મળતી રહે બસ પ્રેરણા !

Knighton Park Snow View & Antrix Mistry, Photo by DGajjar


મળતી રહે બસ પ્રેરણા !

સાથ  ના  છૂટે  કદી  એવી  અનોખી  ચાહના

મુખ નીરખીને સદા  મળતી  રહે બસ  પ્રેરણા

કઈ અવસ્થામાં તપોભંગ  થાય તે કહેવાય ક્યાં

લેપટોપના  સ્ક્રિન પર જોતાં જ ઉઠતી કામના

એક  ઘા  કટકા કરી  દેનાર બુદ્ધિ   હોય   પણ

પુષ્પ  સમ  કોમલ હદય મારું  રહે  એ ભાવના

ના  કદી આળસ  નિરાશા  ખાલીપો  ઘેરી વળે

કર્મનું  કૌશલ  ધરું  તારે   ચરણ  મુજ  અર્ચના

જે  હ્દયમાં  રામ ત્યાં  ઉત્સાહ સ્ફૂ ર્તિ  ચેતના

માત્ર  સોનુ  જે નજરમાં તે હ્દયમાં રામ  ના !

ક્યાંથી આવ્યો ક્યા જવાનો સ્વાર્થ ને પરમાર્થ શું ?

લક્ષ   વિના  તીર  તાકું   તો   કશોયે  અર્થ  ના

હા   પડે  પડઘા  જરૂર  સતકર્મના  અંતરિક્ષમાં

ઈશ્વર  નારાજ  થાય  તેવું  કરું   કોઈ  કર્મ  ના

-દિલીપ ૨૪.૨.૨૦૧૦


5 thoughts on “મળતી રહે બસ પ્રેરણા !

 1. દિલીપભાઈ જેમ પંચમભાઈએ કહ્યું તેમ સરસ મુલાયમ રચના, ગમી. પણ એક શબ્દદોષ (spelling mistake) તરફ ધ્યાન દોરવાનું રોકી શકતો નથી. આ કાવ્ય તમે ૧૦૦ વરસ પછી લખીને આજે રજુ ક્રયું છે. 🙂

 2. લક્ષ વિના તીર તાકું તો કશોયે અર્થ ના
  હા પડે પડઘા જરૂર સતકર્મના અંતરિક્ષમાં
  ઈશ્વર નારાજ થાય તેવું કરું કોઈ કર્મ ના

  ….
  ભાવનાત્મક તેમ સરસ મુલાયમ રચના.
  Enjoyed its feeling as wel las its joy.

  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s