દિલની વાતો-દિલીપ ગજજર

Anterdeep

દિલની વાતો

ક્યાં કવિની નાતજાતો હોય છે

એક તેનો શબ્દ નાતો હોય છે


એક   તેનો  એકડો   જો ઘુંટિયો

તો પછી ક્યાં રક્તપાતો હોય છે


ભાવતાલોની   કશી  પરવા નથી

પ્રેમીઓની દિલની વાતો હોય છે


દુનિયા  આખી  ચહે  જે  ઢુંઢવા

પામનારો  ગીત  ગાતો  હોય છે


ડર  કશો  ના  તૂટવાનો  હોય તો

તે જ થઈ તારક ચમકતો હોય છે


દિલતણો રાજા જગે જે થઈ ગયો

વંશ  માટે ક્યાં ભટકતો હોય છે ?


-દિલીપ ગજજર


24 thoughts on “દિલની વાતો-દિલીપ ગજજર

 1. આખે આખી ગઝલ મઝાની છે.
  દિલથી નીકળેલી દિલની વાતો.

  દુનિયા આખી ચહે જે ઢુંઢવા
  પામનારો ગીત ગાતો હોય છે

  (આ શેરની મસ્તી અને અલગારી પણું સ્પર્શી ગયાં).

  આપના કાવ્યસંગ્રહ-અંતરદીપ-ને અજવાળતો ફોટો પણ ગમ્યો. આપનો કાવ્યસંગ્રહ.

 2. દિલતણો રાજા જગે જે થઈ ગયો
  વંશ માટે ક્યાં ભટકતો હોય છે ?

  ક્યા બાત હૈ … ગઝલની શરૂઆત પણ દમદાર છે

  ક્યાં કવિની નાતજાતો હોય છે
  એક તેનો શબ્દ નાતો હોય છે

  દિલીપભાઈ, બહુ સરસ વાત કહી.

 3. inside of your ANTARADEEP from out side
  ક્યાં કવિની નાતજાતો હોય છે
  એક તેનો શબ્દ નાતો હોય છે
  every poet is expressed in evry word he use,and every use of word with it’s SPHOTA is poetry.
  you said it right, Dilipbhai. thank u

 4. દિલપભાઈ સૌ પ્રથમ તો તમે જે ગઝલસંગ્રહ “અંતરદીપ” પુસ્તક પ્રકાશિત કર્યું તે બદલ અભિનંદન!! તમારા ગઝલસંગ્રહની ગઝલોની ઊંડાઈ અમારા અંતર સુધી ઊતરી ને અંતર ને ઉજાળે તેવી અભ્યર્થના!

  દિલીપભાઈ, સરસ. વાહ.. કવિ ને શું વળી નાતો-જાતો કે વાડા?!
  બસ એ તો મસ્ત અલગારી, પોતાની દુનિયામાં પોતાનામાં જ મસ્ત રહેનાર!
  તેનો નાતો કુદરત્ની પ્રકૃતિ અને દિલની ભાવનાઓ સાથે અને કાગળ અને કલમ સાથે!

  ડર કશો ના તૂટવાનો હોય તો
  તે જ થઈ તારક ચમકતો હોય છે

  દિલતણો રાજા જગે જે થઈ ગયો
  વંશ માટે ક્યાં ભટકતો હોય છે ?

  આ પંક્તઓમાં ગંભીરતા અને ખુબ જ ઊંડાણ છે. જેને તૂટવાનો ડર નથી તે આકાશમાં તારકની જેમ ઊંચાઈઓ પર ચમકતો રહેવાનો!

 5. Dilip
  So much has been said in their comments by various personalities in respect of your above Gazal “DIL NEE VAATO” that I find it difficult as to what other appropriate words I should use to appreciate it. In short its a very nice Gazal having thoughtful meaning in its couplets.

  SirajPatel “Paguthanvi”

 6. વાહ, દિલીપભાઈ,

  જિન ખોજાં તિન પાઇયાં.
  પછી?
  પછી ‘પામનારો ગીત ગાતો હોય છે.’

  કાનમાં મોરપીંછ ફરતું હોય એવું લાગ્યું.

  કાશ, રક્તપાતવિહીન દુનિયાનું સ્વપ્ન ક્યારેક સાકાર થાય.

  તમારા કાવ્યપુષ્પ સાથે મેચ થાય એવી એક પાંખડી મારા તરફથી પણ —

  ‘‘કોઈ ગોરો કોઈ કાળો માનવી,
  રક્તનો તો રંગ રાતો હોય છે.’’

  માનવમાત્રનું લોહી લાલ છે અને લાલ લોહીવાળા માનવના હાથે લાલ લોહીવાળા માનવના રક્તથી રંગાયેલી આ ધરતીને જોઈને દર સાંજે આકાશની આંખો પણ લાલચોળ થઈ જાય છે.

  અપેક્ષાઓ જગાડતી કવિતા.

 7. Thank you so much uncle, for visiting my site and your valuable comment.

  It’s my pleasure & pride, as a Brush-artist u admire my site

  bcoz I love colour more than words !! it’s my passion ! 🙂

  I really missed ganesha exhibition but now, will
  just inform me if mansukhbhai is going to arrange again.

  Pinki Pathak (Brahmbhatt)

  http://webmehfil.com/

  I replied on your mail but failed.

 8. દિલીપ
  મુનિ મિત્રાનંદસાગર ની પંકિતઓના અનુસંધાનમાં મારું બોલટન(યુ.કે.)ના ટ્રાયલિન્ગુઅલ મુશાયરામાં મેં રજુ કરેલું મુકતક અત્રે પ્રસ્તુત છે

  હવે નફરતનું આ વાદળ હટી જો જાય તો સારું
  પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું
  તમે ગોરા કે કાળા, એશિયન કે આફ્રિકન હો
  હરેકના લોહીનો રંગ લાલ છે સમજાય તો સારું
  સિરાજ પટેલ “પગુથનવી”

  • સિરાજભાઈ,

   એ જ તો નથી સમજતા લોકો.

   સમજે છે ચામડીનો રંગ.
   ગોરો રંગ, કાળો રંગ.

   સમજે છે ધર્મનો રંગ.
   ભગવો રંગ, લીલો રંગ.

   અને આ બધા માટે જે વહેવડાવાય છે એનો રંગ તો માત્ર ને માત્ર લાલ જ છે.

   તમે કહ્યું એવું સમજી જશે લોકો, ત્યારે કેવી સરસ દુનિયા હશે એ જોવાનું આપણું સદ્‌ભાગ્ય નહી હોય…

 9. ભાવતાલોની કશી પરવા નથી
  પ્રેમીઓની દિલની વાતો હોય છે

  વાહ દિલીપભાઈ વાહ.

  આપને અભિનંદન!
  આપનો અંતરદીપના ઉજાસ અમારા જેવા માટે પાથરવા બદલ.

  અભિપ્રાય આપવામાં મોડો પડ્યો કારણ કે, એક પ્રેમ કથા પાંગરી રહી હતી. એને શબ્દદેહ આપવામાં આખી જાત રોકી દીધી હતી સ્વને વિસરીને સર્જન કરવાની મજા માણી રહ્યો હતો. એકાદ અઠવાડિયામાં બ્લોગ પર રજુ કરીશ એમાં પણ આપની જેમ

  “પ્રેમીઓની દિલની વાતો હોય છે” ની જ વાત છે.

 10. ક્યાં કવિની નાતજાતો હોય છે
  એક તેનો શબ્દ નાતો હોય છે..
  કેટલી સાચી વાત છે…નહી?

  ભાવતાલોની કશી પરવા નથી
  પ્રેમીઓની દિલની વાતો હોય છે

  આ પણ એટલી જ સાચિવાત…્મારે અંતરદિપ બુક જૉઇએ છે…કેવી રીતે મેળવું?

  સપના

 11. Dilipbhai,

  Thank you for visiting my blog.

  Hume kya malum aap bhi gazal ke shaukin hai..!!

  ભાવતાલોની કશી પરવા નથી
  પ્રેમીઓની દિલની વાતો હોય છે

  Great passions here..!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s