મને ભીડમાં ના ભટકવું ગમે છે-દિલીપ ગજજર.

ગઝલ

મને  ભીડમાં ક્યાં ભટકવું ગમે છે

હ્દય કેરા  અવકાશે મળવું ગમે છે

ભલે   કોઈ   શંકા  કુશંકા   કરે  ને,

મને  પ્રેમમાં  પલપલ  પડવું  ગમે છે

આ પડવાનું હલ્કૂં નહિ સમજો મિત્રો,

કદી  પૂષ્પ  થઈ  ચરણે  ચડવું ગમે છે

નથી  સાવ  સીધો પ્રણયપંથ  જગમાં

મળે  દુઃખ કે ઠોકર તે  સહેવું  ગમે છે

સજાઓના શિરપાવ શિર પર ચડાવું

મને  સ્થાન  ક્યાં  તેનું  લેવુ  ગમે છે

પ્રિયાના મિલનમાં મળે છે જે આનંદ

તરસતું  જગત  જોઇ  હસવું ગમે છે

નજર  મળતા  તેની પિયુષપાન થાયે

પછી  સર  ઝુકાવી  ના  ફરવું ગમે છે

બધાનો  છે  માલિક  તો  બંદૂક લઈને

મને  તેના  નામે  ના  લડવું  ગમે છે

મળે ના મળે , સપના સાકાર છે ત્યાં

‘દિલીપ’ ને ગઝલ દર્પણ જોવું ગમે છે.

-દિલીપ ગજજર.

આ ગઝલ અગાઉ કુતૂબ આઝાદના  સામયિક ‘તમન્ના’ માં બગસરાથી તુરાબ હમદમ થકી પ્રસિદ્ધ થયેલ.

16 thoughts on “મને ભીડમાં ના ભટકવું ગમે છે-દિલીપ ગજજર.

 1. પ્રિયાના મિલનમાં મળે છે જે આનંદ
  તરસતું જગત જોઇ હસવું ગમે છે
  નજર મળતા તેની પિયુષપાન થાયે
  પછી સર ઝુકાવી ના ફરવું ગમે છે
  દિલીપભાઇ,
  ખુબ અર્થસભર ગઝલ બની છે આલાઈનો ખુબ ગમી ..મક્તાનો શેર પણ સરસ થયો છે…વળિ નથી પ્રણય પથ અઘરો કહી ને સેહવાનિ વાતને ગમાડી છે ત્યારે…તમારાંમાં નો પ્રેમી સફળ બતાવે છે..ખરેખર સરસ રચના બની અભિનંદન
  સપના

 2. પ્રિય દિલીપભાઈ,
  પ્રેમમાં પડવાનો અનુભવ હોય તેને જ ખબર પડે… કહ્યું છે ને કે મહીં પડ્યાં તે મહાસુખ માણે દેખણહારા દાજે જોને… આમાં દરેક જાતનો પ્રેમ સમજવો… કોઈને પ્રભું સાથે થયો હોય તો કોઈને કોઈ વ્યક્તિ સાથે તો કોઈને કોઈ પ્રવ્રુતિ સાથે…
  પણ ટુંકુ ને ટચ… રચના વારંવાર વાંચવાનું મન થયું

 3. સરસ રચના.

  આ રચના કુતૂબ આઝાદના સામયિક ‘તમન્ના’ માં પ્રકાશિત થવા બદલ અભિનંદન.

  તમારી ગઝલો માણતા માણતા મારા માનો કવિ જાગી જાય છે.

  ‘ભીડ’ શબ્દ અને ભીડથી હું ય ડરતો રહ્યો છું!

  આ ગઝલ વાંચતા વાંચતા ત્વરિત સ્ફૂરેલ એક પંક્તિ(મુક્તક??) રજુ કરવાની ગુસ્તાખી કરૂં છું….

  લાખ લાખ લોકની ભીડમાં રહીને ય હું સાવ અલાયદો રહ્યો
  મને હું ઓળખતો થયો. ચાલો, એટલો તો થોડો ફાયદો થયો.

 4. પ્રેમનું માધુર્ય સરસ રીતે પ્રગટાવ્યું અને છલકાવ્યું હૈયા સુંધી.
  ગઝલ દ્વારા દિલીપભાઈ સદા ઉભરાતા રહો.અભિનંદન.

  અને શ્રી નટવરભાઈની અર્થભરી પંક્તિઓ ખૂબજ સરસ લાગી.

  પણ મને તો ભેગા થવાનું વધુ ગમે.

  એકલાને એકલા કંઈ ના વળે
  મેળામાં મહાલો ‘આકાશદીપ’તો
  માણીગર આવી મળે
  બંસરીમાં પૂરો હવાતો સૂર આવી મળે
  એકલાને એકલા કંઈ ના વળે
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. નથી સાવ સીધો પ્રણયપંથ જગમાં
  મળે દુઃખ કે ઠોકર તે સહેવું ગમે છે

  આ પંક્તિઓ સારી થઇ છે. અભિનંદન..
  મુક્તક વધુ ગમ્યું. સરળ ભાષામાં ભાવવાહી રજુઆત.

  એક બીજી વાત. દિલિપભાઇ, તમારા અક્ષરો બહુ સુંદર છે.

  લતા હિરાણી

 6. નથી સાવ સીધો પ્રણયપંથ જગમાં
  મળે દુઃખ કે ઠોકર તે સહેવું ગમે છે

  સજાઓના શિરપાવ શિર પર ચડાવું
  મને સ્થાન ક્યાં તેનું લેવુ ગમે છે

  આખી ગઝલ સરસ છે. પણ આ બે શેર અધારે ભાવ્યા.

  મને પ્રેમમાં પલપલ પડવું ગમે છે.
  રોજ સૂરજ ઉગે એમ પ્રેમ પણ રોજ ઉગવો જ જોઈએ.

 7. સરસ ગઝલ ! એમાંય શેર તો કાબીલે દાદ થયો છે

  આ પડવાનું હલ્કૂં નહિ સમજો મિત્રો,
  કદી પૂષ્પ થઈ ચરણે ચડવું ગમે છે

  થોડુંક સુચન કરવાની ગુસ્તાખી કરું છું
  મત્લા ની પ્રથમ પંક્તિમાં
  મને ભીડમાં ના ભટકવું ગમે છે
  આમાં ના ને બદલે ક્યાં કરીએ તો કેમ?

  મને ભીડમાં ક્યાં ભટકવું ગમે છે?
  હ્દય કેરા અવકાશે મળવું ગમે છે
  i enjoyed it

 8. ભટકી ગયેલા માણસમાં ઉભરાયેલો પ્રેમ વાંચવો ન ગમે તો મારે દર્પણમાં જોઈ કહેવું પડે
  “પછી સર ઝુકાવી ના ફરવું ગમે છે” પણ પછી
  “પ્રિયાના મિલનમાં મળે છે જે આનંદ”
  અને એટલે જ” ગઝલ(અને) દર્પણ(બન્નેમાં) જોવું ગમે છે.”
  મને ભીડમાં ક્યાં ભટકવું ગમે છે….
  દિલીપભઈ હર્ટા મુલરને એની નવલકથા માટે નોબેલ પ્રાઇઝ અપાયુ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s