જૂઠનો સંસાર છે

જૂઠનો   સંસાર   છે

તોય  અમને પ્યાર છે

દિવ્ય ક્યાં પરિવાર છે

વેર   ને   ધિક્કાર  છે

સૌ સબંધો  સ્વાર્થના

કોણ  કોનો  યાર  છે

એ જ માણસ છે સુખી

દ્વંદ્વની   જે   પાર  છે

સાધુ  નામે  વાણિયો

ધર્મનો    વેપાર   છે

શીષ  કેવળ  છે નમ્યું

અલ્પ ક્યાં આચાર છે

શીલ  જ્યાં ચાલી ગયું

સત્યને  શી  વાર   છે

પંથ  પર  પ્રમાદ  તો

મોતને  શી  વાર  છે

સત્ય ‘દિલીપ’ જો કહો

દુશ્મનો   હજ્જાર   છે


-દિલીપ ગજજર

લેસ્ટર

14 thoughts on “જૂઠનો સંસાર છે

 1. સત્ય ‘દિલીપ’ જો કહો
  દુશ્મનો હજ્જાર છે …

  સત્ય હમેશા કડવું હોય છે એમ કહેવાયું છે એટલે જ સત્યં વદ કહ્યા પછી પ્રિયં વદ એવું કહેવાયું. પ્રેમથી કહેવાયેલું સત્ય જોરકા ઝટકા ધીરેસે ની માફક હોય છે. 🙂

  સુંદર રચના.

 2. સૌ સબંધો સ્વાર્થના
  કોણ કોનો યાર છે! સરસ ગઝલ નાની બહેરની.

  સત્ય ‘દિલીપ’ જો કહો
  દુશ્મનો હજ્જાર છે..પણ દિલીપભાઈ સત્ય જ કહેતા રહો..પેલુ કહે છેને
  સત્ય હમેશા શિવમ હોતા હૈ જરુરી નહી કિ વોહ સુંદર ભી હો!!
  ઘણી સુંદર ગઝલ!! સત્ય જ કહ્યુ!!
  સપના

 3. એ જ માણસ છે સુખી
  દ્વંદ્વની જે પાર છે

  શીષ કેવળ છે નમ્યું
  અલ્પ ક્યાં આચાર છે

  સુંદર પ્રેરણા છે, ક્યારેક બ્લોગમાં ઉપયોગ કરુ તો વાંધો નહિ ને સર !

 4. જૂઠનો સંસાર છે
  તોય અમને પ્યાર છે
  દિવ્ય ક્યાં પરિવાર છે
  વેર ને ધિક્કાર છે
  સૌ સબંધો સ્વાર્થના
  કોણ કોનો યાર છે
  એ જ માણસ છે સુખી
  દ્વંદ્વની જે પાર છે
  >>>>>>>>>>>>>>>>>
  Dilipbhai Nice Rachana !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visits/comments on Chandrapukar !

 5. જૂઠનો સંસાર છે
  તોય અમને પ્યાર છે

  અને

  સત્ય ‘દિલીપ’ જો કહો
  દુશ્મનો હજ્જાર છે

  ખુબ સરસ અને આજના યુગમા સાચી પડે એવી આ બે પંક્તિ મને ગમી…

  જોકે આખી ગઝલ સારી જ છે.અભિનંદન…

  -સોહમ રાવલ

 6. સૌ સબંધો સ્વાર્થના
  કોણ કોનો યાર છે
  સાધુ નામે વાણિયો
  ધર્મનો વેપાર છે
  શીષ કેવળ છે નમ્યું
  અલ્પ ક્યાં આચાર છે
  સત્ય ‘દિલીપ’ જો કહો
  દુશ્મનો હજ્જાર છે
  Very well said Dilip. I feel like going through the above couplets on and on and on

  Siraj Patel “Paguthanvi”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s