માઈક મળે તો કોઈ છોડે ?…કૄષ્ણ દવે

Self Publicity copy


પરસેવો  બિચ્ચારો  રઘવાયો  થઈને  ભલે ચહેરા પર આમતેમ દોડે !

માઈક મળે તો કોઈ છોડે ?


નાના અમથા એ ટીંપા શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?

આકાશે ચાંદો છે,  ચાંદામાં  પૂનમ  ને  પૂનમના  પાયામાં  બીજ છે

વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ  જોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેચાતા ભાગમાં

કંટાળો જાણે કે આખ્ખુ  કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં

તાજા ઉઘડેલ એક વક્તાને  ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


છેલ્લી બે વાત, એવું  કાનમાં  પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે

છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે

સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


કૄષ્ણ દવે


10 thoughts on “માઈક મળે તો કોઈ છોડે ?…કૄષ્ણ દવે

 1. ખરેખર સો ટકાની વાત કરી કૄષ્ણ્ભાઈ દવે..આ માઈક જો હાથમા આવે તો કોઈને છોદવુ ના ગમે..છેલ્લે સાકર ગાંગડાને મંકોડાની વાત પર મનભરી હસી..આભાર દિલીપભાઈ
  સપના

 2. સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
  માઈક મળે તો કોઈ છોડે ?

  sabhaani maja ane sajaa.

  Ramesh Patel(Aakashdeep)

 3. કૄષ્ણભાઈ ની આ રચના ખુબ જ વખણાયેલી, ખુબ જ સરસ રચના! પણ દિલીપભાઈ, તમે પંકિતઓ ને લેખની જેમ જ સડસડાટ સીધે સીધી જ રાખી ને લખી છે, આ કાવ્ય “વેબ મહેફિલ” માં પણ આવેલ છે આપ તે જોઈ લે શો, તો ખ્યાલ આવી જશે.

 4. સ્વાનુભવે કહું છું, ખૂબ નમ્રતાથી કે મહેફિલમાં કૃષ્ણ દવે માઈક પર હોય તો એમને આ રચના રજુ કરતા સાંભળવાનો લ્હાવો અનેરો છે… અને જો કૃષ્ણ દવે જ્યાં સુધી આ રચના રજુ ના કરે એમેને માઈક ના છોડવા દેવાય એ વાત મારા મતે તો ચોક્કસ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s