શિવજી મહિમા ! -રમેશ પટેલ ‘આકાશદીપ’

lordshivaશિવજી મહિમા

વહે ગંગની ધાર, ચમકે બીજનો ચંદ્ર જટાએ
ફણિધર દે નાગચૂડ , અંગે ભસ્મ ભભૂતિ દમકે
પિનાકીન પાશુપતિ,તાંડવ નર્તક,હળાહળનો હરનાર
ગણેશ કાર્તિકેય પુત્રસહ માત પાર્વતી શોભે તમ દરબાર
ત્રિશૂળ ધારી, ત્રિલોચન,મૃત્યુન્જય મહાદેવ તું દાતાર
નમીએ તુજને, તુજ કૃપાથી પામીએ કૈલાશ દ્વાર

મહાદેવજી અંગે ભસ્મ લગાવી અક્ષર અને ક્ષરના ભેદ બતાવે છે.ભભૂતિ નાથનો સૂક્ષ્મ સદેશ ઝીલીએ.

ભભૂતી

રાખ રાખોડી ભસ્મ ભભૂત, નિર્મળ નામશેષ મહા લીલા
તપતા તપતા સંસાર અગનમાં,પરખ્યા ભેદ ભરમ ભાવિના

રાખ તારા લાખ સવાયા, મૂલ મોંઘેરા આજ દીઠા
શિવ અંગે ભભૂત થઈ દિવ્ય સત્સંગ તમે કંઈ કીધા

માયા મૂકી રાખ જ થાતા ભૂપતિ જતિ સતી અવતારી
સંગ ના આવે સગપણ અમારા દેખી તારી ભભૂતી

યજ્ઞ વેદી સ્મશાન ઘાટ કે હોય ઘર ચૂલાની રાખોડી
સંદેશ દેતી સકળ સંસારે, પંચભૂતોની સર્જન વિલયની જોડી

વૃક્ષો બની ખનીજ ખડક ને ભળભળ ભડકે બળતા
મૂઠીભર રાખોડી બનીને પથપથ પવને ઉડતા

રૂપ રૂપૈયા મહેલ મહેલાતો ને કુદરત કરિશ્મા અનંત અનંતા
ભસ્મ રુપે વિલિન થાતા જ્યાંથી ઉદ્ ભવી વિધાતાની ગાથા

આજ રાખની જાણી મહાશાખ વિધ વિધ ઉપભોગે ભંડારી
રાખ રૂપાંતરે બની સિમેન્ટ ને નગરે નવનિર્માણની કેડી કંડારી

સૂક્ષ્મ ભેદ તત્ત્વોનાં ખોલ્યાં, રાખની શક્તિ આજ પિછાણી
રાખ નથી કંઈ અંત, નવ સર્જનની દેવી જાણી

રમેશ પટેલ ‘આકાશદીપ’


4 thoughts on “શિવજી મહિમા ! -રમેશ પટેલ ‘આકાશદીપ’

 1. શ્રાવણ મહીનાની શરુઆત ને આપના બ્લોગ પર ભક્તિ રસની ધારા વહી.

  આજે વહેલી સવારે મુલાકાતથી હદયમાં સાચેજ આનંદ થયો.

  સુંદર તાજગીભરી રચનાઓ મનમાં વસી ગઈ.આકાશદીપ એટલે

  ભક્તિની ધારા

  અભિનંદન

  ચીરાગ પટેલ

 2. શ્રી દિલીપભાઈ

  ભભૂતિ કવનની રચનાની વાત કહું.

  અમારા ઈજનેર મિત્ર ,અમદાવાદના શ્રી દિલીપભાઈ પંડ્યાએ

  હસતાં હસતાં વાત કરી,આપ ગાંધીનગર પાવર સ્ટેશને

  એશ ડીસપૉઝલ પ્લાન્ટનો કાર્યભાર કાર્યપાલક તરીકે

  સંભાળી રહ્યા છો,તો આ વિષય પર એક સુંદર કવિતા ના બને?

  જીવન ફીલોસોફી અને મહત્તાભરી આ રચના સહજ રીતે

  ઉભરી અને સમાચાર પત્રોના

  માધ્યમ દ્વાર સૌના મનમાં વસી ગઈ.આજે આપે ઈન્ટરનેટ દ્વારા

  સન્માન આપ્યું.

  આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. સુંદર સંદર્ભ,.. રમેશભાઈ તત્વજ્ઞાન જ્યારે જીવનમાં સાકારિત થાય છે ત્યારે વહે છે કાવ્યમાં…સમાચરપત્રમાં કે ઈન્ટરનેટમાં કે સમયના અનંત પ્રવાહમાં ! તવ તત્વમ ન જાનામિ…યાદ્ર્સોસિ મહાદેવ તાદ્રુશાય નમો નમઃ

 4. શ્રાવણ મહીનાની ભક્તિ શિવજી મહિમા

  રાખ તારા લાખ સવાયા, મૂલ મોંઘેરા આજ દીઠા
  શિવ અંગે ભભૂત થઈ દિવ્ય સત્સંગ તમે કંઈ કીધા

  માયા મૂકી રાખ જ થાતા ભૂપતિ જતિ સતી અવતારી
  સંગ ના આવે સગપણ અમારા દેખી તારી ભભૂતી

  Thanks for sharing Aakashdeep

  Vital Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s