વાંસલડી ડોટ કોમ- કૃષ્ણ દવે-વીડીઓ

ગુર્જરી  ગુજરી જશે તેવું ન હું કલ્પી શકું

જેમ મા  જાશે મરી એવું ન હું કલ્પી શકું
-દિલીપ ગજજર

 

મિત્રો આપની સમક્ષ  કૃષ્ણ દવે રજુ કરે છે, વાંસલડી ડોટ કોમ.
આશા છે આપ પ્રતિભાવ આપી તેમને બિરદાવશો…
ફોટો કેમેરામા રેકોર્ડીગ હોવાથી વિડીઓ કરતાં ઓડીયો ની ગુણવત્તા વધુ સચવાઈ છે

ગઈ કાલે જ લેસ્ટરના સનાતન મંદિરના હોલમાં લેસ્ટરગુર્જરી દ્વારા યોજાયેલ કવિ સંમેલનમાં કૃષ્ણ દવે એ પોતાની ઉત્તમ રચનાઓના કાવ્ય્પાઠ કરી મોટી સંખ્યામાં ઉપસ્થીત શ્રોતાઓના દિલ ડોલાવી દીધાં હતા..ત્યારે મંદિરમા બિરાજમાન કાનજી પણ..નાચી ઉઠ્યાં હશે તેવું વાતાવરણ સર્જાયું હતું…દિને દિને નવમ નવમ નમામિ નંદ સમ્ભવમ
લેસ્ટરના કવિ સંમેલનનો વિગતવાર અહેવાલ તૈયાર થતા જ અહીં રજુ કરવામાં આવશે…
શોભાબેન જોષીએ સુંદર સન્ચાલન કર્યુ હતું..


વાંસલડી  ડૉટ કોમ,  મોર્પિચ્છ ડૉટ કોમ,  ડૉટ કોમ વૃન્દાવન  આખું
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમા રાખું

ધારો  કે  મીરાબાઈ  દોટ કોમ  રાખીએ તો  રાધા  રિસાય  એનું  શું  ?
વિરહી ગોપીનું  ગીત એન્ટર કરીએ ને ક્યાંક  ફ્લોપી  ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોણે છોડું ને કોણે ચાખું ?
કાનજીની વેબસાઈટ …
ગીતાજી  દોટ  કોમ  એટલું  ઉકેલવામાં  ઉકલી ગઈ  પંડિતની  જાત
જાત  બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ  માણે આ પૂનમની રાત
તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઊકલે છે  કંઈક કંઈક  ઝાંખું.
કાનજીની વેબસાઈટ …..
એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના  સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઈરસ ભૂંસી  શકવાના જેના ચીર પૂરી  આપે  ઘનશ્યામ ?
ઈન્ટરનેટ  ઉપર એ થનગનતો  આવે, હું કોઈ દિવસ વિન્ડો ના  વાખું.
કાનજીની વેબસાઈટ……

 

 

12 thoughts on “વાંસલડી ડોટ કોમ- કૃષ્ણ દવે-વીડીઓ

 1. વાહ કૃષનભાઈ ખૂબ સરસ પઠન અને દિલીપભાઈ સરસ વિડિઓ ઉતર્યો..અને વામ્સલડી.કોમની તો વાત જ ના થાય હરીને ક્યા નામે કંકોત્રી મોકલો?વાહ ક્રૂષ્નભાઈ ખૂબ સરસ.આભાર દિલીપભાઇ.
  સપના
  ————————
  Aabhar,…Sachi vaat
  te arup adrusht vyaapk chhe
  koi ek .kom no nathi…sarvano
  Dilip

 2. શ્રી દિલીપભાઈ અને આદરણીય કૃષ્ણદવેજી
  વાહ! ! રચના પણ ભાવ જગતમાં ઝૂલાવે તેવી અને એટલા વિશાળ નો તેમનો લહેકો
  એટલી જ વિશાળતા તરફ ગરકાવા કરી ગયો.શ્રીકૃષ્ણ ,ગીતા અને રાધા તથા ભ્ક્તજન
  સર્વને ઉરની ઝોળીમાં કવિએ ઝૂલાવી દીધા.આભાર સૌની મુલાકાત વીડીઓ પ્રસાદી દ્વારા યુએસએ
  સુધી પીરસવા માટે.
  રમેશ પટેલ(આકાશદીપ)
  —————
  US sudhi Krushna Dave aave chhe
  ane aaj laheko karashe…krushnbhakti
  falibhut thai ho tem j…tahukshe
  vyaapak bhaktiras bharpur chhe…chakhva badal
  aabhaar kahevaay !!!
  Dilip

 3. સરસ દિલીપભાઈ.
  કૃષ્ણ દવેને સાંભળવા ગમે જ. એમાંય એમનું આ બહુખ્યાત ગીત અંગત રીતે રેકોર્ડ કરી યુ ટ્યુબ પર મૂક્યું એ ગમ્યુ. એનેક લોકો એનો લાભ લઈ શકશે.
  ———
  Thanks Panchambhai…
  Dilip

 4. એમનું આ ગીત પહેલી વાર અમદાવાદમાં ત્રણ વાર વન્સ મોર થતું સાંભળ્યા બાદ એમને સ્ટેજ પર ચઢેલા જોયા હતા.
  આજે એમને હાલતા, ચાલતા, પઠન કરતા જોયા.
  ખૂબ ખૂબ આભાર
  ઘણા વખતથી એમનો સરસ મજાનો ફોટો જોઈતો હતો ; એ માટે આ વિડિયોનો ઉપયોગ કરી લીધો –
  http://sureshbjani.wordpress.com/2008/09/03/krushna-dave/
  ——
  ભલે સુરેશભાઈ આપનો હેતુ આવકારદાયી છે…આપને જે કઈ આવશ્યક હો,..બ્લોગ કે નીપૂણતામાંથી જણાવશો.
  -દિલીપ

 5. Viewed the Video….and these are the words that poure out of my Heart >>>

  ક્રુષ્ણ દવેના શબ્દો એમના જ મુખે,

  સાંભળી, આનંદ, આનંદ ચંદ્ર હૈયે !

  નવા જમાનાના શબ્દો ચુંટ્યા હતા એમણે,

  શબ્દોને પ્રેમથી રમાડ્યા હતા એમણે,

  ખરેખર, ક્રુષ્ણ દેવને વીડીઓ પર નિહાળી,

  હવે, નથી અફસોસ જો લેસ્ટર પ્રોગ્રામે હાજરી ના આપી !

  ક્રુષ્ણએ “શ્રી ક્રુષ્ણ”ને જ રમાડ્યો હતો શબ્દોમાં,

  ચંદ્ર છે રાજી,હવે જો “શ્રી ક્રુષ્ણ” રમે છે એના હ્રદયમા !

  >>>>ચંદ્રવદન.

  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhai Missed you for several Posts on Chandrapukar..Hope to see you soon !
  —–
  શ્રી ચન્દ્રવદનભાઈ, આપે તો દૂર રહી જ સાધી લીધા કાનજીને વેબસાઈટ પરથી જ મનાવી લીધા..આનાથી ઉત્તમ શું ?
  -દિલીપ

 6. કૄષ્ણભાઈને લેસ્ટરમા મહેમાન બનાવી ગુજરાતી સાહીત્યનો જે સ્વાદ ચખાડ્યો તે બદલ આભાર. લડનમા આ કવિએ જે રચનાઓ રજુ કરી તેને સાભળી ગુજરાત સમાચારના તંત્રી શ્રી સી.બી પટેલે તેઓને આવતા વરસે આવવા આમંત્રણ આપેલ છે અને એરટીકિટ ગુજરાત સમાચાર આપસે. આ બદલ સીબી પટેલનો હુ આભાર વ્યકત કરુ છુ. કૄષ્ણભાઈ એક એવા કવિ છે જે પ્રજાના હ્ર્દયની વાચા અને વ્યથા કહે છે અને બાળકોના તે પ્રિય કવિ છે.
  ——————-
  વિનુભાઇ, આભાર…લેસ્ટરમાં પણ તેમના કાર્યક્રમના આયોજનમાં અનેક મિત્રોનો સહકાર સાંપડ્યો અને સો થી પણ વધુ શ્રોતા પધાર્યા આજ ઘટના કહે છે કે અહીના લોકોને સાહિત્યમાં અને ગુજરાતી કવિતામાં કેટલો રસ છે..તમે તેમની એક બેઠક કરી તે માટે પણ લેસ્ટર્ગુર્જરી વતી આભાર..ખાસ તો બહારથી કવિશ્રી પધારતા હોય ત્યારે અહિના સ્થાનિકોની ઉપેક્ષા કરવામાં આવે તેવામાં ક્રુષ્ણ દવેએ ખાસ લેસ્ટરના સ્થાનિક કવિઓને સાંભળવા તત્પરતા ને ઉત્સાહ બતાવ્યો..અને સ્થાનિક કવિઓએ પોતાની રચના રજુ કરી વિષેષ અહેવાલમાં કહેવાશે..

 7. વાંચન અને વિડિયો બન્ને ગમ્યા. હેમન્તકુમાર અને બચ્ચન પણ સાંભળવા ગમ્યા. તમે લંડનવાળા અમેરિકનો કરતાં વધારે સારું કામ અને મહેનત કરો છો અભિનંદન… દિલસે,લગે રહો મુન્ના ભાઈ !

 8. પિંગબેક: ડોટ કોમ | હાસ્ય દરબાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s