
પ્રણયવેલની કુંપળ છે તું ઉર ઉપવનનું ફૂલ
તું પંખી તું કલરવ મીઠો તું જ ગીત મંજુલ
પ્રથમ કિરણશી જ્યારથી નિરખી આંખ ઠરી છે મારી
ઉઘડી છે મુજ અંતરદ્વારે ઉલ્લાસોની બારી
પ્રેમકૃપાથી હેમ થયા સૌ સ્વપ્નોના તાંદુલ
બુટ્ટી, બક્કલ, કંઠી કંગલ અક્ષરનું અજવાળું
એ તારા આભૂષણ બેટી તું આભૂષણ મારું
મમ્મી છે મીરાની ચાદર તું મનગમતી ઝૂલ
ચાર દિવાલોની આ માયા તુજથી ઘર લાગે છે
એક દિવસ તું ઉડી જશેનો ડર ભારે લાગે છે
તુજવિણ નક્કી ખખડી પડશે પપ્પા નામનો પૂલ
-મુસાફિર પાલનપુરી
જન્મ દિવસ ની હાર્દિક શુભકામના
ભાવવાહી રચના. આપના મધુર અવાજમાં સાંભળવું ચોક્ક્સ ગમશે.
યોગીશાના ને જન્મદીનની ખુબ ખુબ અભીનંદન…
યોગીશાના ને જન્મદીનની ખુબ ખુબ હાર્દિક શુભકામના
ચાર દિવાલોની આ માયા તુજથી ઘર લાગે છે
એક દિવસ તું ઉડી જશેનો ડર ભારે લાગે છે
તુજવિણ નક્કી ખખડી પડશે પપ્પા નામનો પૂલ
bahut khub musafir saheb ! & thanks to u
યોગીશાના ને જન્મદીનની ખુબ ખુબ હાર્દિક શુભકામના
તું પંખી તું કલરવ મીઠો તું જ ગીત મંજુલ
What to say more…
Ramesh Patel(Aakashdeep)
Shri Dilipbhai
Dikri tu udijase ekdin ……
AA sbdo khubaj suchak ane dilne dukhvinakhe
teva chhe …..
Laxman
ખુબ સુંદર કૃતિ … ઉપમા-વૈભવ અને સંવેદનાનો સુભગ સમન્વય. દીકરી વિશે ઘણાં ગીતો ગુજરાતીમાં છે પણ આ રચના પોતાની અલગ ભાત પાડે છે… ગીતની બધી જ કડીઓ સરસ.
અને હા … તમારી સુપુત્રી યોગીશાને જન્મદિવસની મોડી પણ ખુબ ખુબ શુભેચ્છાઓ. અને જ્યારે પણ લગ્ન પછી એને વિદાય થવાનું આવે ત્યારે પપ્પા નામનો પૂલ ખખડી ન જાય પણ ફ્લાયઓવરમાં કન્વર્ટ થાય એવી શુભેચ્છા …
યોગીશાના ને જન્મદીનની ખુબ ખુબ હાર્દિક શુભકામના…
wah…….ek dikari mate aap bahu badhu kare che………….e mate j chhokari hamesha papa ni j ladaki kahevay che ne………………bahu saras rajuaat chee]