આજે એક વર્ષો પુરાણા મિત્રનું મેઈલ દ્વારા નિમંત્રણ કાર્ડ આવ્યું છે. તેઓના શ્રી ગણેશના પેઈન્ટીંગ્સનું હાલમાં પ્રદર્શન અમદાવાદની કર્ણાવટી આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું છે. સાથે સાથે તેમની ઓડિઓ સીડી. શ્યામ સંગે ઘેલીનું પણ વિમોચન રાખવામાં આવ્યું છે જેમાં તેઓએ રચેલાં કૃષ્ણ્ગીતોનો સમાવેશ છે. આપની સમક્ષ મુકવાનું મન એટલા માટે થાય છે કે આ પ્રસંગ એક કવિ અને કલાકાર માટે ઘણો મહત્વનો બની રહે છે તેને બઘાને સહભાગી કરવાનું મન થાય છે. હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મનસુખભાઈને મળેલો ત્યારે તેઓ દશ બાય દશથી પણ નાની ઓફિસમાં ગણપતિના પેઈન્ટીંગ્સ બનાવતા હતા..દરરોજનું એક અને તે પણ જુદુ જુદુ..તેમને મળતા જ મુલાકાત સત્સંગમાં બદલાઈ જાતી અને જ્ઞાન કર્મ ભક્તિ અધ્યાત્મ,સાધનાના અનેક સિદ્ધાંતઓ તેઓ અનુભવ અને ઉદાહરણ આપીને સરલતાથી તલપદી કાઠીયાવાડીમાં સમજાવતા જ્યારે છૂટા પડીએ ત્યારે પણ સત્સંગનું નિમંત્રણ અવશ્ય આપતા. જો હું તેમના ભાઇ હસમુઈનો મિત્ર ના હોત તો મને તેમનો કશો લાભ ના મળ્યો હોત. હસમુખભાઈ પ્રિન્ટીંગ પ્રેસ સંભાળે સાથે સાથે મનસુખભાઈની સેવા લક્ષ્મણની માફફ છાયાપુરુષ બની કર્યે રાખે પરિવારનું પણ ધ્યાન રાખે..મારા જેવા એનાર આઈને જ્યાં જવું હોય ત્યાં સ્કૂટર પર પહોંચાડી પણ આપે જ્યાં મને જાણ છે સબંધીઓ પણ આપણને બસનો નંબર કહી છૂટા પડી જાય. હસમુખભાઇ મોટાભાઇનો સત્સંગ ચાલતો હોય ત્યારે આવનાર વ્યક્તિની સંભાળ રાખે તેમને ચા પાણી કરાવે અને સદાય હસતા મુખે.. આ બન્ને ભાઇઓ કોઇની લાચારી કર્યા વિના પોતાની આજીવિકા મેળવે અને કલાસર્જન અને સાહિત્યસર્જન કરે અને અનેક ને સત્સંગની સરવાણીનો લાભ આપે.તેમનું આ નિમંત્રણ હું ભાવપૂર્વક સ્વીકારું છુંત્યાં આવવાનું ઘણુ મન થાય છે જો પહોં નહિ શકાય તો મનથી તો અવશ્ય પહોંચી શકું છું આ શકયતા તો ઇશ્વરે મને કમસેકમ આપી છે..હું પ્રદર્શનના હોલમાં મનોમન પહોચી જઈશ અને કર્ણાવટીના હોલની ચારે તરફ લાગેગા ગણપતિના પેઈન્ટીંગ જોવામાં તલ્લીન થઈ જઈશ.આવો ગણપતિના વિષેશ દિવસોમાં તેમની વિષેષતાને બિરદાવીએ. કલાકાર તો નિર્દોષ અને નિસ્વારથ ભાવે પોતાની કલા બધાની સમક્ષ ધરી દે છે ગુપચુપ બની કલા નિહાળી દર્શકો ચાલ્યા જાય છે..અને એક દિવસ કલાકાર પણ ચાલ્યા જતાં હોય છે ત્યારે આપણે જોવાનું કે સમાજ તેને બદલામાં શું આપે છે..
jay ganesh
thanks for comment
ભક્તિ સભર સુંદર રચના.
સત્સંગીની કલમનો રંગ જ અનોખો.
જીવનમાં ઝીલેલા વણાયેલા સંસ્કારનો
લાભ આપતા રહેશો.
રમેશ પટેલ(આકાશદીપ)
gr8…. !!
I want to see but I couldn’t 😦
anyways, will not miss next time !!!
best wishes & congrats to Mansukhbhai !!
Good