શિશુ પૈગામ દેવા સ્વર્ગથી જો અવતર્યા લાગે

મુક્ત કંઠે પ્રેમકેરા ગીતનું ગુંજન કરો, અન્ય સૌ ભેદો ભરમનું જગથી નિકંદન કરો
ના થવું હિંસાના સાધન હોય જો તાકાત તો, ફૂલ નહિ તો પાંદડીનું કમસે કમ સર્જન કરો

સાગર તર્યા લાગે !!

શિશુ પૈગામ દેવા સ્વર્ગથી જો અવતર્યા લાગે

ગઈ નિર્દોષતા નરની બુરા કૃત્યો વધ્યા લાગે

વસંતે જો ચમન સૌ ફૂલથી હર્યાભર્યા લાગે

ખિજામાં જ્યાં જુઓ ત્યાં વૃક્ષથી પર્ણો ખર્યા લાગે

બુઢાપામાં જવાનીને કરું છું યાદ તો લાગ્યું

ઉછળતા મોજાઓ આવી કિનારે સૌ ઠર્યા લાગે

કદી વાદે ચડે નરનાર તો મરચાં સમાં તીખા

મસાલે રાગ્દ્વેશોના ભર્યા સંભારિયા લાગે

અનુયાયી અજબની અંધશ્રદ્ધામાં રચ્યા રહેતા

ડૂબે ખાબોચિયામાં તોય પણ સાગર તર્યા લાગે

ફકત વ્યવહાર ના ચાલે કસોટી થાય છે સતની

પ્રભુભક્તિ અને અધ્યાત્મમાં ઢોંગ જ નર્યા લાગે

ગુરુ ,ભાર્યા, પ્રભુ, પૈસો, સહુ સારું બને મારું

બધે આહાર, નિંદ્રા, ભય, ન જુદી દિનચર્યા લાગે

ના પ્રગટ્યા દીપ અંતરના હરિ ના વિશ્વમાં જોયા

વિષય વિકારના શિકાર થઇ હર્યા ફર્યા લાગે

‘દિલીપ’ જઈ જૂઠના  શરણે હજારો સત્ય સ્વીકારે ?

ગયા દોરાઈ જ્યાં ત્યાં ભ્રમમાં જીવ્યા મર્યા લાગે

-દિલીપ ગજજર

7 thoughts on “શિશુ પૈગામ દેવા સ્વર્ગથી જો અવતર્યા લાગે

 1. મુક્ત કંઠે પ્રેમકેરા ગીતનું ગુંજન કરો, અન્ય સૌ ભેદો ભરમનું જગથી નિકંદન કરો
  ના થવું હિંસાના સાધન હોય જો તાકાત તો, ફૂલ નહિ તો પાંદડીનું કમસે કમ સર્જન કરો
  What a wonderful message to the community as a whole.
  Appreciation all the way to you Dilip for such a poetic creation in very simpified language which can be understood by everyone even with a limited knowledge of Gujarati language.
  Siraj Patel”Paguthanvi”

 2. દિલીપભાઈ ખૂબ સરસ થઈ મત્લાનો શેર ખૂબ સરસ થયૉ અને મક્તો પણ!!
  અનુયાયી અજબની અંધશ્રદ્ધામાં રચ્યા રહેતા
  ડૂબે ખાબોચિયામાં તોય પણ સાગર તર્યા લાગે
  આખી ગઝલ સરસ ચિંતન માંગી લે છે..
  સપના

 3. મા. શ્રી દિલીપભાઈ

  ” વસંતે જો ચમન સૌ ફૂલથી હર્યાભર્યા લાગે
  ખિજામાં જ્યાં જુઓ ત્યાં વૃક્ષથી પર્ણો ખર્યા લાગે
  ફકત વ્યવહાર ના ચાલે કસોટી થાય છે સતની
  મુક્ત કંઠે પ્રેમકેરા ગીતનું ગુંજન કરો
  ફૂલ નહિ તો પાંદડીનું કમસે કમ સર્જન કરો ”

  સરસ સુંદર ક્રુતિ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s