પ્રિય તું ! (શ્રાવ્ય)-દિલીપ ગજજર

પ્રિયદર્શીની જીવનસાથીને,…..

https://leicestergurjari.files.wordpress.com/2010/01/5-priy-tu.mp3

આ ગઝલ સાંભળવા ઉપરની લીંક પર ક્લીક કરો.
ગાયકઃ હ્સમુખ ગોહીલ,શ્વરાંક્નઃ કીશોર સાગર,સંગીત બ્રિજ જોષી

પ્રિય તું  ગઝ્લે  મને  વંચાઈ  ગઈ

પ્રાસ  થઈને ગીતમાં  ગૂંથાઈ  ગઈ

કઈ  છબી દિલમાં હશે શંકા  હતી

આયનામાં જોયું તો પરખાઈ  ગઈ

બિંબ  ને  પ્રતિબિંબ બન્ને સાફ  છે

રુપ  જોઈ  નીજ્નું   શરમાઈ  ગઈ

એક્લો   એકાંતમાં    જોતાં    મને

પ્રેમના   ઊંડાણમાં  ખોવાઈ  ગઈ

કોઈપણ  સરહદ  નથી  તેના  ઘરે

જો જહાં મારી બધી વહેંચાઈ ગઈ

શબ્દમાં  તેના રહે તલ્લીન  દિલીપ

જિન્દગી  તારી ભલે  લૂંટાઈ  ગઈ

-દિલીપ ગજજર

મને ઓડિઓ સેટ અપ કરતાં શીખવનાર મારા કવિમિત્રો,
શ્રી દક્ષેશ ‘ચાતક’ કોન્ટ્રાક્ટર અને સપના વિજાપુરાનો આભાર દિલ સે !
ગાયકમિત્ર શ્રી હસમુખ ‘તારક’ને એક મુક્તક ઃ-

પ્રસિદ્ધિની નથી પરવા  કશી લેસ્ટરના આ ગાયક

છુપા  રુસ્તમ  સમા હસમુખનું ઉપનામ છે તારક

સવિતા  જેની સેવામાં સતત ઉભી રહે નિશદિન,

કલાથી  શારદા  હરખાય  તેવી  વાણીના ધારક !


-દિલીપ ગજજર

26 thoughts on “પ્રિય તું ! (શ્રાવ્ય)-દિલીપ ગજજર

 1. દિલીપભાઈ,

  ગઝલ ખુબ સરસ બની અને તમારો અવાજ ચાર ચાંદ લગાવે છે ઈલાબેનનો ફોટો સરસ છે મુબારક આ લાઈનો ખુબ ગમી
  એકલો જોતા મને…
  સપના

 2. Dear Dilipbhai, believe me or not I really enjoy your Gazals simply because of wordings! and specially Savita has became adictive to listen to your Gazals ever since your Gazals has been recorded!
  Many thanks for all your effort in every sense.
  All the best…. look forward to listen to your precious collection… (a specially in your own voice).
  Best regards.
  Hasmukhray (TARAK)

 3. શ્રી હસમુખભાઈ તથા સવિતાબેન, આપ બંનેનો પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર.ઓડિયો આલ્બમના પ્રોત્સાહન બદલ આભાર મારે હજી ઘણું શીખવાનું છે હજી પા પા પગલી ભરું છું.
  આજે જ સવારે તમારી યાદ આવતા જે વિચાર મનમા આવેલ તે તમને મુક્તકરુપે અર્પુ છું….
  પ્રસિદ્ધિની નથી પરવા કશી લેસ્ટરના આ ગાયક
  છુપા રુસ્તમ સમા હસમુખનું ઉપનામ છે તારક
  સવિતા જેની સેવામાં સતત ઉભી રહે પાછળ,
  કલાથી શારદા હરખાય તેવી વાણીના ધારક !!!
  -દિલીપ ગજજર

 4. Hello Dilipbhai
  Wah bappu Maza Aawi Gayi Honke…Tamari Aa Navi Gazal
  પ્રિય તું ગઝ્લે મને વંચાઈ ગઈ
  પ્રાસ થઈને ગીતમાં ગૂંથાઈ ગઈ
  Ane Eni Audio…Bahuj Gami Mane…Well Done My Friend…Keep It Up..All The Very BEst..Ane Pelu Geet Kya Pahonchyu..Jaladi Upload Kare..Raj Jowai Rahi Chhe… 🙂
  Subhash Upadhyay

  • ગાયકમિત્ર સુભાષભાઈ, આપનો આભાર આ ગઝલ તેમને પોતના સીડી આલ્બમ- દિલની વાતો-માં સમાવી છે.મારા જુના મિત્ર છે.અને સારા કલાકાર છે. આપ પણ સારુ ગાવ છો અહીં તમારે કોમેન્ટ સાથે લીંન્ક આપી દેવી જેથી અન્ય પણ લાભ લઈ શકે. આભાર અને આપને શુભેચ્છા.

 5. દિલીપભાઈ આ નવા વરસની શરુઆત ગઝલ અને સંગીતને સથવારે
  મને ડાલમડોલમતો કેરી ગઈ.ગઝલ, સંવેદન અને તેની અભિવ્યક્તિ, હમેશા નીજી રજુઆત રહી છે,તેથી જ ગઝલ confessional કાવ્ય સ્વરુપ રહ્યું છે.તમારા આ અત્મ સ્વરુપમાં-“બિંબ ને પ્રતિબિંબ બન્ને સાફ છે”હું કેવળ આ નિજત્વનૂ દર્શન કરું છું કર્ણગત કળામાં.

 6. શબ્દમાં તેના રહે તલ્લીન દિલીપ
  જિન્દગી તારી ભલે લૂંટાઈ ગઈ

  દિલીપભાઈ, સુંદર ભાવો અને સુંદર રજુઆત. હવેથી દરેક ગઝલ સ્વર સાથે સાંભળવા મળશે એવી અપેક્ષા રાખું.

  • દક્ષેશ, ખુબ ખુબ આભાર બીજી ગઝલો પર કાર્ય ચાલુ જ છે આપની પ્રેરણા મને ઉત્સાહ વધારતી રહે છે આપણે પણ સાથે કામ કરી શકીશું. આપ મીતિક્ષા અને સ્વર્ગારોહણ સાઈટ દ્વારા સાહિત્યક્ષેત્રે અદ્ભૂત કારય કરી રહ્યા છો આપની નીષ્ઠાને મનોમન વંદન.

 7. ચન્દ્રવદનભાઈ નમસ્કાર. આપ નવસારીમાં હતા તેમ બ્લોગ્માં વાંચેલ. ગયા વર્ષે તમે મને મળવા પ્રયત્ન કરેલો તે યાદ છે. ખુબ ખુબ આભાર મુલાકાત બદલ.ઉતરાયણ યુકેમાં નહિ ? ને વાસી ઉતરાણ યુ.એસ.માં….

 8. દિલીપભાઈ, ગઝલ તો સરસ છે જ. રુજુ ભાવોને રજૂ કરવાની આપની હથોટી વારંવાર મહેસૂસ થાય છે.
  સ્વરાંકન અને ગાયન પણ આ ગઝલને ઉઠાવ આપે એવું થયું એવું થયું છે. હસમુખભાઈએ દિલથી ગાયું છે. એમને ધન્યવાદ પાઠવજો.

 9. એક્લો એકાંતમાં જોતાં મને
  પ્રેમના ઊંડાણમાં ખોવાઈ ગઈ
  કોઈપણ સરહદ નથી તેના ઘરે
  જો જહાં મારી બધી વહેંચાઈ ગઈ

  How to write more than this?
  હસમુખભાઈએ દિલથી ગાયું છે. એમને ધન્યવાદ પાઠવજો.

  and last Dilipbhai is Dilipbhai
  Ramesh Patel(Aakashdeep)

 10. કવિના હૃદયમાંથી નીકળીને શબ્દો જાતે જ ગોઠવાઇને કવિતા બની ગયા હોય તેવી મસ્‍ત ગઝલ.

  કવિતા-ગઝલ પ્રત્‍યેના અપ્રતિમ પ્‍યારનો જાણે જામ છલકાયો!!!

  અને પાછી સાંભળતા સાંભળતા વાંચવાની અને માણવાની !!

  દિલીપભાઇ, આલ્કોહોલનો નશો તો ખબર નથી પણ આપની આ ગઝલ સાંભળીને એક હિન્‍દી ફિલ્મી ગીત યાદ આવી ગયું… હોગા યું નશા જો તૈયાર..વો પ્‍યાર હૈ.. બસ એવા જ નશાનો અહેસાસ થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s