પર્વત વહેતા ઝરણાનું જલ થઇ શકશે

આંખ   મીંચુ  અંતરે    દેખાય   છે

આંખ ખોલું  છું તો  સપના જાય છે

જીન્દગી વાસ્તવમાં  કૈ ગમતી નથી,

તારા   લીધે  ખૂબસૂરત   થાય   છે

 


ગઝલ

પર્વત  વહેતા  ઝરણાનું  જલ  થઇ  શકશે

સ્થીર હદય પણ નટખટ  ચંચલ થઇ શકશે

ધનવાનોથી   ઊંચા  મહેલો  થાશે   પરંતુ

જીવનભર  તે   કોઇની  જેલ  થઈ  શકશે

જગ  આખું  સમાઈ  શકે  જે છત નીચે,

પ્રેમકુટિર પણ ભવ્ય તાજમહેલ થઈ શક્શે

અંતરના  એકાંતમાં જ્યાં  બે દિલ  મળશે

ધરતી પર  ત્યાં  સ્વર્ગનું  સ્થલ  થઇ શકશે

લોકનજરમાં ભલે ન તેનો  થઇ શકું  પણ

આપણી પ્રીતનું આસન આ દિલ થઇ શકશે

વૃતિના  કાદવથી  જો  ખરડાય  નહિ  તો

મન  પણ   સુંદર  નીલકમલ   થઇ  શકશે

દુનિયા  બદલે  કે  ના  બદલે  શી  ચીંતા ?

દૃષ્ટિ  બદલતા  સૃષ્ટિ   બદલ  થઇ  શકશે

કોણ  કરમાં   આવ્યું   નિર્ભર   તેના  પર

સંભવ  કે  અમૃત  હલાહલ  થઇ   શકશે

સૌના દિલમાં તે બેઠો સમજાય જરા પણ

હિંદુ-મુસ્લિમ  ઝઘડાનું  હલ  થઇ  શકશે

વેર  ને ધિક્કાર ઘર ઘર  બળતાં   રહે  તો

લીલુંછમ જગ નિર્જન નિર્જલ થઇ શકશે

-દિલીપ ગજજર

15 thoughts on “પર્વત વહેતા ઝરણાનું જલ થઇ શકશે

 1. વૃતિના કાદવથી જો ખરડાય…બધા શે’ર સારા થયા..ખાસ કરિને તાજમહેલવાળો અને જેલ અને હલ થઈ શકશે..ખરેખર ખુબ સરસ ગઝલ બની છે તમારાં ઉત્તમ વિચારો તમારા ચોખ્ખા હ્રદયનુ પ્રતિક છે
  દિલિપભાઈ અભિનંદન…
  સપના

 2. જગ આખું સમાઈ શકે જે છત નીચે,
  પ્રેમકુટિર પણ ભવ્ય તાજમહેલ થઈ શક્શે

  સૌના દિલમાં તે બેઠો સમજાય જરા પણ
  હિંદુ-મુસ્લિમ ઝઘડાનું હલ થઇ શકશે
  વેર ને ધિક્કાર ઘર ઘર બળતાં રહે તો
  લીલુંછમ જગ નિર્જન નિર્જલ થઇ શકશે
  -દિલીપ ગજજર

  ઉદ્દાત્ત વિચારોને આપે સરસ રીતે ગઝલમાં મઢી લીધા.

  આ પંક્તિઓમાં દિલીપભાઈ તમે વાસંતિ રૂપે મ્હોંરી ઊઠ્યા છો.

  ખૂબ જ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Hi Dilipbhai
  Thanks for sharing this..Kahevay chhe ke Kavi ni Kalpana ne koi pahonchi na shake…ene samajva mate tamara ma kavi pana na guno hova joiye..e etla mate ke hira ne parkhwa mate zaveri ni jarur pade chhe…tamari ek ek rachana adbhut hoy chhe…I like it..keep it up my friend

 4. દિલીપભાઈ સરસ ભાવનાસભર ગઝલ. આખી ગઝલ ગમી પણ મને એક શબ્દ થોડો કઠ્યો જે નીચેના શેરમાં છે તે “પણ”. મહેલ તો ફક્ત ધનવાનો જ બાંધી શકે, ગરીબનું તો ગજું નથી. આ મારો અભિપ્રાય છે.

  ધનવાનો પણ ઊંચા મહેલો બાંધી લેશે
  જીવનભર તે કોઇની જેલ થઈ શકશે

 5. સરસ રચના .
  દુનિયા બદલે કે ના બદલે શી ચીંતા ?
  દ્રષ્ટિ બદલતા સૃષ્ટિ બદલ થઇ શકે.
  દુનિયા ને આપણે ક્યારેય બદ્લી ના શ્કીએ . માત્ર પોતાની દ્રષ્ટિ બદ્લાય તો પછી કોઇ મુશ્કેલી ના રહે. આતો માત્ર સામન્ય અર્થ ની વાત થઈ . અધ્યાત્મના અર્થ માં કહીએતો દરેક શાસ્ત્રના મૂળમાં દ્રષ્ટિ બદલવાની વાત છે.
  ગ્યાન ની નાનકડી જલક થી આનંદ થયો.
  કીર્તિદા

 6. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s