વાંસલડી ડોટ કોમ – કૃષ્ણ દવે

Gopikrishna by Dilip Gajjar

Painting by Dilip Gajjar

મિત્રો, ચાલો આજે પરંપરાથી જરા જુદી રીતે કવિમિત્ર કૃષ્ણ દવેનું વાંસલડી ડોટ કોમ ગીત માણીએ,…. જન્માષ્ટમી ઉત્સવ ..પ્રથમ જન્મ અને બીજા જ દિવસે જેનું જીવન ઉત્સવ તરીકે ઉજવાવા લાગ્યું આખું ગોકુળ થનગનવા લાગ્યું તેનું ઘેલું આજ પણ કવિ ગાયકો અને પ્રેમીઓને ભક્તોને આબાલવ્રુદ્ધ સહુને છે..દિને દિને નવં નવં નમામિ નંદ સંભવમ.. એવા કૃષ્ણ આજના સંદર્ભમાં પણ કોમ્પ્યુટર યુગમાં ઈન્ટરનેટ ઉપર વાંસલડી ડોટ કોમ બનીને દોડી આવે છે ત્યારે ઈન્ટરનેટ ઉપર સરફીંગ કરનાર અને બ્લોગર્સનો આનંદ પણ વધી જાય છે… સમય સાથે રહે તે સાધારણ અને સમય કરતાં આગળ વધે તે અસાધારણ..કૃષ્ણ સમય કરતા પહેલાં જન્મ્યા છે તેથી ફ્યુચરાસ્ટીક લાગે છે…

વાંસલડી ડોટ કોમ

વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વૃંદાવન આખું,

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું ?


ધારો કે મીરાબાઈ ડોટકોમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભિંજાય અએનું શું ?

પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?


ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત.

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત

તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું ઝાખું.


એ જ ફકત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.

એને શું વાયરસ ભૂસીં શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ ?

ઈન્ટરર્નેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.


-કૃષ્ણ દવે

તેમના ‘વાંસલડી ડોટ કોમ’ સંગ્રહમાંથી

તે ઓડિઓ આલ્બમનું મને ટાઇટલ બનાવવા મળ્યું હતું જે સદભાગ્ય કહી શકાય.

5 thoughts on “વાંસલડી ડોટ કોમ – કૃષ્ણ દવે

 1. એ જ ફકત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
  એને શું વાયરસ ભૂસીં શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ ?
  ઈન્ટરર્નેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.

  -કૃષ્ણ દવે

  khuba ja majaani rasasabhara rachanaa.

  Thanks to share.

  Ramesh Patel(Aakashdeep)

 2. મજાનું ચિત્ર અને મજાની રચના. દિલીપભાઈ, તમે સુંદર પેઈન્ટર છો એ આજે ખબર પડી. તમારી બહુમુખી પ્રતિભાના હજુ કેટલા પાસાં ખુલવાના બાકી છે ? … 🙂
  વાંસલડી ડોટ કોમ ગીતને બે અલગ સ્વરમાં સાંભળવું હોય તો
  http://www.mitixa.com/2008/19.htm

 3. ભાઇ શ્રી, શ્યામલ શૌમીલ ના અવાજ માં ગવાયેલુ આ ગીત
  વાંસલડી ડોટ કોમ, ના આલબમ નુ નામ આપશો પ્લીઝ.
  અથવા જો શક્ય હોય તો મારા ઇ-મેલ પર મોકલી આપજો.
  કારણ કે શ્યામલ શૌમીલ ના અવાજ માં આ ગીત ખુબ શોધ્યુ
  પણ ક્યાંય મળતું નથી, તો આ માં ધ્યાન આપવાની મહેરબાની
  કરશોજી. આભાર જો બને તો મને ઇ-મેલ થી જવાબ આપજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s