વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની
વધુ ભણવા માટે વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની
ને ભાવિના જીવતરને ઘડવાને પ્યારી, હવે તું જવાની
ફકત થોડાં દિવસો સુધી ઘરમાં રહીને હવે તું જવાની
નથી કલ્પી શકતા સ્થિતી શું થવાની હવે તું જવાની
હજી રમતી કૂદતી’તી આવી ઘડી ત્યાં હવે તું જવાની
વરસ સોળની જેવી વ્હાલી ઉંમરમાં હવે તું જવાની
ખબર પણ પડી ના આ જીવતર સર્યુ ક્યાં નજર સામે તારી
વિત્યું બાળપણ આજ આવી યુવાની, હવે તું જવાની
અમે રાતદિવસ જીવનડાળે તારી ઉજવતાં’તા ઉત્સવ
અમારી રહી શેષ જુદી કહાણી હવે તું જવાની
પડ્યું નાનું ઘર આ નગર આજ ઓળંગી ઉંબર ને અવનિ,
જો આકાશ માર્ગે પ્રસારીને પાંખો હવે તું જવાની
ઘણાં મિત્રો ભેટીને દેશે વિદાઈ તને એરપોર્ટે,
જરા હાથ ઉંચો કરી ગુડબાય હવે તું જવાની
તું સંભાળજે, સારા સંસ્કાર, ઉત્તિર્ણ ભણવામાં થાજે
લઈ મમ્મી-પપ્પાના આશિષ સંગે હવે તું જવાની
ખુશીથી તું જાજે, દઈ ધ્યાન ભણજે, ખુશીથી ત્યાં રહેજે
સમય મળતાં વ્હાલી જરા યાદ કરજે હવે તું જવાની
ત્યાં ઘર સ્નેહીઓ મિત્ર છે પગલી, ચિન્તા જરા પણ ન કરતી
પરિવારની જેમ સચવાશે જ્યાં તું હવે તું જવાની
રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશે
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની
-દિલીપ ગજજર,
લેસ્ટર ૨૬ ઓગષ્ટ ૨૦૦૯.
રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશે
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની
મને મારી દીકરી શ્વેતાની યાદ આવી ગઈ!
સરસ રચના.
રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશે
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની
-દિલીપ ગજજર,
એકએક શબ્દ જીવંત રીતે જોડાયો છે.એક ફૂલ જેવી સહૃદયીથી
અળગા થવાની વાત ,સાથે આશીષ અને અંતરની વેદનાનો
ભાર વાંચતાં જ અનુભવાય છે.રૂદન અને ઝીંદગી જવાની…
સરસ કાવ્યથી ભરેલી કૃતિ.
રમેશ પટેલ(આકાશદીપ).
Yes
no words
Laxman
દિલીપભાઈ,
ખાસ અવનિ માટે રચાયેલી તમારી કવિતાએ આંખમાં આંસું લાવી દીધાં. અંતરિક્ષની મમ્મી પણ રોજ રડે છે. દીકરીના જુદા પડવાથી જે દુ:ખ થતું હશે તેટલું જ દુ:ખ દીકરાના જુદા પડવાથી પણ થતું હશે. અંતરિક્ષ અને અવનિ બન્ને ભાઈ-બહેનનું નસીબ જુઓ, કેજી થી બન્ને સાથે એક જ ક્લાસમાં ભણતાં આવ્યાં છે અને આ સથવારો ઈંગ્લેન્ડમાં પણ એન્જીનિયર બનતા સુધી રહેશે.
-રમણિક
રમણિકભાઇ સાવ સાચું…માતાપિતાને મન સહુ સંતાન માટે સમાનભાવ..આ દુઃખ તપોવનમાં અભ્યાસાર્થે જવા સમાન છે..આનાથી ભાવવૃધ્ધિ થાય છે.. અંતરિક્ષ-અવનિ સાથે છે તે સારું ..આવા ભાવના પ્રસંગો જીવનમાં બહુ ઓછાં બને છે.
અન્ય દુઃખ કરતાં આ ભાવ જુદો જ છે….-દિલીપ
વિલાયત વિલાયતનાં અભરખા હતા બહુ
જુવાનીમાં ઘુંટણનું આ દરદ વહોરી બેઠા
સંવેદનશીલ રચના.
sundar ane bhavnitarati rachana
દિલીપભાઇ આ છૂટા પડવું એટલે પોતાનામાંથી
પોતાની બાદબાકી અને ઉદભવેલો અવકાશ કે રિક્તતા
માણસ હોવું એટલે આ અનુભૂતિ આવશ્યક્તા છે,
ગેરહાજરી હયાતિની શરત છે
‘રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશ
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની ‘
સરસ.
પડ્યું નાનું ઘર આ નગર આજ ઓળંગી ઉંબર ને અવનિ,
જો આકાશ માર્ગે પ્રસારીને પાંખો હવે તું જવાની
દિલીપભાઈ,
સુંદર રચના. પુત્રીના અભ્યાસાર્થે જવાથી સર્જાયેલ વિયોગની વ્યથાનું સુંદર ચિત્રણ. વાંચતા વાંચતા એમ પણ લાગ્યું કે અમુક શેર જવાની એટલે કે યુવાનીને ઉદ્દેશીને પણ વાંચી શકાય એમ છે. એ પણ થોડા દિવસ સુધી આ દેહમાં રહીને ચાલી જાય છે. અને પછી એની યાદો જ વાગોળવાની બાકી રહે છે.
દિલીપભાઈ,
દીકરી ને ઘરથી દૂર કરવી જ પડે છે, ચાહે ભણવા મોકલો કે પછી સાસરે મોકલો. મને લાગે છે સાસરે મોકલતા તો સમજી શકાય કે એક ઘેર થી બીજે ઘેર જાય છે પણ ભણવા મટે બહાર મોકલતાં તો …..!!!
દીકરી નો બાપ જ દીકરીની વિદાયનું દુઃખ સમજી શકે.
ખુબ હ્રદયસ્પર્શી રચના.
પોતાનો જ એક અંશ છૂટો પડે ત્યારે જે પીડા ઉપડે, તેને આપે સહ્રદયે, સસ્નેહે શબ્દો દ્વારા ખુબ જ સરસ અભિવ્યિકત આપી છે. દિકરી ના દરેક માતા-પિતા ની પીડાને આપે વાચા આપી દીધી !!
words out of any mother’s / father’s heart. This is what we felt when our children went to uni.
I am waiting eagerly (in 3 yrs time) to read what will be written once your child has achieved his/her goal!!!Equally one feels very proud to see their beloved child at their gradulation!!
રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશે
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની
અવની દૂર ગઈ ભણવા માટૅ…ખરેખર સંવેદન્શીલ રચના..મા બાપનું દિલ એવૂ છે..મને ચોકકસ ખાત્રી છે અવની તમારું નામ રોશન કરશે.
સપના
Sapana..Avani is my friends daughter who just recently came here for study in Engineer with his cousine we looking after them and help..Dilip