સહારો
પ્રેમને જ્યારે વફાનો સાથ મળતો જાય છે
સિલસિલો એ પ્યારનો મજબૂત બનતો જાય છે
બિન સહારે ઝોલાં ખાતી ને હતી અટવાયેલી
‘સિરાજ’ નૌકા ને કિનારો આજ મળતો જાય છે
સાગરનો તાગ ના મળે ડૂબી ગયા વિના
પાપી હદયને જાતે અજવાળી નાખશો તો
ધોવાય જાશે પાપ પણ કાશિ ગયા વિના
મળશે નહીં જીવનમાં અમનો અમન કદી પણ
લાલચ ને મોહમાયા વીસરી ગયા વિના
ચાલ્યા ગયા જગતથી ઉમરાવ બાદશાહો
ધન-સંપતિ ખજાનો બાંધી ગયા વિના
મળશે તો ચેન કઈ રીતે મળશે કહો ‘સિરાજ’
દુનિયાના ઝંઝાવાતથી છુટી ગયા વિના
-સિરાજ પટેલ ‘પગુથનવી’
તેમના સંગ્રહ ‘ફ્રોમ લંડન વીથ લવ’ માથી સાભાર, અમનો અમન = શાંતિ
પ્રેમને જ્યારે વફાનો સાથ મળતો જાય છે
સિલસિલો એ પ્યારનો મજબૂત બનતો જાય છે
આભાર દિલીપભાઈ સરસ ગઝલ લાવ્યા..
સપના