ધર્મ ને સંસ્કૃ તિ મા’ને બાપ છે

મુક્તક

પ્રેમ   દેવો  પ્રેમ  લેવો એ  જ  નિત્ય   ક્રમ   છે

પ્રેમીઓના  પ્રેમનો  ક્યાં સ્થાપવો  વિક્રમ   છે ?

આંખમાં તેની છબી લૈ જાયારથી ફરતો ‘દિલીપ’

તે  બધે  દેખાય, મનમાં  પાપપુણ્ય ના ભ્રમ છે

——-

કેટલો માનવ ઉપર તુજ પ્યાર  છે

દિલ  ઝૂકી  પડતું કહે  આભાર છે

ગીત, નર્તન, કાવ્ય આજે થઈ જશે,

એમ  લાગે છે  જીવન  તહેવાર  છે

19/01/’10

આ ગઝલ સૂરતથી પ્રકાશિત થતા સુરેશ વિરાણીના દ્વિમાસિક ‘કાવ્યસૃષ્ટિ’માં પ્રસિદ્ધ થઈ ચૂકેલ.

ગઝલ

ધર્મ ને સંસ્કૃ તિ  મા’ને  બાપ છે

પ્રેમ કરવો એ જ જગમાં પાપ છે ?

લાખ   ચાલે  પાઠપૂજા  તોય  શું

એક બસ તેનો નિરંરત જાપ છે !

માગશો પાણી તો મળશે દૂધ પણ

કોઈને  ચાહો તો મળશે શ્રાપ છે.

પ્રેમની લવલવ તો દુનિયા બહું કરે

પણ રમતમાં આપશે  તે થાપ છે.

જેલ  મ્હેલો  ચહું  દિશા ટૂંકી પડે

હું ને તું, દિલનો ખુણો અમાપ છે

આંધળો  જેને કહો તે પ્રેમ તો

સૃષ્ટિનું સંગીત છે, આલાપ છે

પથ્થરોમાં  સ્થાન કયાં છે પ્રેમનું

પ્રેમના મંદિરમાં તેની છાપ છે.

ધર્મનો ઉપયોગ તો ઘાતક ઠર્યો

ચોતરફ ધિક્કાર ઘૃણા તાપ છે.

પ્રેમની હત્યા ‘દિલીપ’ તેં જોઈ ત્યાં

ક્યાં  ગુનાઓ  કે સજાનું  માપ છે.

-દિલીપ ગજજર

“Falling in love you remain a child; rising in love
you mature. By and by love becomes not a
relationship, it becomes a state of your being. Not
that you are in love – now you are love”

19th Jan.Osho’s Death Anniversary

17 thoughts on “ધર્મ ને સંસ્કૃ તિ મા’ને બાપ છે

 1. કેટલો મુજને દીધો તેં પ્યાર છે
  દિલ ઝૂકી પડતું કહે આભાર છે
  ગીત નર્તન કાવ્ય આજે થઈ જશે,…..

  Dilipbhai….Above are your words…that were followed by a nice GAZAL…Enjoyed it !
  Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar soon !

 2. દિલીપભાઈ,
  સુંદર ભાવો વ્યક્ત કર્યા છે.
  કરે પ્રેમ પંખી વિના કોઈ કારણ … એના પરથી પણ સુંદર ગઝલ સર્જાય શકે એમ છે. હજુ આથી વધુ સારી રચનાની અપેક્ષા છે.

 3. અભિનંદન દિલીપભાઈ,
  ‘કાવ્યસૃષ્ટિ’માં આપની ગઝલ પ્રકાશિત થઈ એ ગૌરવની વાત છે.

  આપની ફોટોગ્રાફી પણ નયનરમ્ય છે.

  પાંખમાં ગગનને સમાવી ઊડે એ પંખી છે.
  સનમ, ગગનની ઊંચાઈએ મેં તને ઝંખી છે.

  આદત પડી ગઈ છે સપના જોવાની હવે મને
  મારા સપના તને નિહાળ્યા પછી સપ્તરંગી છે

 4. શું વાત છે?! વાહ…સરસ ભાવવાહી અભિવ્યકિત !! અને સરસ રચના અને સુપર્બ ફોટોગ્રાફી! બંન્ને મુકતકો સરસ છે. અને “કાવ્યસૃષ્ટિ” માં તમારી આ ગઝલ પ્રકાશિત થઈ તે બદલ અભિનંદન! આપ અન્ય સામયિકોમાં તમારી ગઝલો મોકલતા રહો. આપ નિશકઃ પણે બેસ્ટ કવિ-ગઝલકાર અને ફોટોગ્રાફર છો.

 5. તમારો બ્લોગ બહુ સરસ છે. પોસ્ટની સંખ્યા બતવે છે કે તમે ઘણા સમયથી બ્લોગિંગ કરો છો.

  તમે મારા બ્લોગની મુલાકાત લઈ મોકળા મને પ્રોત્સાહન આપ્યું એ માટે તમારો ઘણો આભાર વ્યકત કરું છું. મારા બ્લોગને અનુરૂપ લોકોના નાકનું ટિચકું ચડે એવી રચના હોય તો કોમેંટમાં પોસ્ટ કરજો અથવા ઈમેલ કરજો.

 6. તમારો બ્લોગ બહુ સરસ છે. પોસ્ટની સંખ્યા બતવે છે કે તમે ઘણા સમયથી બ્લોગિંગ કરો છો.

  તમે મારા બ્લોગની મુલાકાત લઈ મોકળા મને પ્રોત્સાહન આપ્યું એ માટે તમારો ઘણો આભાર વ્યકત કરું છું. મારા બ્લોગને અનુરૂપ લોકોના નાકનું ટિચકું ચડે એવી રચના હોય તો કોમેંટમાં પોસ્ટ કરજો અથવા ઈમેલ કરજો.

 7. પ્રેમ એટલે સમર્પણ. પ્રેમ એટલે ઉર્ધ્વ ગમન અને તેથી

  ગુરુત્વાકર્ષણથી વિરુધ્ધ જવાનું,સ્વ બળની પરીક્ષા.

  શ્રી દિલીપભાઈએ પ્રેમની પરીક્ષા કેમ અપાય અને

  તેના લાભ સરસ રીતે પોતિકા કરી ગઝલમાં ઢાળ્યા અને

  ફોટ દ્વારા કુદરતની અપાર ચાહના થી હૃદયમાં મઢી દિધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  વસંત – રમેશ પટેલ ‘આકાશદીપ’
  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 8. ધર્મ ને સંસ્કૃ તિ મા’ને બાપ છે
  પ્રેમ કરવો એ જ જગમાં પાપ છે ?
  લાખ ચાલે પાઠપૂજા તોય શું
  એક બસ તેનો નિરંરત જાપ છે !
  માગશો પાણી તો મળશે દૂધ પણ
  કોઈને ચાહો તો મળશે શ્રાપ છે.
  પ્રેમની લવલવ તો દુનિયા બહું કરે
  પણ રમતમાં આપશે તે થાપ છે.

  આવું નેગેટીવ કેમ દિલીપભાઈ..??

  ગીત, નર્તન, કાવ્ય આજે થઈ જશે,
  એમ લાગે છે જીવન તહેવાર છે

  આ પંક્તિઓ બહુ ગમી. કોન્ગ્રેટસ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s