મુક્તિ ગઝલ -દિલીપ ગજ્જર

Vahalu Vatan DG

Photo by DG

મુક્તિ ગઝલ

ખીલ્યા છે મુક્ત ફૂલો બાગમાં ચહેરા ગુલાબી છે

નથી ગુલામ કોઈ જિન્દગી કેવી મજાની છે

વતન સંગ્રામની ભૂલાય ના તેવી કહાણી છે

બલિદાનો દીધા છે તેમને સો સો સલામી છે

અમે સૌ મુક્ત શ્વારો ખેંચીએ શાને ખુમારીથી

તજ્યા નીજ શ્વાસ અંતિમ તે અમર નામી અનામી છે

ભગતિસંઘ, વીર સાવરકર, ખુદી, સુભાષ, બિસ્મિલે,

તજી સુખ સેજ સુંવાળી દીધી હોમી જુવાની છે

અહિંસા વ્રત ધરીને હિન્દ છોડોની કરી હાંકલ

ખમી ત્રણ ગોળી ગાંધીએ કહો શી કુરબાની છે

કદીએ જીવતાજી શત્રુનું શરણું ન સ્વીકાર્યુ,

પ્રતિજ્ઞા ચંદ્રશેખરે શબ્દસઃ પાળી બતાવી છે

ફરી તવ કૂખે લઈશું જન્મ ‘વન્દે માતરમ’ કહીને

ચૂમી ફાંસી ભગતસિંગે ગીતા કેવી પચાવી છે

જીવનથી પણ વધુ ઉચું જીવનનું ધ્યેય છે મુક્તિ

‘છું હિન્દી ‘ કહી જતીને પ્રાણની બાજી લગાવી છે

ગુલામી યાતના સ્મરશું તો મુક્તિ મૂલ્ય સમજાશે

‘સ્વ’નું ગુણરાજ્ય લાવીશું સફળતાની નિશાની છે

વિવિધ ભાષા વિવિધ ધર્મે વિવિધ પૂષ્પે ચમન સોહે

પ્રભુ ! ઈચ્છા અમોને ફુલમાળા ગુંથવાની છે

વતનથી દૂર જઈને પણ વતનની યાદ ક્યાં જાતી

વતનની ધૂળ સ્મરતાં આંખડી હરદમ ભીંજાણી છે

-દિલીપ ગજ્જર

8 thoughts on “મુક્તિ ગઝલ -દિલીપ ગજ્જર

 1. પ્રભુ ! ઈચ્છા અમોને ફુલમાળા ગુંથવાની છે
  વતનથી દૂર જઈને પણ વતનની યાદ ક્યાં જાતી
  વતનની ધૂળ સ્મરતાં આંખડી હરદમ ભીંજાણી છે
  -દિલીપ ગજ્જર
  VERY NICE, Dilipbhai !
  HAPPY INDEPENDENCE DAY to YOU & to ALL !
  Chandravadanbhai ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

 2. વિવિધ ભાષા વિવિધ ધર્મે વિવિધ પૂષ્પે ચમન સોહે
  પ્રભુ ! ઈચ્છા અમોને ફુલમાળા ગુંથવાની છે
  વતનથી દૂર જઈને પણ વતનની યાદ ક્યાં જાતી
  વતનની ધૂળ સ્મરતાં આંખડી હરદમ ભીંજાણી છે
  -દિલીપ ગજ્જર
  As always Dilip’s creation touches our hearts.Let us celebrate the Independance day with zeal & enthusiam irrespective of cast,creed,colour or faith.Let us remember
  “Vaishnav jan To teney Re kahiye Je Prit Paraaee Jaane
  Par Dukhe Upakaar kare Toye Mun Abhiman Na Jaane”
  SIRAJ PATEL “PAGUTHANVI”
  Secretary
  Gujarati Writers’ Guild-UK (Estd 1973)

 3. વતનથી દૂર જઈને પણ વતનની યાદ ક્યાં જાતી
  વતનની ધૂળ સ્મરતાં આંખડી હરદમ ભીંજાણી છે

  સ્વતંત્રતાપર્વ નિમિત્તે હૃદયમાંથી નીકળેલી અભિવ્યક્તિ સ્પર્શી ગઈ.

 4. i am glad we are all proud of ourselves in our poetry and our land,

  વતનથી દૂર જઈને પણ વતનની યાદ ક્યાં જાતી
  વતનની ધૂળ સ્મરતાં આંખડી હરદમ ભીંજાણી છે reminds me Adil..
  also visit my web himanshupatel555.wordpress.com thank u Dilipbhai

 5. વિવિધ ભાષા વિવિધ ધર્મે વિવિધ પૂષ્પે ચમન સોહે
  પ્રભુ ! ઈચ્છા અમોને ફુલમાળા ગુંથવાની છે
  વતનથી દૂર જઈને પણ વતનની યાદ ક્યાં જાતી
  વતનની ધૂળ સ્મરતાં આંખડી હરદમ ભીંજાણી છે

  vaah Dilipbhai vaah.

  Rang rakhyo,

  Shri panchambhai’s word

  સ્વતંત્રતાપર્વ નિમિત્તે હૃદયમાંથી નીકળેલી અભિવ્યક્તિ સ્પર્શી ગઈ.

  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s