પ્રેમ છે તે તું જ છે -દિલીપ ગજજર

મિત્રો, આજે  સૌને માટે લાભ પાંચમ  ઈશ્વર માટે સા તુ પરમ પ્રેમ સ્વરુપા ચ..કહેવાયું છે માટે પ્રેમ પાંચમ પણ ખરીને ?

તો તમને મારી એક ગઝલ સંભળાવું છું શ્રી હસમુખ ગોહીલ ના સુમધૂર કંઠે આપના પ્રતિભાવની મીઠી પ્રતિક્ષા સહ

પ્રેમ છે તે તું જ છે …

ચંદ્રમા  વધતો  રહે  ને  ચંદ્રમાં  ઘટતો  રહે

પ્રેમ એવો આપનો છે જે સતત વધતો રહે

એક તારી ડાળ  પરથી  મોરનો  ટહુકો ઊઠે

હું મટી ને તું હી તુ હી નામ બસ રટતો રહે

લાખ  જન્મોની  સફરમાં નાવ કિનારો ચહે

પ્રેમમાં  તારા  ડૂબેલો  સાગરો   તરતો   રહે

કૈક  ખોતા  કંક મળશે ભાવની આ સંપદા

જીન્દગીની આપદામાં તું સદા હસતો રહે

આંખથી  આસૂં નિતરતાં  ભાવભીના  દિલમહીં

દૂર  તનથી  તું  જતી  તો   પ્રેમ  પાંગરતો   રહે

પ્રેમ  છે  તે  તું  જ  છે  ને  તું જ છે તે પ્રેમ  છે

પ્રેમરુપે   તુજમહીંથી  તે   સતત   મળતો   રહે

હાં, પ્રિયાની  યાદમાં તો વિશ્વને ભુલી  ‘દિલીપ’

રોજ  બસ  તેની  જ  ગઝ્લો ગાઈને ફરતો  રહે

-દિલીપ ગજજર
24 thoughts on “પ્રેમ છે તે તું જ છે -દિલીપ ગજજર

 1. આંખથી આમ્સુ નિતરતાં ભાવભીના દિલમહીં
  દૂર તનથી તું જતી તો પ્રેમ પાંગરતો રહે
  પ્રેમ છે તે તું જ છે ને તું જ છે તે પ્રેમ છે
  પ્રેમરુપે તુજમહીંથી તે સતત મળતો રહે
  હાં, પ્રિયાની યાદમામ તો વિશ્વને ભુલી ’દિલીપ’
  રોજ બસ તેની જ ગઝ્લો ગાઈને ફરતો રહે…..બધા જ શે’ર્ સારા થયા છે છેલ્લા ત્રણ ખૂબ જ સારાં થયા
  દિલિપ્ભાઇ..ફ્કત પ્રિયાની યાદમા શું કામ અમને પણ સંભળાવો..
  સપના

 2. Dear Dilipbhai,

  I must say that you are not good at one thing!! because you are good at many things…. it sounds confusing isn’t it! well it does to me too! because when I see your photo albums, I think that you are a photographer! when I read your Gazalas and poets I then think that hold-on you are a poet but then again I happen to listen to songs sung by you professionally then it makes me think that you are a Singer!!!!!! at the end I saw this website of your, created by you! makes me think that what are you???? a web designer! a Singer, a photographer!!, a poet or a graphic designer?? because that is what you are by profession! at the end I gave up and came to the decision that you are one well gifted, well talented and God loving person…. you are surrounded by great people and that is one of the big wealth for a human being. I wish you all the best keep it up. Hasmukhray (Tarak)

 3. ચંદ્રમા વધતો રહે ને ચંદ્રમાં ઘટતો રહે
  પ્રેમ એવો આપનો છે જે સતત વધતો રહે….
  Nice words thar begin a Nice Gazal…Congrats, Dilipbhai !
  Aa Chandra, Gazal Vanchi,Ati Khush Chhe
  Chandra-na Prem-Zaranaomaa Have Dilip Chhe !
  Read nice words from Hasmukhbhai too !
  Thanks for your visits to Chandrapukar !
  Dr. Chandravadan Mistry (Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

 4. પ્રેમ છે તે તું જ છે …
  ચંદ્રમા વધતો રહે ને ચંદ્રમાં ઘટતો રહે
  પ્રેમ એવો આપનો છે જે સતત વધતો રહે

  આપની ગઝલ નિહારી, ઘણી બધી પૂરાણી યાદો, સળવળી, ઈલા તથા યોગીશા આપના બા બાપુજી આપનો વિશ્વામ સ્થાન નિહાળી ફરીથી બસ યાદો વધતી રહે, વધતી રહે,

  ભૂપતભાઈ સોનિગ્રા, જામનગર, હેમેંન્દ્ર સોનિગ્રા, જેતપુર

 5. એક તારી ડાળ પરથી મોરનો ટહુકો ઊઠે
  હું મટી ને તું હી તુ હી નામ બસ રટતો રહે

  લાખ જન્મોની સફરમાં નાવ કિનારો ચહે
  પ્રેમમાં તારા ડૂબેલો સાગરો તરતો રહે

  ક્યા બાત હૈ ….. સ્વરબદ્ધ કરી મૂક્યું તે સોનામાં સુગંધ. હસમુખભાઈને પણ ધન્યવાદ અને અભિનંદન.

  • Maananiya Daxeshbhai, Rameshbhai Patel, Himanshu Patel, Harnish Jani, Pancham Shukla & Dr. Chandravadan,

   Aapnna Abhinandan badal aap no khub… khub aabhaar! Vadhu nahi kahun kem ke Boltaa haju hun shikhyo nathi, parantu ek vaat Aape jaroor yaad karaavi… ke Aapnaa Vadavaao je kahi gayaa chhe te saav saachu chhe…. ke ek kalaakaar ne ek kalaakaara j odakhi shake.

   Aap sahuno Shubh chintak.
   Hasmukh (Tarak)

 6. ભાવવાહી શબ્દને ભીંનાશ ભર્યો કંઠને મન ભરી માણ્યો.એક નજાકતા મ્હોંરી ઊઠી.

  વીડીઓ પીક્ચર કુદરત અને કૌટુમ્બિક જગતને સતત ગૂંથતું ચરમ સીમાએ લઈ ગયું,

  વગર લખે જાણી ગયા આ સુશોભન દિલીપભાઈનું જ હોય.

  આવી રચના ને ગાયકના કંઠે મધુરો ઓપ આપી મજા લાવી દીધી.

  હસમુખભાઈને પણ ધન્યવાદ અને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. સરસ પ્રેમ સ્વરૂપ ગઝલ. ગઝલ તો સારી લખો છે એ ખબર હતી પણ વીડિયોગ્રાફી અને એડિટીંગ આટલું સરસ જોઈ જાણી આનંદ થયો. હવે તમરો કંઠ ક્યારે સાંભળવા મળશે?

 8. છંદનો ભાર તો ઠીક છે અહિં તો પ્રેમનો ભાર પણ એવોજ સજ્જડ છે;

  પ્રેમ છે તે તું જ છે ને તું જ છે તે પ્રેમ છે
  પ્રેમરુપે તુજમહીંથી તે સતત મળતો રહે
  હસમુખભાઈને અભિનંદન, સરનામુ અને ફોન ?

 9. તારી અને મારી વચ્ચે ઓ સનમ
  આ તે કેવો સુંવાળો સંબંધ છે ?

  જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
  ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.

  તું તો નથી રહી આસપાસ મારી
  મારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.

  જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
  કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?

  આપણા આ પ્રેમનું છેક એવું છે
  કામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.

  લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
  દિલથી વાંચો,પ્રેમનો નિબંધ છે.

  આપની ગઝલે તો મને મારી ‘કહેવાતી ગઝલ’ની યાદ અપાવી દીધી. ને મેં એ ભરી મહેફિલમાં રજુ પણ કરી દીધી તો ગુસ્તાખી બદલ માફી ચાહું છું.

  આપની રચના માણવા લાયક!
  સરસ દૃષ્ય-શ્રાવ્ય અનુભવ. આપનું ચિંત્રાકન માશાલ્લા.
  સરસ સ્વરાંકન! લયબધ્ધ!
  હસમુખભાઈનો અવાજે આપની રચનાને ચાર ચાંદ(લો, અહિં પણ ચંદ્ર!!) લગાવ્યા કે આપની રચનાએ એ કહેવું અઘરૂં. હું મનહર ઉધાસે ગાયેલ ગુજરાતી ગઝલોનો દિવાનો છું. હવે એમાં મારે હસમુખભાઈનું નામ ઉમેરવું પડશે! એમની ઓડિયો સીડી ક્યાંથી મળે એ જણાવશો.

  મને એક અફસોસ કાયમ રહે છે કે મને છંદમાં લખતા નથી આવડતું એટલે આપના જેવા કવિઓ સામે મારી કહેવાતી કવિતા જોડકણા અને અત્યાનુપ્રાસ જ લાગે. અને સાલો સમય મળતો નથી કે છંદ વિશે શિખું! કોઈ ગુરૂ પણ મળતો નથી. કારણકે, મને સમય હોય તો ગુરૂને ન હોય.

  વળી આ રિસેસનના યુગમાં નોકરીવાળાઓ એક કર્મચારી પાસે બે-ત્રણ કર્મચારીનું કામ કઢાવે એમાં સર્જન્ત્માકતા ક્યાંક વિસારે પાડવી પડે.

  લો, મોડો મોડો આવ્યો પણ મેં તો જાણે નિબંધ લખી નાંખ્યો તો કાપકૂપ કરી પ્રકાશિત કરશોજી.

  બીજી એક પંક્તિ પણ ડોકિયું કરવા લાગી છે.

  ન જાણે કેમ કરૂં છું
  હું તો તને પ્રેમ કરૂં છું

  તું મને વિસરે તો ભલે
  તને ન ભુલવાની નેમ કરૂં છું.

  ચાલો બસ થયું…

 10. Respected Natvarbhai,

  Aapnaa prem badal hun Aapno aabhaari chhun. Mujane aapnaa hriday maa staan aapine aape birdaavyo chhe te hun hammeshaa yaad raakhish.

  Kyaarey pan maaraa laayak kaam kaaj hoy toh jaroor yaad karsho, hun tene falibhut karvaa maaro pure puro prayatna karish jo maaraa gajaa ni bahaar nahi hoy toh.

  Aapno Shubh chintak.
  Hasmukhray (Tarak)

 11. પ્રેમ છે તે તું જ છે ને તું જ છે તે પ્રેમ છે
  પ્રેમરુપે તુજમહીંથી તે સતત મળતો રહે
  હાં, પ્રિયાની યાદમાં તો વિશ્વને ભુલી ’દિલીપ’
  રોજ બસ તેની જ ગઝ્લો ગાઈને ફરતો રહે
  Dilip
  your Gazal has all the ingredients of Sufism.
  Well done.Congratulations. You have proved that not only urdu gazals but Gujarati gazals also can creat the same inner depth of Sufism.
  એક તારી ડાળ પરથી મોરનો ટહુકો ઊઠે
  હું મટી ને તું હી તુ હી નામ બસ રટતો રહે
  લાખ જન્મોની સફરમાં નાવ કિનારો ચહે
  પ્રેમમાં તારા ડૂબેલો સાગરો તરતો રહે

  Siraj Patel “paguthanvi”

 12. સુંદર ગઝલ અને એટલી જ સુંદર સ્વરબધ્ધ રજૂઆત!
  દિલીપભાઈ અને હસમુખભાઈ તારકને અભિનંદન!
  સુધીર પટેલ.

 13. લેસ્ટર્ગુર્જરીને હું નિયમિત વાંચુ છું અને કવિ મિત્ર શ્રી દિલીપના આ પ્રયત્ન્થી હું ખુબ જ પ્રભાવિત છું પણ ગુજરાતી ટાઈપીંગથી ઓછો માહિતગાર હોઈ ફોનથી તેમને વધુ પ્રતિભાવ આપતો રહ્યો છું. એમની આપેલ રચના..ચન્દ્રમા…હદયશ્પર્શી જાય એવી રચના છે મારી પ્રાર્થના છે કે, અલ્લાહ કરે જૌરે કલમ ઔર જિયાદા….બેદાર લાજપુરી

 14. એક તારી ડાળ પરથી મોરનો ટહુકો ઊઠે
  હું મટી ને તું હી તુ હી નામ બસ રટતો રહે
  લાખ જન્મોની સફરમાં નાવ કિનારો ચહે
  પ્રેમમાં તારા ડૂબેલો સાગરો તરતો રહે

  દિલીપભાઈ, સરસ લય સાથે ની ઊંડા અંતરેથી નીકળેલી તમારી ભાવવાહી ગઝલ અને તેમાં વળી હસમુખભાઈ નો સુમધુર કંઠ થી તેની અભિવ્યકિત એટલે જાણે સોનામાં સુગંધ ભળી જાણે. એક એક શેર ચોટદાર અને સરસ, અભિનંદન. લખતાં રહો અને આવી સરસ રચના અમને આપતાં રહો.

 15. dear dilipbhai gajjar,
  first i give my introduction my self bhavesh patel,nephew of sumat rakholiya Canada-ahmedabad.i have heard about you so many times in our satsang prarthana from mansukh kakadia and vijaybhai hasmukhbhai.now i understood why they are talk about you lots of time.
  i must say your gazal is so meanningful.till this day i have never taken interest in music as well as songs.
  but after hearing your gazal i got pinch in my mind and get interest in music . i can say all things with your gazal is extra ordinary and fantabulous .i pray to god to get power of more n more meaningful gazal made by you .
  your well wisher
  bhavesh patel (ahmedabad mandal)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s