દિલમાં કોઈની યાદના પડઘા રહી ગયા,-આદિલ મન્સૂરી Posted on ઓગસ્ટ 8, 2009 by Dilip Gajjar ગઝલ દિલમાં કોઈની યાદના પડઘા રહી ગયા, ઝાકળ ઉડી ગયું અને ડાઘા રહી ગયા. એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા. ફૂલો લઈને બાગથી હું નીકળી ગયો, ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા. આવીને કોઈ સાદ દઈને જતું રહ્યું, ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા. વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી, ‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા -આદિલ મન્સૂરીના ‘પગરવ’ સંગ્રહમાંથી Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related
એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા Nice Enjoyed it. Ramesh Patel(Aakashdeep) Reply ↓
દિલમાં કોઈની યાદના પડઘા રહી ગયા, ઝાકળ ઉડી ગયું અને ડાઘા રહી ગયા. એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા khub j saras gazal che i like this. Reply ↓
સુંદર ગઝલ. દિલમાં કોઈની યાદના પડઘા રહી ગયા, ઝાકળ ઉડી ગયું અને ડાઘા રહી ગયા. એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા દૂર દ્દૂરથી ક્યારેક પ્યાસ છીપાય જાય.. અને ઘણી વાર મળ્યાં છતા પ્યાસ ન બુઝાય.. ખૂબ સરસ રચના સપના Reply ↓
Ever green Gazal.
એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા
Nice Enjoyed it.
Ramesh Patel(Aakashdeep)
દિલમાં કોઈની યાદના પડઘા રહી ગયા,
ઝાકળ ઉડી ગયું અને ડાઘા રહી ગયા.
એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા
khub j saras gazal che i like this.
સુંદર ગઝલ.
દિલમાં કોઈની યાદના પડઘા રહી ગયા,
ઝાકળ ઉડી ગયું અને ડાઘા રહી ગયા.
એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા
દૂર દ્દૂરથી ક્યારેક પ્યાસ છીપાય જાય..
અને ઘણી વાર મળ્યાં છતા પ્યાસ ન બુઝાય..
ખૂબ સરસ રચના
સપના