ખુદ્દાર થઈને જીવો…

છે દિવાલીમાં અલી રમાદાનમાં શ્રી રામ છે

સૃષ્ટીકર્તાનો  વિવિધતાથી  ભર્યો  દમામ છે !

-દિલીપ ગજ્જર

lilly

Integration

હવે નફરતનું આ વાદળ, હટી જો જાય તો સારું

પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું

તમે ગોરા કે કાળા, એશિયન કે આફ્રીકન હો,

હરએકના લોહીનો રંગ લાલ છે સમજાય તો સારું


Gazal ખુદ્દાર થઈને જીવો

ગફલતને ફગાવી દો, બેદાર થઈને જીવો

છોડો આ હતાશાને, ખુદ્દાર થઈને જીવો


આ  માનવી  કુદરતનું છે  સર્વ શ્રેષ્ઠ  સર્જન

તેથી જ આ ધરતીનો, શણગાર થઈને જીવો


થઈ જાવ મિત્રો સામે, તો પુષ્પથી યે કોમળ

પણ દુશ્મનોની સામે, તલવાર થઈને  જીવો


આ પંથ છે અજાણ્યો,  અંધકાર ચોતરફ છે

અંધારા માર્ગે વીજનો ઝ્બકાર થઈને જીવો


જીવો જો રાખ થઈ જશો તો પવન પણ ઉડાડી દેશે

તણખો    બનીને    ઉઠો,    અંગાર  થઈને  જીવો

સિરાજ પટેલ ‘પગુથનવી’


6 thoughts on “ખુદ્દાર થઈને જીવો…

 1. આ માનવી કુદરતનું છે સર્વ શ્રેષ્ઠ સર્જન
  તેથી જ આ ધરતીનો, શણગાર થઈને જીવો
  I just picked these nice words of the Gazal….
  ID MUBARAK to ALL ….May this Day bring back LOVE & PEACE on this Earth…..on which the HUMANS are the Highest Creationsm as the Poet says !
  Nice to visit your Blog after returning Home froma trip…Thanks for your Visits to Chandrapukar…..Chandravadan
  http://www.chandrapukar.wordpress.com

 2. છે દિવાલીમાં અલી, રમાદાનમાં શ્રી રામ છે
  સૃષ્ટીકર્તાનો વિવિધતાથી ભર્યો દમામ છે !
  -દિલીપ ગજ્જર

  What a pretty good couplet ! Well done Dilip
  Siraj

 3. છે દિવાલીમાં અલી, રમાદાનમાં શ્રી રામ છે
  સૃષ્ટીકર્તાનો વિવિધતાથી ભર્યો દમામ છે !
  -દિલીપ ગજ્જર

  Geartlly said.
  મુક્તક અને ગઝલ પણ સરસ છે.

  Now days U-TURN requried.
  Thanks for sharing.
  Ramesh Patel(Aakashdeep)

 4. છે દિવાલીમાં અલી, રમાદાનમાં શ્રી રામ છે …

  વાહ દિલીપભાઈ, તમે તો શબ્દ અને અર્થ બંનેની ચમત્કૃતિ કરી છે. દિવાલીમાં છૂપાયેલ અલી અને રમાદાનમાં છૂપાયેલ રામને શોધીને લોકોની સામે પ્રસ્તુત કરવા બદલ અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s