સત્યનો સંસારમાં આભાસ છે

Pitro-Jagana

ચંદ્રનો પાણીમહીં જે ભાસ છે

સત્યનો સંસારમાં આભાસ છે

જીવને છે શીવનો સંગાથ પણ,

ઇન્દ્રિયોને વિષયોની પ્યાસ છે

શીલ ને  આચારહીન  પ્રચારમાં,

વાણીનો વિલાસ છે, બકવાસ છે

બારમાસે  તેજ લઈ  ચમકે  બહું

ઉછીના અજવાસને અમ્માસ છે

પાપ,શોષણ છળકપટ ધન ઢાંકવા

સાધુના  મળતા ઘણા લિબાસ છે

એક સાથે સાધુ ને  શેતાન ત્યાં

કોણ  સત્યોની  કરે તપાસ  છે

એક હાથે શસ્ત્ર બીજે શાસ્ત્ર છે

સત્યના  પક્ષે  વિરોધાભાસ છે

વિશ્વ પર ઉપકાર કરવા દોડતાં

તેમનો કાઢી લીધો મેં ક્યાસ છે

ડૂબકી  મારી કે  પાવન થઈ ગયા

કોને ચિંતન ધ્યાન કે અભ્યાસ છે

સત્ય ને ઈશ્વર કેદ છે સંસ્થામહીં

સત્યનું આયોજન સત્યાનાશ છે !

-દિલીપ ગજજર

સુધારીને વાંચવુ-આદ્ય શંકરાચાર્યને ભણ તો ખરો


5 thoughts on “સત્યનો સંસારમાં આભાસ છે

 1. ફોટોની ટેકનીક મઝાની છે. ભોજપત્ર પર શ્લોક લખ્યો હોય એવું લાગે છે.

  આદ્ય શંકરાચાર્યવાળો શેર ગમ્યો. આભાસી સત્યની વાતનું વિશ્લેષણ પણ ધારદાર છે.

  Dear Panchambhai, Thanks…I like Calligraphy so write on real paper from tree than to use as digital I shoot by camera.

 2. ડૂબકી મારી કે પાવન થઈ ગયા
  કોને ચિંતન ધ્યાન કે અભ્યાસ છે
  સત્ય ને ઈશ્વર કેદ છે સંસ્થામહીં
  સત્યનું આયોજન સત્યાનાશ છે !
  -દિલીપ ગજજર
  Excellent,Your thoughts touching to super power.
  Nice picture .
  Can I add more ?..recently I have choosen this subject and written.

  વાત નિરાલી આભાસી
  આભ ધરાના મિલન ક્ષિતિજે

  દિઠા અમે તો આભાસી

  રમે ચાંદલો મસ્ત ગગને

  ને જળ દર્શને એ આભાસી

  પ્રભુ સહવાસી ને સંગે એ સહ પ્રવાસી

  ન સમજાતું તોયે શું છે આભાસી

  ઝીલે જલધારો રવિ કિરણો

  ને રમે મેઘધનુષ વ્યોમે આભાસી

  સાત રંગો ઘૂમે ચગડોળે

  ને ખીલતા શ્વેત રંગ તે આભાસી

  નથી સમજાતું કેમ રમે આ આભાસી

  સાવજ ગરજે ગિરિ કંદરાએ

  ને જોશીલો પડઘો ગૂંજે આભાસી

  રણ મધ્યે લહરે સરોવર

  ને દીઠી મૃગજળ માયા આભાસી

  નથી સમજાતું ક્યાં છૂપાયું આ આભાસી

  હું ઉભો આયના સમક્ષ

  ને મુજ દર્શન તે આભાસી

  સકારણ આવે સ્વપ્નો કવિને

  ને જાગ્યા તો કહે છે આભાસી

  વાત નિરાલી તારી કેમ ઉકેલું હું આભાસી

  નથી સમજાતું શું છે ભાઈ આ આભાસી

  હરિ સમાણો કણકણમાં સઘળે

  તોય જગ માયા મહા આભાસી

  વાહ ખેલૈયા ખેલ નિરાલા

  ભ્રાંત દૃષ્ટિની જાળ ગૂંથી છે આભાસી

  ફૂંક મારી તો બંસરી બોલી

  શ્વાસ રુક્યો તો સઘળે સઘળું આભાસી

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. ડૂબકી મારી કે પાવન થઈ ગયા
  કોને ચિંતન ધ્યાન કે અભ્યાસ છે
  સત્ય ને ઈશ્વર કેદ છે સંસ્થામહીં
  સત્યનું આયોજન સત્યાનાશ છે !

  દિલીપભાઈ,
  તમારી આ રચના અને તમારો જુસ્સો જબ્બરજસ્ત!!

  આવી જ કંઈક મારી રચના છે જે તમને જરૂર્થી ગમશે, એકવાર નજર કરજો..

  http://kalamprasadi.wordpress.com/2009/08/07/જગત-માં-સુખ/

  http://kalamprasadi.wordpress.com/2009/07/23/માયા-નો-આડંબર/

  માણસ વિરુદ્ધ માનસ !!વાંચો..Read at http://pravinshrimali.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s