વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી…

Photo by DG

આ રંગીન રાતો ને ઝગમગ  દિવા

વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી

ભલે  હોય સોનું  કે  ચાંદી કે  ધન,

વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી


છબી  એક  સુંદર  નિહાળી  હતી,

મેં  મૂર્તિ  હ્દયમાં   વસાવી  હતી

નયન  તેની   હરદમ  પ્રતિક્ષા  કરે

ચરણ  તેના  પગલાને  શોધ્યા કરે

મળે  જો સગડ  કોઈ કહેજો  મને,

વિના પ્રેમ જીવન જીવન કઈ નથી


મહોત્સવ મિલનના મેં માણ્યા હતા,

પ્રસંગે    પ્રણયગીત   ગાયા   હતા

હ્દયમાં  તેં  મનગમતા  રંગો  પૂર્યા

જગત  આંગણે  મોર નાચી ઉઠ્યા

જીવનમંચ  સપનાનું સૂનું  ‘દિલીપ’

વિના પ્રે જીવન જીવન કંઈ નથી

-દિલીપ ગજજર


* પ્રેમનો દિન છે જગે, હાય પ્રેમનો દિન છે જગે..નામક રચના રદ કરવામાં આવી છે..

http://geetgunjan.wordpress.com/2010/02/20/vahujine/

* વહુજીને આ સાસરું અણગમતું લાગે- ગીત સાંભળવા ડાબી બાજુએ બ્લોગરોલમાં ‘ગીતગુંજન’ પર ક્લીક કરો.

16 thoughts on “વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી…

 1. જીવનમંચ સપનાનું સૂનું ’દિલીપ’
  વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી
  -દિલીપ ગજજર

  પ્રેમ અંતરમાં મ્હેંકે અને શબ્દ દ્વારા

  વેલેનટાઈન ડે એ તેનો ઈજહાર કરે

  એ જ દામ્પત્ય જિવનનું સૌભાગ્ય.

  શબ્દોમાં એક અનુભૂતિ વહે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી
  ચારવાર આવતી આ પંક્તિ જ તીવ્રતાને વ્યકત કરે છે,અને તેથી જ તેમાં સાદગીની સચ્ચાઈ રમણે ચઢી છે કદાચ જ્હોન કીટ્સ એટલેજ
  કહી ગયો છે કે ” થીંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર”, અને તમારી
  તેમાંથી જન્મેલી અપેક્ષાઃ
  મળે જો સગડ કોઈ કહેજો મને,
  સચ્ચાઈ ગમી, મને.

 3. દિલીપભાઈ,
  વિના પ્રેમ જીવન, જીવન કંઈ નથી – શરૂઆતની પંક્તિઓ સરસ અને મોઢે ચઢે તેવી છે. ગીત પણ સરસ થયું છે. છેલ્લી કડીમાં આ બે પંક્તિઓ થોડી કઠી –
  મલિન મનમાં ગમતા તે રંગો પૂર્યા
  જગત આંગણે મોર નાચી ઉઠ્યા.
  એકંદરે સુંદર ગીત. ઓડિયો હોત તો વધારે મજા પડત.

 4. પિંગબેક: 2010 in review | II લેસ્ટરગુર્જરી II

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s