વહાલું વતન -રમેશ પટેલ(આકાશદીપ)

800px-Flag_of_India.svgવહાલું વતન

બાંધતી ભાવે ભારતી પાવન બંધન

અવતરતા શ્રીપતિ છોડી ગગન

ધીંગી ધરાએ નીપજ્યા અમૂલખ રતન

વહાલું વતન મારું વહાલું વતન

પૂર્યા શ્રધ્ધાથી અમે પથ્થરમાં પ્રાણ

ગાયાં અમે સંસારે ગીતાનાં જ્ઞાન

કરુણા અહિંસાથી સીંચ્યાં સ્નેહનાં સીંચન

વહાલું વતન મારું વહાલું વતન

સાગરની ભરતી પખાળતી ચરણ

પંખીડાં ગીત ગાઇ કરતાં રંજન

પ્રગટાવ્યાં પૃથ્વી પર પ્રેમનાં સ્પંદન

વહાલું વતન મારું વહાલું વતન

હેતથી હિમાળો ગાતો પુનિત કવન

સંપદાથી શોભતાં વગડાને વન

પાવન સરિતાને કરીએ વંદન

વહાલું વતન મારું વહાલું વતન

સંતોને વીરોની ભૂમિ આ મહાન

કરતા રખવાળી માની જોશીલા જવાન

સીંચતો ત્રિરંગો કણકણમાં શૂરાતન

વહાલું વતન મારું વહાલું વતન

પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ

કરશું વંદન શીરે બાંધી કફન

વટને વચનથી કરશું જતન

વહાલું વતન મારું વહાલું વતન

પંદરમી ઓગસ્ટે જૂમે ત્રિરંગો ગગન

અહિંસા આદરથી રેલાવીએ અમન

સંસ્કૃતિની શોભાથી વિશ્વ થાતું મગન

વહાલું વતન મારું વહાલું વતન

રમેશ પટેલ(આકાશદીપ)


6 thoughts on “વહાલું વતન -રમેશ પટેલ(આકાશદીપ)

 1. પંદરમી ઓગસ્ટે જૂમે ત્રિરંગો ગગન
  અહિંસા આદરથી રેલાવીએ અમન
  સંસ્કૃતિની શોભાથી વિશ્વ થાતું મગન
  વહાલું વતન મારું વહાલું વતન
  I read another Rachana of Rameshbhai & take pride to be born as an INDIAN !
  Chandravadan ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

 2. રમેશભાઇ, બાંધતી ભાવે ભારતી પાવન બંધન
  અવતરતા શ્રીપતિ છોડી ગગન..શરુઆત જ કેટલી અદ્ભૂત છે
  વતનભાવનાને, વહાલું વતન મારું વહાલું વતન, તેમ દોહરાવી સહુને માટે કેટલા સુંદર વિવિધ વિચારમાં વ્યક્ત કરી છે..સ્વતંત્રતાનો વિચાર જે કેટલો રોમાંચિત કરે છે..આ મહિનો અદ્ભૂત છે..શહિદોની શહાદત યાદ અપાવે છે..શ્રાવણ ભગવદ્ભક્તોને પાવન કરે છે તો શ્રાવણની હેલી કવિજન અને વ્યાકુળ પ્રેમીઅઓના હ્દયને ઉત્સુક કરી દે છે..

 3. પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ
  કરશું વંદન શીરે બાંધી કફન
  વટને વચનથી કરશું જતન
  વહાલું વતન મારું વહાલું વતન
  પંદરમી ઓગસ્ટે જૂમે ત્રિરંગો ગગન

  vaah Aakashdeep,
  To day I have read many poems about Azad din
  but this poem has really dragged me with spirit

  વહાલું વતન મારું વહાલું વતન,

  Thankd Dilipbhai for sharing nice poem.

  Paresh Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s