રાધાની આંખનું આંસુ ! -શોભા જોશી રચિત કાવ્ય

 

મિત્રો આજે અમારા લેસ્ટર ના જાણીતા આને તેમાંય ખાસ તો સબરસ રેડિયોના લાડીલા શોભા જોશી રચિત કાવ્ય, રાધાની આંખનું આંસુ..આજે રજુ કરું છું અને તેઓ ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના સાથે પ્રતિભાવ આપી વધાવીએ

કેટલાયે માનવો આવી ગયા…(શ્રાવ્ય/ઓડિયો )

શ્રીમતિ શોભાબેન જોષી દ્વારા ‘કેટલાયે માનવો આવી ગયા’..નું સબરસ રેડિયો પર ઓડિયો પ્રસારણ,

‘અંતરદીપ’ સંગ્રહ પરિચય અને કવિનો ઇન્ટરવ્યુ

સંગીતઃ નારાયણ ખરે, કોરસ સ્ટુડીઓ અમદાવાદ, સ્વરાંકનઃ કિશોર ‘સાગર’,  ગાયન અને રચનાઃ દિલીપ ગજજર

પ્રિય મિત્રો, આજે રવિવારે ૨થી ૪ ના સમયે… લેસ્ટરના સબરસ રેડિયો પર શ્રીમતી શોભાબેન જોષીએ ઈન્ટરવ્યુ આયોજિત કરેલ. તેઓએ મારા ગઝલ સંગ્રહ ‘અંતરદીપ’વિષે પ્રશ્નો પૂછી શ્રોતાઓને પોતના ‘પુસ્તક પરિચય’ ના કાર્યક્રમ હેઠળ માહિતિ પુરી પાડી હતી. તેમણે પણ એક ગઝલ પઠન કરેલ અને પછી મને પણ એક ગઝલ ગાવા માટે અનુરોધ કરેલ તો, કેટલાયે માનવો ની બે પંક્તિ ગાઈ ત્યારબાદ તેઓએ, ‘કેટલાયે માનવોની..’ ઓડિયો રેડિયો પર પ્રથમવાર ઓન એર વહેલી કરી જે હાલ જ સ્વરબદ્ધ કરી અને રેકોર્ડ કરી છે. શોભાબેનની આગવી રજુઆતથી અનેક શ્રોતાઓ રેડિયો પર ફોન દ્વારા આવ્યા અને ‘અંતરદીપ’ સંગ્રહને શુભેચ્છા પાઠવી અને ઓડિયોને બિરદાવી..ત્યાર બાદ તેમણે ‘લેસ્ટરગુર્જરી’ ને પણ એક વર્ષ પુરુ થયે ખુબ અભિનંદન આપ્યા. આ સમયે લેસ્ટરના સદગત વિનય કવિને યાદ કર્યા હતા. આપણી ગુજરાતી ભાષા માટે જે કાર્ય શોભાબેન કરી રહ્યા છે, સ્થાનિક કવિ, કલાકારોને રજૂ કરી જે પ્રોત્સાહન આપી રહ્યા છે તે બદલ તેમને ‘લેસ્ટરગુર્જરી’ અને સાહિત્યરસિક મિત્રોના ખુબ ખુબ અભિનન્દન. -દિલીપ ગજ્જર

કેટલાયે   માનવો  આવી   ગયાં

ખૂબ થોડા જિન્દગી  જીવી ગયા

ગામથી તો શહેરમાં જઈને વસ્યા

શહેરથી  પરદેશમાં  પહોંચી ગયા

આમ અમને આ ધરા નાની પડી

ચંદ્ર  પર  ને  મંગળે   ઊડી  ગયાં

માનવીના મન સુધી તો ના ગયા

ઈશને    પાડોશમાં   ચૂકી   ગયાં

ધ્યેય   વિનાની   ગતિથી  દોડતાં

આખરે  પાછા  ઘરે  આવી ગયાં

આવતા  ઘરમાં  જરા  મોડું  થયું

ક્યાં મને મૂકી ‘દિલીપ’ચાલી ગયા

-દિલીપ ગજજર

ધર્મ ને સંસ્કૃ તિ મા’ને બાપ છે

મુક્તક

પ્રેમ   દેવો  પ્રેમ  લેવો એ  જ  નિત્ય   ક્રમ   છે

પ્રેમીઓના  પ્રેમનો  ક્યાં સ્થાપવો  વિક્રમ   છે ?

આંખમાં તેની છબી લૈ જાયારથી ફરતો ‘દિલીપ’

તે  બધે  દેખાય, મનમાં  પાપપુણ્ય ના ભ્રમ છે

——-

કેટલો માનવ ઉપર તુજ પ્યાર  છે

દિલ  ઝૂકી  પડતું કહે  આભાર છે

ગીત, નર્તન, કાવ્ય આજે થઈ જશે,

એમ  લાગે છે  જીવન  તહેવાર  છે

19/01/’10

આ ગઝલ સૂરતથી પ્રકાશિત થતા સુરેશ વિરાણીના દ્વિમાસિક ‘કાવ્યસૃષ્ટિ’માં પ્રસિદ્ધ થઈ ચૂકેલ.

ગઝલ

ધર્મ ને સંસ્કૃ તિ  મા’ને  બાપ છે

પ્રેમ કરવો એ જ જગમાં પાપ છે ?

લાખ   ચાલે  પાઠપૂજા  તોય  શું

એક બસ તેનો નિરંરત જાપ છે !

માગશો પાણી તો મળશે દૂધ પણ

કોઈને  ચાહો તો મળશે શ્રાપ છે.

પ્રેમની લવલવ તો દુનિયા બહું કરે

પણ રમતમાં આપશે  તે થાપ છે.

જેલ  મ્હેલો  ચહું  દિશા ટૂંકી પડે

હું ને તું, દિલનો ખુણો અમાપ છે

આંધળો  જેને કહો તે પ્રેમ તો

સૃષ્ટિનું સંગીત છે, આલાપ છે

પથ્થરોમાં  સ્થાન કયાં છે પ્રેમનું

પ્રેમના મંદિરમાં તેની છાપ છે.

ધર્મનો ઉપયોગ તો ઘાતક ઠર્યો

ચોતરફ ધિક્કાર ઘૃણા તાપ છે.

પ્રેમની હત્યા ‘દિલીપ’ તેં જોઈ ત્યાં

ક્યાં  ગુનાઓ  કે સજાનું  માપ છે.

-દિલીપ ગજજર

“Falling in love you remain a child; rising in love
you mature. By and by love becomes not a
relationship, it becomes a state of your being. Not
that you are in love – now you are love”

19th Jan.Osho’s Death Anniversary

કોણ માનશે ?…સદગત વિનય કવિને અંજલિ ! તેમની જ અંતિમ રચનાથી

કોણ માનશે ?…સદગત વિનય કવિને અંજલિ ! તેમની જ અંતિમ રચનાથી

પ્રિય મિત્રો, લેસ્ટરના જાણીતા કવિ શ્રી વિનય કવિને તેમની વિદાયને એક વરસ થતા(1935-8th Jan.2009)કવિને અંજલિ પાઠવીએ, તેમની ગેરહાજરી કવિમીત્રોને ખુબ સાલતી હશે તેઓ જ્યારે સ્ટેજ પર યુવાનના ઉત્સાહથી ગઝલ કે હઝલ રજૂ કરતા ત્યારે શ્રોતાજનોના દિલ હરી લેતાં અને ભરપૂર દાદ મેળવતા. તેમણે  સાહિત્ય જગતમાં તેમના ચાર કાવ્ય સંગ્રહ અને ્છ પુસ્તકો વાર્તા અને નાટકના સર્જી ગયા. ‘દિલ એટલે દર્દ’ તેમનો છેલ્લો ગઝલ અને હઝલ સંગ્રહ હતો. પ્રત્યેક પુસ્તક પ્રગટ કરતા સમયે તેઓ લોન્ચીંગ વખતે મુશાયરો કરતા અને કવિમિત્રોને સારો એવો પુરસ્કાર આપી  આખી મહેફીલને જમાડતા, મફતિયાવૃત્તિ ધરાવતા ગુજરાતીઓમાં પુસ્તક બહુ વેચાતા નહિ છતાં પોતે વેચાયેલા પુસ્તકની રકમ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન કે અન્ય ટ્રસ્ટમાં આપતા. તેમની વિદાયના ચાર દિવસ પહેલા જ મને તેમની આ રચના પોસ્ટમાં મોકલી આપેલી આ તેમની કદાચ આ અંતિમ કૃતિ હશે જે મારી પાસે હસ્તાક્ષરમાં મોજુદ છે. યુ.કે.ના મોટાભાગ્ના મુશાયરાઓમાં હું તથા કવિમિત્રો બેદાર લાજ્પુરી તથા વસુબેન ગાંધી તથા અશોક્ભાઈ પટેલ ,અમે સાથે  મળી ભાગ લેવા જતાં હતાં. તેમની યાદમાં એક મુશાયરો કરવાની મારી અને લેસ્ટરના કવિમિત્રોની ઈચ્છા છે ખરી…તેમની જ અપ્રકાશિત રચના,છંદાછંદ ચંચૂપાત વિના ‘કોણ માનશે ?’  હઝલથી અને મારા એક મુક્તક્થી તેમના સદગત આત્માને ભાવભીની અંજલિ-દિલીપ ગજ્જર, લેસ્ટર

ગુણનું વાચક વિનય કવિનું નામ

મહેફિલો ગુંજાવતું કવિનું કામ

દર્દ દિલનું તે સહી ચાલ્યા ગયાં,

સાવ સૂનું થૈ ગયું લેસ્ટરનું ધામ

-Dilip Gajjar

 

પ્રિય તું ! (શ્રાવ્ય)-દિલીપ ગજજર

પ્રિયદર્શીની જીવનસાથીને,…..

https://leicestergurjari.files.wordpress.com/2010/01/5-priy-tu.mp3

આ ગઝલ સાંભળવા ઉપરની લીંક પર ક્લીક કરો.
ગાયકઃ હ્સમુખ ગોહીલ,શ્વરાંક્નઃ કીશોર સાગર,સંગીત બ્રિજ જોષી

પ્રિય તું  ગઝ્લે  મને  વંચાઈ  ગઈ

પ્રાસ  થઈને ગીતમાં  ગૂંથાઈ  ગઈ

કઈ  છબી દિલમાં હશે શંકા  હતી

આયનામાં જોયું તો પરખાઈ  ગઈ

બિંબ  ને  પ્રતિબિંબ બન્ને સાફ  છે

રુપ  જોઈ  નીજ્નું   શરમાઈ  ગઈ

એક્લો   એકાંતમાં    જોતાં    મને

પ્રેમના   ઊંડાણમાં  ખોવાઈ  ગઈ

કોઈપણ  સરહદ  નથી  તેના  ઘરે

જો જહાં મારી બધી વહેંચાઈ ગઈ

શબ્દમાં  તેના રહે તલ્લીન  દિલીપ

જિન્દગી  તારી ભલે  લૂંટાઈ  ગઈ

-દિલીપ ગજજર

મને ઓડિઓ સેટ અપ કરતાં શીખવનાર મારા કવિમિત્રો,
શ્રી દક્ષેશ ‘ચાતક’ કોન્ટ્રાક્ટર અને સપના વિજાપુરાનો આભાર દિલ સે !
ગાયકમિત્ર શ્રી હસમુખ ‘તારક’ને એક મુક્તક ઃ-

પ્રસિદ્ધિની નથી પરવા  કશી લેસ્ટરના આ ગાયક

છુપા  રુસ્તમ  સમા હસમુખનું ઉપનામ છે તારક

સવિતા  જેની સેવામાં સતત ઉભી રહે નિશદિન,

કલાથી  શારદા  હરખાય  તેવી  વાણીના ધારક !


-દિલીપ ગજજર

બે હજારને નવ સરક્યું…..

પ્રિય મિત્રો, આપ સહુને નવા વરસના અભિનન્દન..આપણે મળતા રહીશું અને માણતા રહીશું ગુર્જરી મહેફિલો ની રંગત ગયા વરસની જેમ જ સફરમા સાથે રહીશું આજે જ શીઘ્ર રચના હસ્તાક્ષરમાં જ રજુ કરુ છું આશા છે ગમશે, આપના પ્રતિભાવની અપેક્ષાસહ…દિલીપ ગજજર