
તમન્ના
મને ઇન્સાન થઈ સાચા જ જીવવાની તમન્ના છે
મળ્યા છે હાથ તો સત્કર્મ કરવાની તમન્ના છે
ફક્ત મારું અને હું હું કર્યે જગ બેસૂરું થાશે
બની બંસી અધર તારે જ બજવાની તમન્ના છે
નથી સાગર તળે જાવું શિખર પણ સર નથી કરવા
હદયની પાસ આવી પ્યાર ભરવાની તમન્ના છે
તમારાથી તમારી પ્રીતનું મુલ્ય અધિક લાગ્યું
લીધું જ્યાં નામ તારું ત્યાં જ મરવાની તમન્ના છે
તમન્ના ને નિકમ્મા કર દિયા કેવી તમન્ના છે ?
કિનારા પણ ડુબાડી દે જો ડૂબવાની તમન્ના છે
દિલોના દ્વેષભાવોને તજી જીવો ને જીવવા દો
બચી અણમોલ માનવતા તો જીવવાની તમન્ના છે
હજારો દ્વાર પર દસ્તક દીધા મેં શોધમાં તારી
ખુલે જો દ્વાર અંતરના તો ભજવાની તમન્ના છે
ધર્મના ક્ષેત્રમાં હર ક્ષેત્રમાં અંધાર જ્યાં દિલીપ
જગતના ‘કો ખૂણે અંધાર હરવાની તમન્ના છે
-દિલીપ ગજજર
મિત્રો, તમન્ના માસિક જો મંગાવવા ઈચ્છતા હો તો વધુ માહિતિ માટૅ સંપર્ક કરી શકો છો.
બહુ સરસ દિલીપભાઈ
અતિ ઉત્તમ વિચાર છે. કાસ દુનિયા માં બધાજ લોકો ના મનમાં જો આવા વિચાર હોય તો પુથ્વી ઉપરજ સ્વર્ગ છે. આજે લગભગ દરેક વ્યક્તિ ના મનમાં હું અને મારા નોજ અહંમ સમાયેલો છે. બોલવા ખાતર તો સૌ કોઈ ફિલોસોફી ની વાતો કરે છે પરંતુ જયારે વાસ્તવિક જીવન માં એને અનુસરવું હોય ત્યારે એ ફિલોસોફી ને બાજુ એ મુકવા માં આવે છે. આ સુન્દેર ગઝલ માટે આભાર
સુભાષ ઉપાધ્યાય
ઘણી સરસ અર્થસ્ભર ગઝલ અને ચોટ્દાર પણ ..આભાર દિલીપ્ભાઇ લાવવા માટે..
હજારો દ્વાર પર દસ્તક દીધા મેં શોધમાં તારી
ખુલે જો દ્વાર અંતરના તો ભજવાની તમન્ના છે..હા ખુદાને શોધવો તો અંતરમા શોધવો..ખુબ સરસ ગઝલ થઈ દિલીપભાઇ..શુભેચ્છા
સપના
નથી સાગર તળે જાવું શિખર પણ સર નથી કરવા
હદયની પાસ આવી પ્યાર ભરવાની તમન્ના છે
હજારો દ્વાર પર દસ્તક દીધા મેં શોધમાં તારી
ખુલે જો દ્વાર અંતરના તો ભજવાની તમન્ના છે
દિલીપ ગજજર
You are absolutely right Dilip. One has to look into one’s innerself ખુલે જો દ્વાર અંતરના and ask a question to oneself whether is it Ego which controls him/her or should it be the other way round.
My congratulations to you for such a meaningful Gazal.
Siraj Patel”Paguthanvi”
Secretary, Gujarati Writers’Guild-UK(Estd 1973)
મને ઇન્સાન થઈ સાચા જ જીવવાની તમન્ના છે
પહેલા મિસરામાં જ બધી ફિલોસોફી સમાઈ જાય છે. સાચા ઈન્સાન થઈ જીવવાની તમન્ના હોય એજ એ પછીના અશઆરમાં આવતી તમન્ના કરી શકે, સમજી શકે અને પામી શકે.
ઉમદા ભાવો લઈ પ્રગટતી ઋજુ દિલ શાયરની ગઝલ.
મને ઇન્સાન થઈ સાચા જ જીવવાની તમન્ના છે
મળ્યા છે હાથ તો સત્કર્મ કરવાની તમન્ના છે….
So nice these opening Lines !
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Dilipbhai…Hope to see you on my Blog for the post on HEALTH !
ફક્ત મારું અને હું હું કર્યે જગ બેસૂરું થાશે !
બની બંસી અધર તારે જ બજવાની તમન્ના છે.
નથી સાગર તળે જાવું શિખર પણ સર નથી કરવા,
હદયની પાસ આવી પ્યાર ભરવાની તમન્ના છે.
દિલીપ ગજજર…..Bhai ,Now sing in your voice and Put for surfers to enjoy!
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
શ્રી દિલીપભાઈ,
‘હાથકંગનકો આરસી ક્યા?’ ન્યાયે ગઝલ પોતે જ સઘળું કહી જાય છે. વળી મારા પૂર્વેની કોમેંન્ટમાં ગઝલવસ્તુના સમર્થનમાં કંઈક કહેવાયું છે અને આગળ વધુ કંઈક કહેવાશે, એટલે વિષયના પુનરાવર્તનના બદલે ગઝલકારના કૌશલ્ય અને આ ગઝલના સાફલ્યને મૂલ્યાંકિત કરવાનો અહીઁ મારો નમ્ર પ્રયત્ન છે. સૌંદર્યને માણવા માટે તેને અખંડ જ નીરખવું પડે અને એ રીતે આ ગઝલ સમગ્રતયા અવલોકને ઉત્તમ રચના પુરવાર થાય છે. શબ્દ તો બિચારો કહ્યાગરો હોય છે અને સર્જક ઉપર જ બધું અવલંબિત હોય છે કે તેને કેવી રીતે પ્રયોજવો. સાહિત્યરસિકોને જાણ હશે જ કે કવિ ‘કાન્ત’ દ્વારા મુદ્રણ પૂર્વે પોતાના એક ખંડકાવ્યમાં એક પંક્તિમાંના ‘પડે’ અને ‘લીધી’ શબ્દોની કોણ જાણે કેટલીય વાર ફેરબદલી કરી હતી. પંક્તિ હતી : ‘કંપમાના પડે માદ્રી, નરેન્દ્રભુજની મહીં’. અહીં માત્ર એ જ કહેવાનો આશય છે કે કોઈ પણ સર્જન વાંચક સામે તૈયાર સ્વરૂપે હોય એટલે તેને સહજ જ લાગે, પણ સર્જકે તેની સર્જનપ્રક્રિયામાં કેવી મથામણ કરી હોય છે એ તો એ પોતે જ જાણતો હોય છે. ભાઈશ્રી દિલીપની આ ગઝલના શબ્દે શબ્દે વાંચકોને મારી આ વાતની પ્રતીતિ થશે જ.
બ્લોગજગતમાં કેટલાય વાંચકો એવા હોય છે કે જેમને કૃતિના જેટલો જ તેના વિવેચનમાં રસ હોય છે અને તેથી જ ઘણી વાર હું મારા વિવેચનમાં થોડોક વિસ્તાર કરી બેસું છું.
દિલીપભાઈને સરસ રચના બદલ અભિનંદન અને આ કોમેન્ટના વાંચકોનો આભાર કે જેમણે મને આટલે સુધી વેંઢાર્યો!
Came back…& read this Comment of Valibhai…I am happy to read it…& happy that Valibhai had visited the Blog of Dilipbhai !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Came back…& read this Comment of Valibhai…I am happy to read it…& happy that Valibhai had visited the Blog of Dilipbhai !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting all to Chandrapukar !
થી સાગર તળે જાવું શિખર પણ સર નથી કરવા
હદયની પાસ આવી પ્યાર ભરવાની તમન્ના છે
…
ધર્મના ક્ષેત્રમાં હર ક્ષેત્રમાં અંધાર જ્યાં દિલીપ
જગતના ’કો ખૂણે અંધાર હરવાની તમન્ના છે
-દિલીપ ગજજર
તમન્ના ..પ્યાર,લૌકીક અને અલૌકીક.
મનની વિશાળતા અને હૃદયની લાગણીઓથી
સરસ રીતે તમે ગઝલને મ્હેંકાવી દીધી.
આ પંક્તિઓના ભાવને શતશત સલામ.
રમેશ પટેલ૯આકાશદિપ)