17 thoughts on “પ્રિય તું પ્રિય તું ગઝલનો પ્રાસ છે ! -દિલીપ ગજજર

 1. લાખ લાખ જોજનો દૂર હોવા છતાં,
  આસપાસ કેમ તારો અહેસાસ છે …

  અને

  તુજ વિણ એક પલ કેમ જીવી શકું,
  ધડકને તું હી રે, તું હી રે શ્વાસ છે …

  એકદમ સ્પર્શી ગયા .. બેકરારી અને પિપાસા છલકતી અનુભવાય છે. આ શેર પણ સ્પર્શી ગયો …

  દૂર તક સાવ સૂનું શહેર આમ તો,
  અંતરે પ્રિયતમ આગમન આશ છે …

 2. દિલીપભાઈ

  હ્રદયસ્પર્શી ગઝલ બની છે પહેલી બે લાઇનો એટલી અસરકારક લાગિ કે આગળ વાંચતા આવી લાઈનો નહી મળે પણ આગળ જતા તુજ વિણ એક પળ આવ્યુ અને તુહિ રે તુ હિ રે વાહ કમાલ થૈ ગૈ
  આભાર
  સપના

 3. જે દિલે હોય ના પ્રેમ તે માનવી
  યા તો પથ્થર છે યા જીવતી લાશ છે

  રંગથી રુપથી દેશ કે ધર્મની…
  સીમથી પાર છે, તું સખા ખાસ છે

  આખી ગઝલ ગમી પણ ઉપરના બે શેર લાજવાબ છે.

 4. સહુ પ્રથમ તો સર્વે સાહિત્યરસિક મિત્રોને થેંકસગિવિંગની ઘણી ઘણી શુભકામનાઓ…!

  દિલીપભાઈ,
  એક કશીશ છે આપની રચનામાં.
  મજાની ગઝલ. અને મને પણ એક કંઈક લખવાની પ્રેરણા આપી ગઈ આપની ગઝલ. હા, એમાં બંધારણ નથી તો દરગુજર કરશો.
  અને મારી ગુસ્તાખીને માફ કરશો.

  કાયમ ફૂલોની આસપાસ રહે છે.
  કાંટા તો ય થોડાં ઉદાસ રહે છે.

  સબંધો સજની ફૂલો જેવા હોય છે.
  સુકાય જાય તો ય સુવાસ રહે છે

  છેતર્યો મને તેં પગલે પગલે સજન
  તો ય તારા પર મને વિશ્વાસ રહે છે.

  અને,
  આ શરાબ ચીજ એવી છે શાકી
  વધુ પીઓ એટલી વધુ પ્યાસ રહે છે.

 5. વાહ નટવરભાઇ
  સરસ કાવ્ય બની ગયુ!!

  દિલીપભાઇ તમારી ગઝલ ફરી વાંચી અને નટવરભાઈનો કાવ્યમા જવાબ વાંચ્યો!! મજા આવિ આ સિલસિલો આગળ વધારુ? હુ તમારી તથા નટ્વરભાઈ જેવી સાહિત્યકાર નથી પણ હમને ભી બ્લોગ જગતમે થોડા નામ કમાયા હૈ..

  વિટળાતી વેલી તારી આસપાસ છે
  તરુવર શીશ જુકાવ આધાર આસ છે.

  ખૂલી આંખથી તુ દૂર નજર આવે,
  બંધ આંખે લાગે જાણે તું પાસ છે

  અભિનંદન
  સપના

 6. બહુત ખુબ દિલીપભાઈ ! પ્રચુર પ્રણયસભર ગઝલ થઈ છે
  દૂર તક સાવ સુનું શહેર આમતો ,
  અંતરે પ્રિયતમ આગમન આશ છે

  દૂર દૂર કોઈ નજર ન આવે રસ્તાઓ,ગલીઓ,અને સુનું નગર હોય તોય અંતરે એ આવશે ! એ આવશે! એવી શ્રધ્ધા તો કોઇક જ રાખી શકે ,દરેક શેર અર્થસભર થયા છે
  આ ઉપરના શેરમાં શહેર ના બદલે નગર લઈ શકાય

 7. દિલીપભાઈ સંવેદનો આવે છે લય લઈને અને તમારા શબ્દને લવચિક બનવે છે,જેમાથી, જે કહેવું છે તે સરળતાપૂર્વક સંભ્ળાય છે.ગઝલની સરળતામાં અભિવ્યક્તિ જ ચોટ છે.

 8. શ્રી દિલીપભાઈ,

  ને પધારે અંતરે આનંદ જાણે ઈશ્વર બની

  છે પ્રિયતમ પાસ તો સઘળું રમે સુંદરતા ભર્યું

  રમે શબ્દો લઈ મધુરતા ઉરની લાગણીઓ ઝીલી

  વ્યોમની જલધારાથી દિલીપ દિલ ગઝલતા ભર્યું

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s