મળતી રહે બસ પ્રેરણા ! Posted on ફેબ્રુવારી 24, 2010 by Dilip Gajjar 5 Knighton Park Snow View & Antrix Mistry, Photo by DGajjar મળતી રહે બસ પ્રેરણા ! સાથ ના છૂટે કદી એવી અનોખી ચાહના મુખ નીરખીને સદા મળતી રહે બસ પ્રેરણા કઈ અવસ્થામાં તપોભંગ થાય તે કહેવાય ક્યાં લેપટોપના સ્ક્રિન પર જોતાં જ ઉઠતી કામના એક ઘા કટકા કરી દેનાર બુદ્ધિ હોય પણ પુષ્પ સમ કોમલ હદય મારું રહે એ ભાવના ના કદી આળસ નિરાશા ખાલીપો ઘેરી વળે કર્મનું કૌશલ ધરું તારે ચરણ મુજ અર્ચના જે હ્દયમાં રામ ત્યાં ઉત્સાહ સ્ફૂ ર્તિ ચેતના માત્ર સોનુ જે નજરમાં તે હ્દયમાં રામ ના ! ક્યાંથી આવ્યો ક્યા જવાનો સ્વાર્થ ને પરમાર્થ શું ? લક્ષ વિના તીર તાકું તો કશોયે અર્થ ના હા પડે પડઘા જરૂર સતકર્મના અંતરિક્ષમાં ઈશ્વર નારાજ થાય તેવું કરું કોઈ કર્મ ના -દિલીપ ૨૪.૨.૨૦૧૦
વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી… Posted on ફેબ્રુવારી 13, 2010 by Dilip Gajjar 16 Photo by DG આ રંગીન રાતો ને ઝગમગ દિવા વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી ભલે હોય સોનું કે ચાંદી કે ધન, વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી છબી એક સુંદર નિહાળી હતી, મેં મૂર્તિ હ્દયમાં વસાવી હતી નયન તેની હરદમ પ્રતિક્ષા કરે ચરણ તેના પગલાને શોધ્યા કરે મળે જો સગડ કોઈ કહેજો મને, વિના પ્રેમ જીવન જીવન કઈ નથી મહોત્સવ મિલનના મેં માણ્યા હતા, પ્રસંગે પ્રણયગીત ગાયા હતા હ્દયમાં તેં મનગમતા રંગો પૂર્યા જગત આંગણે મોર નાચી ઉઠ્યા જીવનમંચ સપનાનું સૂનું ‘દિલીપ’ વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી -દિલીપ ગજજર * પ્રેમનો દિન છે જગે, હાય પ્રેમનો દિન છે જગે..નામક રચના રદ કરવામાં આવી છે.. http://geetgunjan.wordpress.com/2010/02/20/vahujine/ * વહુજીને આ સાસરું અણગમતું લાગે- ગીત સાંભળવા ડાબી બાજુએ બ્લોગરોલમાં ‘ગીતગુંજન’ પર ક્લીક કરો.
પર્વત વહેતા ઝરણાનું જલ થઇ શકશે Posted on ફેબ્રુવારી 1, 2010 by Dilip Gajjar 15 આંખ મીંચુ અંતરે દેખાય છે આંખ ખોલું છું તો સપના જાય છે જીન્દગી વાસ્તવમાં કૈ ગમતી નથી, તારા લીધે ખૂબસૂરત થાય છે ગઝલ પર્વત વહેતા ઝરણાનું જલ થઇ શકશે સ્થીર હદય પણ નટખટ ચંચલ થઇ શકશે ધનવાનોથી ઊંચા મહેલો થાશે પરંતુ જીવનભર તે કોઇની જેલ થઈ શકશે જગ આખું સમાઈ શકે જે છત નીચે, પ્રેમકુટિર પણ ભવ્ય તાજમહેલ થઈ શક્શે અંતરના એકાંતમાં જ્યાં બે દિલ મળશે ધરતી પર ત્યાં સ્વર્ગનું સ્થલ થઇ શકશે લોકનજરમાં ભલે ન તેનો થઇ શકું પણ આપણી પ્રીતનું આસન આ દિલ થઇ શકશે વૃતિના કાદવથી જો ખરડાય નહિ તો મન પણ સુંદર નીલકમલ થઇ શકશે દુનિયા બદલે કે ના બદલે શી ચીંતા ? દૃષ્ટિ બદલતા સૃષ્ટિ બદલ થઇ શકશે કોણ કરમાં આવ્યું નિર્ભર તેના પર સંભવ કે અમૃત હલાહલ થઇ શકશે સૌના દિલમાં તે બેઠો સમજાય જરા પણ હિંદુ-મુસ્લિમ ઝઘડાનું હલ થઇ શકશે વેર ને ધિક્કાર ઘર ઘર બળતાં રહે તો લીલુંછમ જગ નિર્જન નિર્જલ થઇ શકશે -દિલીપ ગજજર