15 thoughts on “ભાગ્ય વિધાતા-કાવ્ય પઠન, દિલીપ ગજજર.

 1. દિલીપભાઈ ખૂબ માર્મિક ગઝલ! સાચી પણ! પઠન પણ સરસ થયું..અભિનંદન!!આને ત્રિપદી ગઝલ કહેવાય?બીજી લાઇન ખૂબ ગમી આમતો આખી ગઝલ સરસ કયો શેર ટાંકૂ?
  સપના

 2. આદરણીય શ્રી દિલીપભાઈ,
  ખુબ જ સુંદર ગઝલ છે.
  મહેનત વિના મેળવવાની વૃતિ છોડી દે
  કરી શકું છું સઘળી લક્ષ્યે શક્તિ જોડી દે
  કર્મ કદી ના ફોગટ જાતું ઈશ્વર દાતા છે
  માનવ તારા
  અંતર ભાગ્ય વિધાતા દ્વારા ખુબ સરસ સંદેશ આપ્યો છે.
  અભિનંદન. પ્રણામ. નુતન વર્ષ ની શુભેચ્છા.

 3. શ્રી દિલીપભાઈ,
  ઘણા દિવસો પછી પાછો આપની રચના નો આસ્વાદ માણ્યો. ગીત-ગઝલ, છંદ-લય વગેરેમાં તો કંઈ ખબર નથી પડતી મને. પણ શબ્દો તો હ્રદયને સ્પર્શે છે.
  અભ્યાસુ તો બુદ્ધિ કસીને… ખૂબ ગમી.
  જય

 4. શ્રી દિલીપભાઈ,
  તમારો બ્લોગ જોયો, ખુબ સરસ છે. મે સુથાર સમાજ માટેની વેબસાઈટ http://suthar.co.in બનાવેલ છે.

  જો તમારી અનુમતી હોય તો તમારા લેખ વેબસાઈટમાં મુકુ.
  અથવા તો તમે પણ સાઈટમાં રજીટ્રેશન કરીને લેખ લખી શકો છો/

  આભાર સહ,
  કેતન ધોળકીયા

 5. શ્રી દિલિપભાઈ
  આપે મારી એક પોસ્ટના સંદર્ભે આ ગઝલ મોકલી હતી અને તેને મેં કોમેન્ટમાં લિન્ક આપીને સમાવેશ કરેલો. ફરી એક વખત આપની આ ગઝલ વાંચીને આનંદ થયો.

  http://bhajanamrutwani.wordpress.com/2010/02/22/shu-tamane-shraddha-che/

 6. દિલીપભાઈઃ તમારા પ્રેરક કાવ્ય અને એવા જ કાવ્યપઠને મને ગજબની પ્રેરણા આપી છેઃ
  આદિલની ૭૫મી જન્મજયંતિ મે ૧૮, ૨૦૧૧ના રોજ આવી રહી છે. એ દિવસે ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક પ્રકાશિત કરવાના પ્રયત્ન કરીશ. ડીસેમ્બર ૩૧, ૨૦૧૦ સુધીમાં, પુસ્તક પ્રકાશિત થયા પછીના એક વર્ષમાં ૧૦૦,૦૦૦ (એક લાખ) કોપીનું કેવી રીતે વેચાણ અને વિતરણ થઈ શકે એની યોજના તૈયાર કરીશ. જેમ આદિલે પરંપરાની સાથે રહી ગઝલને નવો ‘વળાંક’ આપ્યો એમ ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક ગુજરાતી પુસ્તકોના વેચાણ અને વિતરણને પરંપરાની સાથે રહી નવો ‘વળાંક’ આપશે!

  યોગ્ય પ્રકાશક જો ન જ મળે તો આદિલના કોઈ ચાહકે ‘આદિલના શેરોનો આનંદ’ પ્રકાશિત કરવું જોઈશે. ઉપરાંત એક વર્ષમાં ૧૦૦,૦૦૦ (એક લાખ) કોપીના વેચાણ અને વિતરણની હું યોજના તૈયાર કરીશ, પણ એને અમલમાં મૂકવાનું કાર્ય ‘ટીમ આદિલ-આનંદ’એ (આ ટીમ બનાવવાની છે) કરવાનું રહેશે. કેટલાક સંજોગોને લીધે વેચાણ અને વિતરણના યોજનામાં હું પ્રત્યક્ષ કાર્ય નહીં કરી શકું. ઉમેરું છું કે ‘ટીમ આદિલ-આનંદ’ના દરેક સભ્યને એમની મહેનત અને કામના પ્રમાણમાં પુસ્તકના નફામાંથી યોગ્ય મહેનતાણું મળે એનો હું આગ્રહ રાખીશ.

  આ યોજના વિશે વધુ http://www.girishparikh.wordpress.com પર લખતો રહીશ.

  – – ગિરીશ પરીખ ઇ-મેઇલઃ girish116@yahoo.com

 7. ચીંતનથી ભરી સુધાસમ આ રચના અને એટલા જ સરસ રોકડા રુપિયા જેવા ખનખનતા સ્વરમાં

  આપનું પઠન..માનવ તારા ભાગ્યનો તું જ નિર્માતા છે…એક યાદગાર ભેટ.આ બહુમૂલ્ય હૃદયથી ઉદભવેલી

  રચના આપના મનોજગતનું ઉત્તમ દર્શન પ્રસ્થાપિત કરી ગઈ. શ્રી દિલીપભાઈ એટલે દિલીપભાઈ જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s