દિકરા જોયા!!

દીકરા ગમે તેવા કપાતર પાકે પણ મા તે મા હોય છે.મા તારાં વ્હાલનું ઝરણ મેં સુકાતા ન જોયું.પેલી કહેવત છે ને કે માં ને મારવાં આવતાં દીકરાને ઠેસ લાગી તો માંના ગળામાંથી શબ્દો નીકળ્યા ખમા મારાં દીકરાને.બસ આ મા છે..

Posted in અવર્ગીકૃત | 9 Replies

માધવની હસતી રહેશે

નજરથી નજર જો મળી જાય તેની જીવનદૃષ્ટિ  અંધારે જલતી રહેશે
પ્રભુનો તું પ્રેમી બની જાય જ્યારે જીવનજ્યોતિ  ઝંઝામાં જલતી રહેશે

બધાને મળીને, અજાણ્યા રહીને, અજાણી દિશામાં જતા માનવી ક્યાં ?
સમીપે વસેલા જ્યાં સાથી બન્યા તે હૃદયમાં પ્રિયતમની મસ્તી રહેશે

ગરીબોને ભૂલી મંદિરમાં જઈને પ્રભુ જાણતા કોને વંદન  કરે  છે
ફગાવીને ફદીયું કરો સ્તૂતી સસ્તી ખુશામત હમેશા ન ગમતી રહેશે


જગાડીને શ્રદ્ધા કરે શ્રમનું શોષણ પ્રજાધન  પડાવે પ્રભુના બનેલા
કરો લક્ષ્ય સંધાન આસુરને હણવા જાગે માત સંકૃતિ હસતી રહેશે

ના મંદિર વસે  છે ન મસ્જીદ વસે છે પ્રભુ પ્રેમી ભક્તોના દિલમાં વસે છે
હૃદય ભાવગીતોથી ગુંજી ઉઠે જ્યાં તે માનવમાં માધવની હસતી રહેશે

ઝરણ તાજગીના, રહસ્યો જીવનના અકારણ ખૂલે છે ખજાના ખુશીના
સહેજ પણ ઝલક જો દિલીપ ને મળે તો ગઝલ આપમેળે લખતી રહેશે

-દિલીપ ગજજર