રંગદ્વેષી જીવલેણ હુમલો…તારું મારું એક રંગનું ભાન કંઈ આવ્યું ખરું ?

તાજેતરમાં જ યુ.એસ.પોલીસે નિર્દોષ નાગરીક ઉપર

અકારણ કરેલા રેસીસ્ટ જીવલેણ એટેકની દુર્ઘટના પરથી આ રચના,….

આપને અને સમગ્ર પરિવારને પુનઃ સ્વસ્થ જીવન માટે અંતરની પ્રાર્થ્ના.


એટલું સમજી  જવું  આ  જિન્દગી  સોગાત છે !

ઈશની આ ભેટ પાસે અન્ય અન્યની વિસાત છે ?

જે  કરે  એટેક  રેસીસ્ટ  તે બહુ  કમજાત  છે

હોય  ના  માનવ્ય  જેનામાં  બહું પછાત છે

માનવી  માનવને  રક્ષે એટલી બસ આશ છે

રક્ષકો  ભક્ષક  બને  તો  રાષ્ટ્રનો  વિનાશ  છે

પાપ  જાણી  જોઇને  જેઓ  કરે તે માફ છે ?

ખુદ  ફરજ  ચૂકી કરે જૂલ્મો કહો ઇન્સાફ  છે

નાગરીકને  દેશ  માટે   નિષ્ઠાને  સ્વમાન  છે

જ્યાં કરે અપમાન  રક્ષક તેમને  કંઈ ભાન છે

લોક  માટે  લોક લીધે  લોકથી ગણ તંત્ર જ્યાં

કોઇ જૂલ્મી થાય તો ઉથલાવવા  સ્વતંત્ર ત્યાં

હો ભલે  રંગે રુપાળા પણ  હ્દય ઈર્ષા  ભર્યા

અન્યના સુખ જોઇને તત્કાલ તે જીવતા મર્યા

દેશના  રખેવાળ  જો શરીફ ના  બદમાશ  છે

તેમનાથી જીન્દગીની  રાખવી  શું  આશ  છે

રંગ  જોઇ  લોહી  વહાવ્યું  લાલ તેં જોયું ખરું !

તારું  મારું  એક  રંગનું ભાન કંઈ આવ્યું ખરું ?

હે પ્રભુ માનવ-જીવન વિશ્વાસ ના ગુમાવજે

આ  પરિવારને   મુસીબતમાંથી  તું ઉગારજે

જે દિલે અસ્તિત્વની  સંવાદિતાનો  તાલ  છે

ત્યાં  અહિંસા  પ્રેમની  કરુણામયી નાતાલ છે

ન્યાય તું  નિર્દોષને  દેજે  દિલીપની  પ્રાર્થના

જૂલ્મીઓને જૂલ્મ કરવા  છૂટ દે તો અર્થ ના

-દિલીપ ગજ્જર

બનાવની વિગત એવી છે કે યુ.એસનો ગોરો પોલીસ અફસર અશ્વેત એશિયનની જડતી લઈ તેને બલજબરીથી સિમેન્ટના રોડપર પછાડી જાનલેવા હુમલો કરી દેતાં એશિયન લોહીલુહાણ થૈ જાય છે ઉપરથી પોલિસ તેને ઘાયલ અવસ્થામાં પોઇલ્સસ્ટેશને લઈ જઈને તેના પર જીવલેણ હુમલો કરવાનો આરોપ મૂકે છે તપાસમાં કોઈ ઘાતક હથિયાર અશ્વેત પાસેથી મળતાં નથી.

જાણી જોઇને જેઓ જૂલ્મો કરી રહ્યાં છે…-તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે-ઈશૂ


6 thoughts on “રંગદ્વેષી જીવલેણ હુમલો…તારું મારું એક રંગનું ભાન કંઈ આવ્યું ખરું ?

 1. રક્ષકો ભક્ષક બને તો રાષ્ટ્રનો વિનાશ છે
  બહુ દુ:ખની વાત છે કે હજી પણ માનવી માનવી વચ્ચેની જાત જાતની ભેદ રેખાઓ ભુંસાતી નથી.

 2. દિલીપભાઇ,

  આભાર આ ગઝલ માટે આવા ભક્ષકોનુ આપણે કાઇ ના બગાડી શકીએ પણ કલમમા જોર હોય છે કે સંદેશ દુનિયા સુધી પહોચાડી શકીએ..આ આગ હજુ શાંત થઈ નથી રંગભેદની રાખની નીચે હજુ નફરતના શોલાઓ છે ઈશુ આવે કે ગાંધી આવે કે માર્ટીન લુથર કીંગ આવે માનસ બદલવા મુશ્કીલ છે..હા માણસ પોતે બદલવા ચાહે તો..જેના પર હુમલો થયો તેમને તથા તેમના ઘરના સભ્યોને ઈશ્વર ધીરજ આપે..આભાર તમે પ્રસંગ અનુસાર ધારદાર ગઝલ લ્ખી.આ સાચા કવિ હોવાની નિશાની છે…
  સપના

 3. જે દિલે અસ્તિત્વની સંવાદિતાનો તાલ છે
  ત્યાં અહિંસા પ્રેમની કરુણામયી નાતાલ છે

  A True message on Natal.
  Your heart is full of feelings and this Gazal
  is its fruit.

  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s