરથી હસાવશે…તેવી કટાક્ષયુક્ત ગઝલની બહેન કહેવાય હઝલ !!!! મુક્તક બાપ-દિકરો રહે છે U.K.માં, બેઉની વચ્ચે રોજ fight છે. બાપ છે લેંઘાના જેવો ઢીલો, દિકરો જીન્સ જેવો Tight છે. હઝલ હાસ્યની વાણી હઝલ, ને રાજાની રાણી હઝલ, સો બિમારીની દવા ક્યાંથી તમે આણી હઝલ ? એ બધું રાખે છે મનમાં, ખૂબ છે શાણી હઝલ, ને કવિતા માસીની એ થાય છે ભાણી હઝલ કોઈ કહે લૂલી છે ને કોઈ કહે કાણી હઝલ, વરસોથી વાંચી તમે પણ ના હજી જાણી હઝલ. એમને મન તો છે એ મક્કાઈની ધાણી હઝલ, મામાના મન તો હજી છે ઘાંચીની ઘાણી હઝલ ધબકી જ્યારે એ ‘ધબાકા’માં ”સૂફી”ના દોસ્તો, ત્યારથી લોકોએ પિછાણી હઝલ, માણી હઝલ -સૂફી મનૂબરી Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related
Good one. Nice to see this category. એ બધું રાખે છે મનમાં, ખૂબ છે શાણી હઝલ, ને કવિતા માસીની એ થાય છે ભાણી હઝલ Reply ↓
Good one. Nice to see this category.
એ બધું રાખે છે મનમાં, ખૂબ છે શાણી હઝલ,
ને કવિતા માસીની એ થાય છે ભાણી હઝલ