કોણ માનશે ?…સદગત વિનય કવિને અંજલિ ! તેમની જ અંતિમ રચનાથી

કોણ માનશે ?…સદગત વિનય કવિને અંજલિ ! તેમની જ અંતિમ રચનાથી

પ્રિય મિત્રો, લેસ્ટરના જાણીતા કવિ શ્રી વિનય કવિને તેમની વિદાયને એક વરસ થતા(1935-8th Jan.2009)કવિને અંજલિ પાઠવીએ, તેમની ગેરહાજરી કવિમીત્રોને ખુબ સાલતી હશે તેઓ જ્યારે સ્ટેજ પર યુવાનના ઉત્સાહથી ગઝલ કે હઝલ રજૂ કરતા ત્યારે શ્રોતાજનોના દિલ હરી લેતાં અને ભરપૂર દાદ મેળવતા. તેમણે  સાહિત્ય જગતમાં તેમના ચાર કાવ્ય સંગ્રહ અને ્છ પુસ્તકો વાર્તા અને નાટકના સર્જી ગયા. ‘દિલ એટલે દર્દ’ તેમનો છેલ્લો ગઝલ અને હઝલ સંગ્રહ હતો. પ્રત્યેક પુસ્તક પ્રગટ કરતા સમયે તેઓ લોન્ચીંગ વખતે મુશાયરો કરતા અને કવિમિત્રોને સારો એવો પુરસ્કાર આપી  આખી મહેફીલને જમાડતા, મફતિયાવૃત્તિ ધરાવતા ગુજરાતીઓમાં પુસ્તક બહુ વેચાતા નહિ છતાં પોતે વેચાયેલા પુસ્તકની રકમ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન કે અન્ય ટ્રસ્ટમાં આપતા. તેમની વિદાયના ચાર દિવસ પહેલા જ મને તેમની આ રચના પોસ્ટમાં મોકલી આપેલી આ તેમની કદાચ આ અંતિમ કૃતિ હશે જે મારી પાસે હસ્તાક્ષરમાં મોજુદ છે. યુ.કે.ના મોટાભાગ્ના મુશાયરાઓમાં હું તથા કવિમિત્રો બેદાર લાજ્પુરી તથા વસુબેન ગાંધી તથા અશોક્ભાઈ પટેલ ,અમે સાથે  મળી ભાગ લેવા જતાં હતાં. તેમની યાદમાં એક મુશાયરો કરવાની મારી અને લેસ્ટરના કવિમિત્રોની ઈચ્છા છે ખરી…તેમની જ અપ્રકાશિત રચના,છંદાછંદ ચંચૂપાત વિના ‘કોણ માનશે ?’  હઝલથી અને મારા એક મુક્તક્થી તેમના સદગત આત્માને ભાવભીની અંજલિ-દિલીપ ગજ્જર, લેસ્ટર

ગુણનું વાચક વિનય કવિનું નામ

મહેફિલો ગુંજાવતું કવિનું કામ

દર્દ દિલનું તે સહી ચાલ્યા ગયાં,

સાવ સૂનું થૈ ગયું લેસ્ટરનું ધામ

-Dilip Gajjar

 

6 thoughts on “કોણ માનશે ?…સદગત વિનય કવિને અંજલિ ! તેમની જ અંતિમ રચનાથી

 1. શત શત નમન સાથે કવિને શ્રધ્ધાંજલિ.

  શબ્દ સંસ્કૃત તારલો ચમકે ગગન

  ધરાની અસ્મિતા પૂંજે ચમકે ગગન

  વિનય કેમ કરી ભૂલે તને સજન

  અર્પીએ શ્રધ્ધાંજલિ વિનયને સજલ

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. કવિ શ્રી વિનય કવિને એમના જ અંતિમ કાવ્યથી અંજલિ.
  એક સહૃદય કવિ, વડીલ સદગત કવિને શબ્દથી સ્મરે એમાં શબ્દ, કવિ અને કવિતા બધાનું આ ગૌરવ વધે છે. દિલીપભાઈ, તમે લેસ્ટરગુર્જરીની સુગંધ દૂર દૂર સુધી પહોંચાડી રહ્યા છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s