ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે -દિલીપ ગજજર

Photo by Dilipગઝલ

તૂટે ચાંચો જ્યાં કેવળ શાસ્ત્રની વાતો બડી થાશે

ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે

વળી  જા  એકસોને એંસી અંશે અંતરયામિ  છે

ભટકવાથી  તો કેવળ  ટાંટિયાઓની  કઢી  થાશે

કરી  મોટો  અહં તે  સાંકળો  બાંધે છે  સત્તાની

કહો  એ કોણ છે જે તૂટતા દિલની કડી  થાશે ?

ડુબીને  ધ્યાનસાગરમાં  જરા  ફંફોળતા  સંભવ

તને  તળીયે પડેલાં સુખ તણી ચાવી મળી જાશે

તપેલી  ખોપડીમાં  શબ્દ પડતા છમ  કરી  ઉડે

અમસ્તી  વાતમાંથી  વાત  વધવાથી લડી જાશે

સબંધો   દિવ્ય  ક્યાં  છે  દર્પણે  પ્રતિબંબ  જૂઠ્ઠા  છે

‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે

-દિલીપ ગજજર

17 thoughts on “ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે -દિલીપ ગજજર

 1. સબંધો દિવ્ય ક્યાં છે દર્પણે પ્રતિબંબ જૂઠ્ઠા છે
  ‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે

  જીવનનું સત્ય. સંબંધો શાશ્વત નથી એની મોટાભાગના લોકોને ખબર હોય છે છતાં સૌ એને અવગણી જીવે છે એ જ આશ્ચર્ય નથી શું ?

  (….असत्यम सत इति अवभासयते..સાવ સાચુ દક્ષેશ, આશ્ચર્યોનું આશ્ચર્ય અને કોઠે પણ પડી ગયેલ..ધન્યવાદ)

 2. વળી જા એકસોને એંસી અંશે અંતરયામિ છે
  ભટકવાથી તો કેવળ ટાંટિયાઓની કઢી થાશે

  khuba kahi…

  ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે
  nice just like ocean.

  Ramesh Patel(Aakashdeep)

 3. dilipbhai i always enjoy your work though i am not an authority on ghazal
  સબંધો દિવ્ય ક્યાં છે દર્પણે પ્રતિબંબ જૂઠ્ઠા છે
  ‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે

  અરીસાની સપાટી કયું તથ્ય વ્યક્ત કરે છે?

 4. વળી જા એકસોને એંસી અંશે અંતરયામિ છે
  ભટકવાથી તો કેવળ ટાંટિયાઓની કઢી થાશે
  ડુબીને ધ્યાનસાગરમાં જરા ફંફોળતા સંભવ
  તને તળીયે પડેલાં સુખ તણી ચાવી મળી જાશે

  Very well said Dilip……its a food for thought.

  Siraj Patel “Paguthanvi”

 5. દિલીપભાઈ,
  વાહ, એક એક પંકિત ચોટદાર અને ઘણું કહી દે છે.
  આટલી સરસ રચના આપવા બદલ અભિનંદન !
  તમારા વિચારોની અભિવ્યકિત ખુબ ઊંચી અને સચોટ !

  સબંધો દિવ્ય ક્યાં છે દર્પણે પ્રતિબંબ જૂઠ્ઠા છે
  ‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે

  – આ ‘આથડી’ શબ્દ બદલે ‘બાખડી’ વાપર્યો હોત તો !

 6. સુંદર રચના.
  સબંધો વિશે સરસ કહ્યું. નિજના કોણ છે એ કોને ખબર

  સબંધના ત્રિકોણમાં ક્યારેક છુપાયેલ ચોથો કોણ હોય છે.
  આપણો જેને માન્યે એ શખ્સ કોણ જાણે કોણ હોય છે !

  ક્યારેક એકલવ્ય ય બનવું પડે બધું શિખવા માટે અહિં .
  બાકી મુર્તિમાં સંતાયેલ આત્મા એ ગુરૂ દ્રોણ હોય છે.

  પ્યારમાં હવે આવી ગઈ છે થોડી ચિવટતા કેમ સનમ ?
  પ્રેમની કણકમાં ક્યાંક હવે થોડું ઓછું પડતું મોણ હોય છે.

  લો, દિલીપભાઈ આપે તો મને ય કવિ બનાવી દીધો.

 7. કરી મોટો અહં તે સાંકળો બાંધે છે સત્તાની
  કહો એ કોણ છે જે તૂટતા દિલની કડી થાશે ?..

  કોણ તૂટતા દિલની કડી થશે….ખૂબ સરસ
  સપના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s