માધવની હસતી રહેશે

નજરથી નજર જો મળી જાય તેની જીવનદૃષ્ટિ  અંધારે જલતી રહેશે
પ્રભુનો તું પ્રેમી બની જાય જ્યારે જીવનજ્યોતિ  ઝંઝામાં જલતી રહેશે

બધાને મળીને, અજાણ્યા રહીને, અજાણી દિશામાં જતા માનવી ક્યાં ?
સમીપે વસેલા જ્યાં સાથી બન્યા તે હૃદયમાં પ્રિયતમની મસ્તી રહેશે

ગરીબોને ભૂલી મંદિરમાં જઈને પ્રભુ જાણતા કોને વંદન  કરે  છે
ફગાવીને ફદીયું કરો સ્તૂતી સસ્તી ખુશામત હમેશા ન ગમતી રહેશે


જગાડીને શ્રદ્ધા કરે શ્રમનું શોષણ પ્રજાધન  પડાવે પ્રભુના બનેલા
કરો લક્ષ્ય સંધાન આસુરને હણવા જાગે માત સંકૃતિ હસતી રહેશે

ના મંદિર વસે  છે ન મસ્જીદ વસે છે પ્રભુ પ્રેમી ભક્તોના દિલમાં વસે છે
હૃદય ભાવગીતોથી ગુંજી ઉઠે જ્યાં તે માનવમાં માધવની હસતી રહેશે

ઝરણ તાજગીના, રહસ્યો જીવનના અકારણ ખૂલે છે ખજાના ખુશીના
સહેજ પણ ઝલક જો દિલીપ ને મળે તો ગઝલ આપમેળે લખતી રહેશે

-દિલીપ ગજજર

5 thoughts on “માધવની હસતી રહેશે

 1. ના મંદિર વસે છે ન મસ્જીદ વસે છે પ્રભુ પ્રેમી ભક્તોના દિલમાં વસે છે
  હૃદય ભાવગીતોથી ગુંજી ઉઠે જ્યાં તે માનવમાં માધવની હસતી રહેશે

  કેટલી સાચી વાત કરી દિલીપભાઈ..પ્રભુ તો દિલમા રહે છે ..પણ છળ કપટ ને ઈર્ષા હોય ત્યા બીચારા પ્રભુને રેહવા જ્ગ્યા ક્યાંથી મળે? નો વેકેન્સી!!
  સપના

 2. ના મંદિર વસે છે ન મસ્જીદ વસે છે પ્રભુ પ્રેમી ભક્તોના દિલમાં વસે છે
  હૃદય ભાવગીતોથી ગુંજી ઉઠે જ્યાં તે માનવમાં માધવની હસતી રહેશે
  Oh ! What a nice feeling expressed as words !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com Dilipbhai Hope to see you on Chandrapukar…Are you back to UK ?

 3. મા. શ્રી દિલીપભાઈ

  સરસ ગઝલ છે.

  ” ના મંદિર વસે છે ન મસ્જીદ વસે છે
  પ્રભુ પ્રેમી ભક્તોના દિલમાં વસે છે

  નજરથી નજર જો મળી જાય તેની
  જીવનદૃષ્ટિ અંધારે જલતી રહેશે “

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s