કેટલાયે માનવો આવી ગયા…(શ્રાવ્ય/ઓડિયો )

શ્રીમતિ શોભાબેન જોષી દ્વારા ‘કેટલાયે માનવો આવી ગયા’..નું સબરસ રેડિયો પર ઓડિયો પ્રસારણ,

‘અંતરદીપ’ સંગ્રહ પરિચય અને કવિનો ઇન્ટરવ્યુ

સંગીતઃ નારાયણ ખરે, કોરસ સ્ટુડીઓ અમદાવાદ, સ્વરાંકનઃ કિશોર ‘સાગર’,  ગાયન અને રચનાઃ દિલીપ ગજજર

પ્રિય મિત્રો, આજે રવિવારે ૨થી ૪ ના સમયે… લેસ્ટરના સબરસ રેડિયો પર શ્રીમતી શોભાબેન જોષીએ ઈન્ટરવ્યુ આયોજિત કરેલ. તેઓએ મારા ગઝલ સંગ્રહ ‘અંતરદીપ’વિષે પ્રશ્નો પૂછી શ્રોતાઓને પોતના ‘પુસ્તક પરિચય’ ના કાર્યક્રમ હેઠળ માહિતિ પુરી પાડી હતી. તેમણે પણ એક ગઝલ પઠન કરેલ અને પછી મને પણ એક ગઝલ ગાવા માટે અનુરોધ કરેલ તો, કેટલાયે માનવો ની બે પંક્તિ ગાઈ ત્યારબાદ તેઓએ, ‘કેટલાયે માનવોની..’ ઓડિયો રેડિયો પર પ્રથમવાર ઓન એર વહેલી કરી જે હાલ જ સ્વરબદ્ધ કરી અને રેકોર્ડ કરી છે. શોભાબેનની આગવી રજુઆતથી અનેક શ્રોતાઓ રેડિયો પર ફોન દ્વારા આવ્યા અને ‘અંતરદીપ’ સંગ્રહને શુભેચ્છા પાઠવી અને ઓડિયોને બિરદાવી..ત્યાર બાદ તેમણે ‘લેસ્ટરગુર્જરી’ ને પણ એક વર્ષ પુરુ થયે ખુબ અભિનંદન આપ્યા. આ સમયે લેસ્ટરના સદગત વિનય કવિને યાદ કર્યા હતા. આપણી ગુજરાતી ભાષા માટે જે કાર્ય શોભાબેન કરી રહ્યા છે, સ્થાનિક કવિ, કલાકારોને રજૂ કરી જે પ્રોત્સાહન આપી રહ્યા છે તે બદલ તેમને ‘લેસ્ટરગુર્જરી’ અને સાહિત્યરસિક મિત્રોના ખુબ ખુબ અભિનન્દન. -દિલીપ ગજ્જર

કેટલાયે   માનવો  આવી   ગયાં

ખૂબ થોડા જિન્દગી  જીવી ગયા

ગામથી તો શહેરમાં જઈને વસ્યા

શહેરથી  પરદેશમાં  પહોંચી ગયા

આમ અમને આ ધરા નાની પડી

ચંદ્ર  પર  ને  મંગળે   ઊડી  ગયાં

માનવીના મન સુધી તો ના ગયા

ઈશને    પાડોશમાં   ચૂકી   ગયાં

ધ્યેય   વિનાની   ગતિથી  દોડતાં

આખરે  પાછા  ઘરે  આવી ગયાં

આવતા  ઘરમાં  જરા  મોડું  થયું

ક્યાં મને મૂકી ‘દિલીપ’ચાલી ગયા

-દિલીપ ગજજર

23 thoughts on “કેટલાયે માનવો આવી ગયા…(શ્રાવ્ય/ઓડિયો )

 1. દિલીપભાઈ,
  તમને તથા શોભનાબેનને ખુબ ખુબ અભિનંદન…તમે પરદેશમા રહીને જે માતૃભાષાનું બહુમાન કરી રહ્યા છો..એક ગુજરાતી કવિ પરદેશમા પણ એજ ભાવનાથી ગુજરાતીને જીવંત રાખી રહ્યા છે એ જાણિને સદભાવથી શીશ ઝુકે છે..હાર્દિક અભિનંદન..
  સપના

 2. સરસ ભાવનાસભર ગઝલ. સાંભળવાની પણ મઝા આવી. સાથે સાથે સ્વર નિયોજકનું નામ આપ્યું હોય તો સારું. આખો વાર્તાલાપ સાંભળવા ન મ્ળ્યો એનો અફસોસ છે. શ્રીમતી શોભાબેન જોષી અને સબરસ રેડિયોને અભિનંદન અને શુભેચ્છાઓ.

  હું ચોક્કસપણે જાણું છું કે its a typo પણ મિત્ર તરીકે એક વાત તરફ ધ્યાન દોરું છું કે જોડણીની થોડી ભૂલો છે તેને સુધારી લેજો. મતલાની પહેલી પંક્તિમાં આવી અને ત્રીજા શેરની બીજી પંક્તિમાં ઊડી. પ્રસ્તાવનામાં પણ થોડા શબ્દો છે.

 3. અંતર્દીપનો અજવાસ સહુ સાથે વહેંચવા બદલ સબરસ રેડિયો, શોભાબેનનો આભાર. ભાવવાઃહી ગાનથી ગઝલ વધુ સ્નિગ્ધ રીતે માણી શકાઈ. અભિનંદન દિલીપભાઈ.

 4. પહેલાની જેમ આ પણ એટલીજ કર્ણપ્રિય થઈ છે.ભટકી ગયેલા માણસ અને ઘરઝુરાપો બન્નેવ સંવેદન સરસ રીતે વણાયા છે ગઝલમાં.સમગ્રપણે સોનામાં સુગંધ ભળ્યા જેવી સ્થિતિ ઉદભવી, અને હું એ સ્થિતિમાં બરાબર રાચ્યો.

 5. આમ અમને આ ધરા નાની પડી
  ચંદ્ર પર ને મંગળે ઊડી ગયાં
  માનવીના મન સુધી તો ના ગયા
  ઈશને પાડોશમાં ચૂકી ગયાં

  શ્રી દિલીપભાઈ,લેસ્ટર ગુર્જરીની એનીવર્ષરીની કેટલી પ્યારભરી

  વધામણી આપે આપી. રેડીઓ વાર્તાલાપનું આયોજન અને

  ગુજરાતી ભાષાના ગૌરવને આપે સાચે જ પરદેશની ધરા પર,આટલી

  મનનીય ગઝલ દ્વારા લહેરાવી.આ પ્રસંગને ગૌરવવંતો કરનાર
  સંગીતઃ નારાયણ ખરે, કોરસ સ્ટુડીઓ અમદાવાદ,
  સ્વરાંકનઃ કિશોર ‘સાગર’, ગાયન અને રચનાઃ દિલીપ ગજજર

  તથા
  શ્રીમતિ શોભાબેન જોષી દ્વારા ’કેટલાયે માનવો આવી ગયા’..નું સબરસ
  રેડિયો પર ઓડિયો પ્રસારણ માટે

  સૌને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 6. સરસ ગાયું છે.
  આ શોભાબેને જ શ્યામલ / સૌમિલ મુન્શીના ‘ હસ્તાક્ષર’ આલ્બમમાં શ્રી. માધવ રામાનુજનું અમર ગીત ગાયું હતું?
  અંદર તો એવું અજવાળું , અજવાળું ..

 7. કેટલાય માનવો આવી ગયા.
  કેટલાય માનવો ચાલી ગયા

  કેટલાય અમસ્તા થાકી ગયા
  કેટલાય જીતીને ય હારી ગયા

  કેટલાય હસીને છેતરી ગયા.
  કેટલાય ડૂબીને તરી ગયા.

  કેટલાય માનવો આવી ગયા
  કેટલાય જીવનામાં ફાવી ગયા

  કેટલાય સહેજ સતાવી ગયા
  કેટલાય એમ જ રડાવી ગયા

  કેટલાય માનવો આવી ગયા.
  કેટલાય માનવો ચાલી ગયા…

  દિલીપભાઈ, મારી રચનાને શુ કહેશો ખબર નથી પણ આપની રચનાએ મને જે પ્રેરણા આપી એ સાદર રજુ કરી દીધી.
  અને હા સુંદર શ્રાવ્ય અનુભુતિ…આપનો આભાર. સોનામાં સુંગધ એટલે ગઝલને મળ્યા સુર…સંગિત..!!

  આપની રચના ઉત્તમ તો આપની ગાયકી પણ ઉત્તમ..

  કેટલાય ગઝલ લખી ગયા
  બહુ ઓછા એ ગાઈ ગયા..

  હા, આપના વિદ્યાર્થી તરીકે હું બહુ નબળો વિદ્યાર્થી પુરવાર થવાનો તો ક્ષમા કરશોજી. સમયનો અભાવ, કામનું ભારે દબાણ ને વાર્તાની રચના માટે આપવા પડેલ સમયને કારણે ગઝલની ભુમિ ખેડી નથી શકતો. તો દરગુજર કરશો.

 8. દિલીપભાઈ, આ રચના અનેક વાર સાંભળી. જાણે સંભળતા ધરાવાતું જ નથી. સ્વરાંકન તો સરસ છે જ પણ દિલથી લખેલી અને ગાયેલી રચનાનો જ આ પ્રભાવ હશે ને !
  આજ રીતે તમારી વધુ રચનાઓ માણવાનો લહાવો આપતા રહેજો.

 9. માનવીના મન સુધી તો ના ગયા
  ઈશને પાડોશમાં ચૂકી ગયાં
  Very nice message to the Globle community of all sheds, colour,creed, faith and nationality.
  Well done Dilip. and regards to Smt.Shobhaben Joshi for playing Dilip’s excellent Gazal on Radio Sabras.

  Siraj Patel”Paguthanvi”
  Secretary- Gujarati writers’Guild-UK (Estd 1973)

 10. ફરીથી આ ગઝલ અને ભાવ ઝીલવાની મજા આવી.એકલા બેઠા હોય અને મનહર કે પંકજ
  ઉધાસની ગઝલ માણતા હોય એટલો સરસ આપનો સ્વર અને ગાયકી છે, એવૂં સાંભળતાં
  અનુભવ્યું. અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 11. પિંગબેક: 2010 in review | II લેસ્ટરગુર્જરી II

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s