લેસ્ટરગુર્જરી ની પ્રથમ વર્ષગાંઠે…

લેસ્ટરગુર્જરી ની પ્રથમ વર્ષગાંઠે આપ સહુનો આભાર

નમસ્કાર મિત્રો, આજે ૧૬મી ડીસેમ્બર લેસ્તરગુર્જરીનો જન્મ દિવસ. એક વર્ષ પુરુ થયું તે ખબર પણ ના પડી જેમ બે પ્રેમી આપસમાં વાતચીત કરે ત્યારે સમય ખુબ ગતિથી પસાર થઈ જાય છે તેવું સાંભળ્યું છે તેમ જ એક વર્ષ કયારે થઈ ગયું ખબર જ ન પડી..પરન્તુ આજે જે મનમાં ઉમંગ છે જાણે કે એક ઉત્સવ જ..आध्येव कुसूम प्रसूतिसमये य्त्स्या भवत्युत्सवः…

ખુબ જતન અને વહાલથી ઉછેરેલ છોડની ડાળે જ્યારે પ્રથમ ક્ળી પ્રગટે છે અને પૂષ્પત્વ તરફ પ્રયાણ કરે છે ત્યારે શકુન્તલા ઉત્સવમય બની જાય છે તેવો જ ભાવ આજે મનમાં ઉઠે છે. જે જે મિત્રોએ પ્રેરણા આપી મારી કૃતિને પ્રતિભાવ આપી પોરસાવી તે સહુનો આભાર વ્યક્ત કરું છું અને કરી આગામી સમયમાં તેમનો સહકાર પ્રાર્થુ છું. મને લેસ્ટરગુરજરી થી આપણી ગુજરાતી ભાષાનનું જતન કરવાની તક મળી છે તે માટે આ માધ્યમનો પણ મનોમન આભારી છું. અનેક સૃહદ મિત્રો મને લેસ્ટરગુર્જરી ને કારણે મળ્યા જેમના સદભાવ અને સહકાર મળતા રહે છે. તેમના સૂચનો મને વિકાસ તરફ લઈ જાય છે.વર્ષ દરમિયાન અનેક સાહિત્યના કાર્યક્રમો ઉજવાયા તે બધાની વિગત મને અહી પ્રકાશિત કરતાં ખુબ આનંદ થયો.        -દિલીપ ગજજર

***************************************************************

જે હતી આશા દિલીપની તે ખરેખર છે ફળી

ગુર્જરીની ખેતી જગમાં આજ છે ફૂલી ફલી

છે સફળતાના શિખર પર ગર્વથી બિરાજમાન

આવ બતલાવું તને એ લેસ્ટરની ગુર્જરી

-બેદાર લાજપુરી

લેસ્ટરનું ગૌરવ કહી શકાય એવા કવિમિત્ર બેદાર લાજપુરી જેઓ લેસ્ટરના એક્માત્ર ઉમદા શાયર છે ઉપરાંત ગુજરાતી લિટરરી ગ્રુપ ઓફ લેસ્ટરના પ્રેસિડેન્ટ છે. તેઓએ પાઠવેલી શુહેચ્છા બદલ આભાર.

***************************************************************

દિલીપભાઇ,
આપને લેસ્ટર ગુર્જરિના જ્ન્મદિવસ માટે ખૂબ ખૂબ મુબારકબાદી..તમારી ગઝલોમાં હમેશા કૉઈ સંદેશ હોય છે સાહિત્યજગતને તમારી જરુર છે.તમે સાહિત્ય જગત્ના ચાંદ બનિ ચમકતા રહો એવિ મારી દિલનિ દુઆ છે આ બ્લોગ જગત માટે એક શે’ર યાદ આવે છે
ચલા થા મે અકેલા મંઝિલકી જાનિબ,
લોગ મિલતે ગયે કારવા બનતા ગયા.

દિલથી મુબારક્બાદી હો કબૂલ,

લખતા રહો દિલની દુઆ હો કબૂલ,

ચંદ્રમા જેવા ચમકતા રહો સદા,

ચાર ચાંદ લાગે બ્લોગને દુઆ હો કબુલ

ખૂબ શુભેચ્છાઓ  -સપના

http://kavyadhara.com/

જેઓ અચ્છા કવિયત્રિ છે અને કાવ્યધારા બ્લોગ છે જેની લીન્ક દ્વારા આપ તેમની રચનાઓ માણી શકશો


***************************************************************

Congratulations on the first birthday of the Leicester Gurjari

હથેળી પર આખું ગગન રાખું છું
નયનમાં તારું ચમન રાખું છું
છે નખશિખ સુંદર રૂપાળા
મુલાયમ એવાં કવન રાખું છું
થઈ છે સૌભાગ્યની આ અસર
કે ભક્તિમાં મન મગન રાખું છું
ઉડી જઈશ ઘડીમાં હું પણ
બસ ઝાકળ જેવું વજન રાખું છું
વસી જાય જગત આપોઆપ
દિલમાં એવી લગન રાખું છું
આ સાત દરિયા પાર ‘બાબુલ’
ધબકતું મારું વતન રાખું છું
—–‘બાબુલ’———-

best weishes, Faruque Ghanchi http://www.avataran.blogspot.com

***************************************************************

લેસ્ટર ગુર્જરી સાત સમંદરે સદા છલકતી ભાળી

નિત નવી  સૌરભથી  દેતી  ભાવ ભરેલી  થાળી

દિલમાં રમતી કવન ધારા કેવી ખળ ખળ વહેતી

‘દિલીપ’ સદા પ્રસન્ન રહે એ આશીષ આજે રમતી

 

 

શ્રી દિલીપભાઈ,
સાહિત્ય અને ભાવના આપના સંસ્કારમાં વણાયેલા છે. આપને ભગવાને સાથેસાથે સુંદર કંઠ આપેલો છે. આપના હૃદયથી થતા પ્રયાસો પુષ્પ સમાન મહેંકે છે. આપના કૌશલ્યથી આપ એક અનોખી રીતે આપની ભાવના સરસ રીતે ભોગ્ય બનાવો છો. મારા માટે આ બાબત લીમીટેશન છે પણ આપના જેવાના પ્રતિભાવથી અંતરમાં આનંદ છલકાય છે.
આપના ભાવથી ભરેલા ગીતને અમે સહ કુટુમ્બ માણ્યું અને આપની શબ્દની ભાવનાને અનુરુપ આરોહ અવરોહથી આ કૃતિની અસલીયત આપે નીખારી દીધી. આપની આ ભેટ માટે આભાર અને અભિનંદન. લેસ્ટર ગુર્જરીની સુગંધ સાત ખંડૉમાં લહેરાતી રહે એવી શુભેચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)
***************************************************************

લેસ્ટર ગુર્જરીના એક વર્ષ નિમિતે મુક્તક દ્વારા શુભેચ્છા,

વિનયને વસુબેન છે બેદાર ગુર્જરી

ધીરેન, ભવનભાઈ, દિલીપ લેસ્ટર ગુર્જરી

ગુજરાતનો જ્યા નાદ ગુંજે રાત ને દહાડો,

જાણીતું શહેર યુ.કેનું છે લેસ્ટર ગુર્જરી

-કવિશ્રી, બાબર બમ્બૂસરી

ચેરમેન ઓફ ગુજરાતી રાઇટર્સ અએસોસિએશન બ્લેકબર્ન

***************************************************************

લેસ્ટર ગુર્જરીએ 1 વર્ષ પૂરું કર્યું એ નિમિત્તે અઢળક શુભેચ્છાઓ. તમે નિયમિત રીતે વાચકોની વાચન ભૂખ સજ્જ્તાથી સંતોષી છે.

ખાસ કરીને શાંત ને સુઘડ રસના કાવ્ય વૈવિધ્ય સબબ આ બ્લોગ નોખો તરી આવે છે.

તમે મિત્રો અને ગુરુજનોની રચનાઓ પણ અવાર નવાર મૂકો છે જે તમારા બૃહદ લાગણીશીલ અસ્તિત્વનું દ્યોતક છે.

લેસ્ટર ગુર્જરી તમારા વાસંતી સંસ્પર્શથી સતત નવપલ્લ્વિત થતી રહે એ શુભેચ્છાઓ.

-કવિ શ્રી પંચમ શુક્લ

***************************************************************

લેસ્ટરમાં એતો વસે ગુજરાતના જ દિલીપ છે

પોતે લખે ગીતો-ગઝલ પોતે જ ગાય દિલીપ છે

કાયમ કરે ઝાઝી મદદ સૌને મને એ માનથી

આભાર ને શુભકામનાના જ હકદાર દિલીપ છે

-કવિ શ્રી જગદીશ ક્રિસ્ચિયન

***************************************************************

દિલીપભાઈ,
લેસ્ટર ગુર્જરીને એક વર્ષ પૂરું થયું તે નિમિત્તે શુભેચ્છા.
મારા શબ્દોમાં જ

તન ભલે પરદેશ હો, મન મહેકવું જોઈએ
સંપત્તિ કેરા નશાથી ના બહેકવું જોઈએ,
ભાઈચારો, લાગણી હો, વસુધૈવ કુટુંબકમ્,
ગુજર્રીની મહેંકથી ઘર-ઘર મહેંકવું જોઈએ.

દિલીપભાઈ,લેસ્ટરગુર્જરી એક વર્ષ પૂરું કરે છે તે ખુબ આનંદની વાત છે. ગુજરાતની બહાર, વિદેશમાં રહી ગુર્જરી સાહિત્યને ધબકતું રાખવાની આપની જહેમત સફળતાની નવી ઉંચાઈઓ સર કરે એવી શુભકામના છે. સાથે સાથે આપનામાં રહેલો સર્જક નવીન કૃતિઓથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરે એવી પણ આશા છે. વધુ તો શું લખું.

 

શુભેચ્છા સહ. – દક્ષેશ.

13 thoughts on “લેસ્ટરગુર્જરી ની પ્રથમ વર્ષગાંઠે…

 1. આપના બ્લોગને એક વરસ થયાના અભિનંદન. તમારી વિવિધ કળા અને કૌશલ્યથી તમારો બ્લોગ હંમેશા ચમકતો અને દમકતો રહે એવી શુભેચ્છાઓ. બ્લોગના કારણે આપણે નેટ-મિત્ર બન્યા છીએ એ મિત્રતા પણ તમારા બ્લોગની માફક વિસ્તરતી રહે એવી આશા.

  લેસ્ટરમાં એતો વસે ગુજરાતના જ દિલીપ છે
  પોતે લખે ગીતો-ગઝલ પોતે જ ગાય દિલીપ છે
  કાયમ કરે ઝાઝી મદદ સૌને મને એ માનથી
  આભાર ને શુભકામનાના જ હકદાર દિલીપ છે

 2. આપના બ્લોગની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છા.
  આપે મને પંક્તિ મોકલી હતી. પણ સમયને અભાવે લખી નથી શક્યો તો માફ કરશો.

  આપની સાહિત્ય પ્રિતીની સુવાસ આમ જ ફેલાતી રહે.
  કાવ્ય,ગઝલ અને ગીતની ગંગા આમ જ રેલાતી રહે.

  આપને અને આપના સમૃધ્ધ સાહિત્ય વર્તુળને અભિનંદન..

 3. દિલીપભાઈ,
  લેસ્ટર ગુર્જરીને એક વર્ષ પૂરું થયું તે નિમિત્તે શુભેચ્છા.
  મારા શબ્દોમાં જ

  તન ભલે પરદેશ હો, મન મહેકવું જોઈએ
  સંપત્તિ કેરા નશાથી ના બહેકવું જોઈએ,
  ભાઈચારો, લાગણી હો, વસુધૈવ કુટુંબકમ્,
  ગુજર્રીની મહેંકથી ઘર-ઘર મહેંકવું જોઈએ.

  ખરું ને ?

 4. લેસ્ટર ગુર્જરી સાત સમંદરે સદા છલકતી ભાળી

  નિત નવી સૌરભથી દેતી ભાવ ભરેલી થાળી

  દિલમાં રમતી કવન ધારા કેવી ખળ ખળ વહેતી

  ‘દિલીપ’ સદા પ્રસન્ન રહે એ આશીષ આજે રમતી

  રઅમેશ પટેલ(આકાશદીપ)

 5. ખૂબ ખૂબ અભિનંદન દિલીપભાઈ , ૧૬ ડીસેમ્બર ના લેસ્ટર ગુર્જરી ના જન્મદિવસ માટે. થોડા મોડા પણ અમારા દિલથી મોકલેલી શુભકામના સ્વીકારશો

  સાધના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s