બલિદાનો દીધાં છે તેમને સો સો સલામી છે

મિત્રો, આજના દિને નિમિત્તે રજુ કરુ છું એક ગઝલ..સ્વાતન્ત્ર્ય મળી ગયું કે મેળ્વ્યુ ?જો મળી ગયુ એમ માનીએ તો તેનું મૂલ્ય ન સમજાય, પણ મેળવ્યું છે અને તે માટે જવાનોએ શી શી યાતના સહી છે તે જો સ્મરવામા આવે તો ? ચાલો આજે શહીદોને યાદ કરી સલામી દઈએ…

ખીલ્યા છે મૂક્ત ફુલો બાગમાં ચહેરા ગુલાબી છે

નથી  ગુલામ કોઈ જિંદગી કેવી  મજાની  છે

વતન  સંગ્રામની ભૂલાય ના તેવી કહાણી છે

બલિદાનો દીધાં છે તેમને સો સો સલામી છે

અમે   સૌ  મૂક્ત  શ્વાસો  ખેંચીએ   શાને   ખુમારીથી

તજ્યાં નિજ શ્વાસ અંતિમ તે અમર નામી અનામી છે

ભગતસિંગ, વીર સાવરકર, ખુદી, સુભાષ, બીસ્મિલ્લે

તજી  સુખસેજ  સુંવાળી   દીધી  હોમી   યુવાની  છે

અહિંસા વ્રત ધરીને ‘હિન્દ છોડો’ ની કરી હાંકલ,

ખમી ત્રણ ગોળી ગાંધીએ અહો શું કુરબાની છે !

‘કદી યે  જીવતાજી શત્રુનું શરણું ન સ્વીકારું’

પ્રતિજ્ઞા ચંદ્રશેખરે શબ્દસઃ પાળી બતાવી છે

ફરી  તવ કુંખે લઈશું જન્મ ‘વંદે માતરમ કહીને ‘

ચૂમી  ફાંસી ભગતસિંગે, ગીતા કેવી પચાવી છે

‘જીવનથી પણ વધુ ઊંચું જીવનનું ધ્યેય છે  મુક્તિ’

‘છું હિન્દી’ કહી જતીને પ્રાણની બાજી લગાવી છે

ગુલામી  યાતના સ્મરશું તો મુક્તિ મૂલ્ય સમજાશે

સ્વનું ગુણરાજ્ય લાવીશું  સફળતાની નિશાની છે

વિવિધ ભાષા, વિવિધ ધર્મે, વિવિધ પુષ્પે ચમન સોહે

પ્રભુ !  ઈચ્છા   અમોને   હારમાળા   ગૂંથવાની   છે

ગયા  શત્રુ છતાં તાંડવ વધુ  ગૌરવ  ને શું ગાવું  ?

જાગે નિજના જ લોકોએ સદા ગરદન ઝુકાવી છે

ન કોઈ વાહવાહ ની ચાહ અમર વીરોને દેવા દાદ

વતન પર ગર્વ છે મુક્તિ ગઝલ તેથી લખાણી  છે

વતનથી દુર જઈ ‘દિલીપ’ વતનની યાદ ના જાતી

વસી  પરદેશમાં પણ આંખડી કાયમ ભીંજાણી  છે

-દિલીપ ગજજર

 

16 thoughts on “બલિદાનો દીધાં છે તેમને સો સો સલામી છે

 1. અદભૂત અને જોશીલા શબ્દો. તમારી દેશ દાઝે જ આ અપ્રતિમ સર્જન કરાવ્યું છે.

  મેં લઝેલું એક મુક્તક આ સાથે યાદ આવી ગયું –
  છંદ – સ્રગ્ધરા
  ગણ – મ ર ભ ન ય ય ય
  માત્રા – ગાગાગાગા લગાગા, લલલલલગા, ગાલગા ગાલગા ગા
  રાગ – જીવો ને જીવવા દો, મરણ લગણ આ, જીંદગી ચાર દી’ની
  ——————————–
  જાણે ના કોઇ જેને, નયનસભર હા! ભીંજતી આંખ સૌની,
  છેવાડે કો’ ઉભેલો, અણનમ ડગથી, ડારતો હાક પાડી.
  શત્રુસેના ભગાવી, ચકમક ઝરતી, બંદુકોના ભડાકે,
  છેલ્લા શ્વાસે લડેલા, નમન તુજને, હે! પ્રહરી દેશપ્રેમી!

  ________________________________

 2. સરસ દેશપ્રેમની ગઝલ!વિરોની શહાદત યાદ કરીયે તો આઝાદીનુ મુલ્ય સમજાય!સાચી
  વાત છે સાચે આપ સર્વને આઝાદી દિવસ મુબારક !!અને આ આઝાદીનુ મુલ્ય સમજવાની સમજ આવે એ દુઆ!
  સપના

 3. વતન સંગ્રામની ભૂલાય ના તેવી કહાણી છે
  બલિદાનો દીધાં છે તેમને સો સો સલામી છે
  વિવિધ ભાષા, વિવિધ ધર્મે, વિવિધ પુષ્પે ચમન સોહે
  પ્રભુ ! ઈચ્છા અમોને હારમાળા ગૂંથવાની છે
  વતનથી દુર જઈ ‘દિલીપ’ વતનની યાદ ના જાતી
  વસી પરદેશમાં પણ આંખડી કાયમ ભીંજાણી છે
  Well done Dilip
  On this occassion of Independence day your Gazal says lot more if one try to read the inner meaning of your couplets. Mubarakbad from all of us at The Gujarati Writers’Guild-UK(Estd:1973)
  Siraj Patel Paguthanvi
  Secretary-Gujarati Writers’Guild-UK

 4. આજે મારો પરિવાર તમારી આ કવિતા લખવા માટે તમોને અને તમારા પરિવારને અભિનંદન આપે છે. ગુર્જર સુતાર સમાજ માટે પણ આપ અભિમાન લઈ શકાય તેવા વ્યકિત છો. જે વિચારો તમે કવિતામાં રજુ કર્યા છે તે ખુબજ ભવ્ય છે. દરેક ભારતીય પરિવારે આ કવિતા પોતાના પરિવારમાં રજુ કરી તેને વિગતે સમજાવવી જોઈએ. આભાર

  વિનુ સચાણીયા.

 5. ન કોઈ વાહવાહ ની ચાહ અમર વીરોને દેવા દાદ
  વતન પર ગર્વ છે મુક્તિ ગઝલ તેથી લખાણી છે

  વતનથી દુર જઈ ‘દિલીપ’ વતનની યાદ ના જાતી
  વસી પરદેશમાં પણ આંખડી કાયમ ભીંજાણી છે

  ખુબ સુંદર … રચનાના ભાવો પ્રસંગોચિત અને હૃદયસ્પર્શી …

 6. Dilipbhai

  It is an excellent poem. The wording s and the scarifies of the worrier should not be forgotten. Because of them we are and our country men are free and happy.
  Your efforts are excellent to make this poem. May God give you more strength to create more Gazals.
  Dharmesh

 7. તમારી દેશદાઝ ગમી
  વતનથી દુર જઈ ‘દિલીપ’ વતનની યાદ ના જાતી
  વસી પરદેશમાં પણ આંખડી કાયમ ભીંજાણી છે…..અને તમારી વેદના પણ સમ્જાય તેવી છે.

 8. આપ સહુની વતન ભાવના પ્રતિભાવથી વ્યક્ત થઈ છે, આભાર. આપ સહુની વતનભાવનાને મનોમન વંદન કરું છું
  dilip

  Comment by Haresh H Sanghavi *RATNAKAR* 2 hours ago
  Dilipbhai Dil ni lipi dvara j veer gatha lakhi chhe te kharakhar hriday sparshi chhe ! Aatma ane sharir ma deshbhakti ni lagani nase nas ma vyapi gai ! vande mataram !

  Comment by PARESH JOSHI 4 hours ago
  આઝાદીના વીર નાયકોને, આપે આઝાદી પર્વે જે સલામી આપી છે, તે માટે ધન્યવાદ. સ્પર્શી ગઈ આ ગઝલ. અભિનંદન.

  Comment by સ્વપ્ન” જેસરવાકર (ગોવિંદ ) 5 hours ago
  મુરબ્બી દિલીપભાઈ,
  ફરી તવ કુંખે લઈશું જન્મ ‘ વંદે માતરમ કહીને’
  ચૂમી ફાંસી ભગતસિંગે , ગીતા કેવી પચાવી છે.

  ધન્ય છે આ ભડવીરો અને જનેતાઓને જેમણે
  આવા નિડર ,નિસ્વાર્થી અને દેશદાઝ સપુતોને
  જન્મ આપ્યો.
  આ સાથે ધન્ય છે વતનથી દુર રહી લખતા દિલીપભાઈ
  જેઓ વતન પ્રત્યેની ભાવના ઉજાગર કરી સુંદર અને
  દેશદાઝ ભર્યું ગીત રજુ કરવા બદલ. અભિનંદન.

  Comment by Ramesh Patel 13 hours ago
  વતન પર ગર્વ છે મુક્તિ ગઝલ તેથી લખાણી છે
  વતનથી દુર જઈ ‘દિલીપ’ વતનની યાદ ના જાતી

  શ્રી દિલીપભાઈની ગઝલ એટલે ભાવુકતાના
  સમંદરની શીતળ લહેરીઓ.વતન પ્રેમી
  લાડકવાયાઓને, ગુલામીની ઝંઝીરોથી નવી પેઢીને
  આઝાદીના વાયરા દેનાર વીર નાયકોને, આપે
  આઝાદી પર્વે જે સલામી આપી છે,તે માટે ધન્યવાદ.
  અંતરને સ્પર્શી ગઈ આ ગઝલ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Comment by WildLife Lover 16 hours ago

  અહિંસા વ્રત ધરીને ‘હિન્દ છોડો’ ની કરી હાંકલ,
  ખમી ત્રણ ગોળી ગાંધીએ અહો શું કુરબાની

  Comment by BHARAT SUCHAK 1 day ago
  સ્વનું ગુણરાજ્ય લાવીશું સફળતાની નિશાની છે
  વિવિધ ભાષા, વિવિધ ધર્મે, વિવિધ પુષ્પે ચમન સોહે

  પ્રભુ ! ઈચ્છા અમોને હારમાળા ગૂંથવાની છે
  ગયા શત્રુ છતાં તાંડવ વધુ ગૌરવ ને શું ગાવું ?
  ખુબજ સરસ

 9. દિલીપ ભાઇ પરદેશમાં રહીને પણ દેશપ્રેમ અમારાથીય ચડીયાતી રીતે જાળવી રાખ્યો છે તે એકે એક પંક્તિમાં છલકે છે. ખરે ખર વતન પર શરફરોસ થનાર્રી વિભૂતીઓને યાદ કરીએ એટલે આંખો ભીંજાયા વગર ન રહે.

 10. તજી સુખસેજ સુંવાળી દીધી હોમી યુવાની છે
  અહિંસા વ્રત ધરીને ‘હિન્દ છોડો’ ની કરી હાંકલ,
  ખમી ત્રણ ગોળી ગાંધીએ અહો શું કુરબાની છે !
  ….
  વિવિધ ભાષા, વિવિધ ધર્મે, વિવિધ પુષ્પે ચમન સોહે
  પ્રભુ ! ઈચ્છા અમોને હારમાળા ગૂંથવાની છે
  …….
  આઝાદીના એ ગૌરવભર્યા લડવૈયાઓનો ઈતિહાસ આપે
  ઉરમાં ઝીલ્યો છે અને જે ગઝલ ભાવથી ભરી ઉભરી છે,શ્રી દિલિપભાઈ
  ઓળઘોળ થઈ જવા માટે પૂરતું છે.આવી ગઝલ જ અમૂલ્ય ઘરેણા
  સમાન છે.સાવજની ડણકભરી આ ગઝલ માટે ,આઝાદી પર્વે
  અંતરના અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 11. વતનપ્રેમ અને શહાદતોને અંજલી અર્પતી સુંદર રચના.

  વતનથી દુર જઈ ‘દિલીપ’ વતનની યાદ ના જાતી
  વસી પરદેશમાં પણ આંખડી કાયમ ભીંજાણી છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s