Shree Ganesh Paintings by Kakadia Mansukh
શ્રી ગણેશાય નમઃ
માત પાર્વતિ પિતા મહેશ
વિઘ્નહર્તા ગણનાથ ગણેશ
શુભ સુમંગલ સ્મરણ મીઠા
રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા
સૂરજ દેવ સમ તેજ પ્રભા
આનંદ હિતકારી દેવ સદા
નત મસ્તકે જોડી હાથ
પ્રથમ વંદીએ દેજો સાથ
રમેશ પટેલ(આકાશદીપ)
ગ્રંથારંભે, કાર્યારંભે,ગણેશજીનો મહિમા સહુએ ગાયો છે, ,આજે અહીં રમેશ પટેલે મોક્લી આપેલ સ્તવન રજુ કરું છું. મૂર્તિપૂજાનો મહિમા વૈદિક સંસ્કૃ તિ એ સારી પેઠે સમજાવ્યો છે. આકાર રંગ અને રુપ વિનાના જગની કોઈ કલ્પના માનવી કરી શકે ખરો ? મૂર્તિ ઉપાસકને માટે માધ્યમ બની રહે છે શ્રધ્ધ્યેય ને સાધવાનું…હાં, સિમીતમાં સાંત આવવાથી સાંતને અનંતમાં વિસર્જન કરી દેવાની છે જેથી તે દોષ પણ જતો રહે..તેથી અનંત ચતૂર્દશી…ખરેખર તો દોષ નહિ પણ મૂર્તિને એક મર્યાદા હોય છે પણ જ્યાં મર્યાદમાંથી અમર્યાદમાં પ્રવેશ થયો કે અનંતનો અનુભવ થયા વિના નથી રહેતો. ગણેશ ચતૂર્થી આમ રીતે જોઈએ તો ચતૂરથી જાણી શકાય છે.ગણેશજીના જેટલા વિવિધ સ્વરુપો આજના સમયમાં પણ આવતા રહે છે તે પ્રમાણે મોર્ડન કહેવાય..મોરના ઉપર બેઠેલા ગણપતિ મનસુખ કાકડીયાના ચિત્રમાં દેખાય છે. ત્યારે થોડીવાર એમ થાય કે શું કોમ્બીનેશન છે !!! જાણે મોટરબાઈક પર ગણપતિ…મોર બેસી ના જાય ? જ્યારે ચિત્રમાં તો મોર થનગનતો નજરે પડે છે અને આગળ તો જળ સરોવરનું વિઘ્ન છે જેમાં સુંદર કમળો છે. પણ પ્રતિકની ભાષા સમજીએ તો સમજાય કે જ્ઞાન પર અસવાર ગણેશજી છે.સૂંઢમાં કમળ છે કમળ નિર્લેપતાનું પ્રતિક છે. જ્ઞાનના પરિપાકરુપે વ્યક્તિ નિર્લેપ રહેશે તેનો વિવેક તેને સભાન સ્વસ્થ રાખશે મનને દુષિત નહિ થવા દે.આવુ તો ઘણું આપણને સમજવા મળે જો આપણે ધ્યાન કરીએ તો…ગણપત્યાથર્વશિર્ષમાં ખુબ સુંદર સ્તવન કરાયેલ છે જેનું પારાયણ આ દિવસોમાં રોજ એક સમયે પાંચ વાર કરતા…ચિત્રમાં ગણપતિએ કાર્તિકેયભાઇ પાસેથી વાહન આજના પુરતું લીધુ હશે અને માઉસ ઘરે હશે જેથી શિવજી કોમ્પ્યુટરયુગમાં પાછળ નહિ રહી જાય…ગણપતિનો માઉસ જરુરી ખરો ને ? આમ તો કાળા ને ધોળા દિવસ ને રાત તથા સમયરુપી માયા ઉંદરનું પ્રતિક છે..તેની સામે પ્રપોર્શન બરાબર થઈ જાય છે આમ તે ઉંદર જેવા ઝીણા માયાવી ફૂંકી ફૂંકીને પણ જીવનદોરીને કાપનાર છે… —દિલીપ ગજ્જર