ગઝલ ત્રિવેણી…..ત્રણ ગઝલકારોની એક સહિયારી ગઝલ

મિત્રો, તાજેતરમાં અમારે ત્રણે ગુર્જરીગઝલ ને કારણ નજીક આવવાનું બન્યું..અને યુ.એસ.(Lake Park )સ્થીત શિતલ જોષીને આ વિચાર આવ્યો..તેમને મોક્લી આપેલ ગઝલ ત્રિવેણી સહર્ષ રજુ કરું છું..આશા છે આપ આ ઉગતા શીતલના પ્રયોગને પ્રતિભાવ આપી  બિરદાવશો.

ગઝલ ત્રિવેણી…..ત્રણ ગઝલકારોની એક સહિયારી ગઝલ

કામ ને બસ કામ  છે

કયાં અહી આરામ છે

હોઠ પર એક નામ છે

હૈયે  તેથી  હામ  છે

નાંખ સાકી તું હજી

આ અધૂરો  જામ  છે

મળ સમયની પાર તું

જયાં ન સુબ્હ-શામ છે

મારા માટે  ખાસ  તું

બીજુ બધ્ધું આમ છે

આપનો સૂરજ ઉગે

મારે ઢળતી શામ છે

એની કાતિલ આંખથી

જગમાં કત્લેઆમ  છે

માત્ર  એના  સ્પર્શથી

આ ગઝલ ગુલફામ છે

રૂપથી  રોશન  પ્રિયે

મારી સુબ્હો-શામ છે

ઓઢણી ફરકે કદી

રાહ જોતું  ગામ  છે

કેમ આવું તુજ ગલી

ત્યાં તો ચક્કાજામ છે

યાદ નૂં સ્ટેશન અલગ

ટ્રેન છે ના ટ્રામ  છે

તું નથી સપના નથી

ખેલ બસ તમામ છે

સુખ દુઃખથી છે પરે

તે પરમનૂં  ધામ  છે

આગવી ઓળખ નથી

નામ જ સર્વનામ છે

છે ગઝલ કાબા અને

ગઝલ કાશીધામ છે

વ્હેમનું ઓસડ નથી

લાવ ઝંડુ બામ છે ?

કામ પણ ઉત્સવ બને

એજ મારુ કામ છે

જયાં વસે ‘બેદારજી’

એ ગઝલનું ગામ છે

કેમ ઝળહળશે ‘દિલીપ’

દીપનો    દમ્મામ    છે

છે  અલગ અંદાજનો

‘શિતલ’ ફકત નામ છે

-બેદાર લાજપુરી / દિલીપ ગજ્જર / શિતલ જોશી
Autumn at Victoria Park, Leicester UK photo by DGajjar 16th Nov.2010

28 thoughts on “ગઝલ ત્રિવેણી…..ત્રણ ગઝલકારોની એક સહિયારી ગઝલ

 1. દિલીપભાઈ….આપનાં બ્લોગ પર ગઝલ ત્રિવેણી ખીલી ઉઠે છે…..ખુબ સરસ ગઝલ થઈ છે…આવું પ્રોત્સાહન સદાય આપતા રહેશો….આભાર.

 2. આદરણીય શ્રી દિલીપભાઈ,

  ત્રણ વ્યક્તિ એક મેકમાં સમાઈ ગાઈને એક સર્જન સુંદર થયું.

  શીતલ ચાંદની માં દિ’ કોઈ દિવસ લીપ ના થાય

  અને બેદાર લાજ જાળવી એક ન્યુનતમ સર્જને જાય.

  અર્થાત શીતલ ચાંદનીમાં દિ (દિવસ )લીપ ( ખોવાય )

  નહિ ને બેદાર લાજ રાખી ત્રણેય થકી સુંદર ગઝલ રચાય.

  શીતલ જોશી ,દિલીપભાઈ અને બેદાર લજ્પુરીને અભિનંદન…

 3. Nice ! Very Nice !!
  Gazal by 3 Gazalkaro….

  જયાં વસે ‘બેદારજી’
  એ ગઝલનું ગામ છે
  કેમ ઝળહળશે ‘દિલીપ’
  દીપનો દમ્મામ છે
  છે અલગ અંદાજનો
  ‘શિતલ’ ફકત નામ છે
  Congrats to Bedar..Dilip…Shital !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhai….It was nice of 3 of you to do ONE !
  Dilipbhai….You have visited Chandrapukar….Now I invite BEDARBHAI & SHITALBHAI to my Blog ! One visit from them will be like their Blessings to me….even if I am NOT a Gazalkar !

 4. ડો. ફારુક…,ડો.ચન્દ્રવદન ઉપરાંત ઉપર કોમેન્ટ કરનાર આપ સૌ નો ખુબ ખુબ આભાર…આપ સૌ ને એકજ વિનંતી કે આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો…ખુબ ખુબ આભાર દિલીપભાઇનો કે બ્લોગ ઉપર લૅસ્ટર અને લંડનવાસીઓ નો પરીચય કરાવી દીધો……

  ડો. ચન્દ્રવદનજી…આપની લાગણી બદલ ખુબ આભાર….આપ વડિલ છો..આશિર્વાદ તો આપે મને આપવા પડશે…..આપના બ્લોગની મુલાકાત જરૂર લઈશ….બાકી હું તો સાવ નવો નિશાળીયો છું આ ગઝલ વિષયમાં…..બેદાર સાહેબ અને દિલીપભાઇ ગુરુધર્મ નિભાવે છે….આભારી છું એ બેઉનો પણ….
  બસ આજ રીતે ગઝલોને ગમાડશો તો આનંદ થશે.

  દિલીપભાઈ..આપના બ્લોગ પર નવી ઓળખ મને અને ગઝલને મળી છે…બેઉ આપના આભારી છીએ.

 5. સહજ સ્ફૂરેલી પંક્તિઓઃ
  ત્રણ ગઝલકારોની સહિયારી ગઝલ
  મુજને પ્યારી આ છે સહિયારી ગઝલ
  બેદાર, શિતલ, ને દિલીપ કવિઓ રચે
  આશિકોને કાજ સહિયારી ગઝલ …

 6. પિંગબેક: આશિકોને કાજ સહિયારી ગઝલ … « Girishparikh's Blog

 7. પિંગબેક: આશિકોને કાજ સહિયારી ગઝલ … « Girishparikh's Blog

 8. માત્ર એના સ્પર્શથી
  આ ગઝલ ગુલફામ છે

  ઓઢણી ફરકે કદી
  રાહ જોતું ગામ છે

  કેમ આવું તુજ ગલી
  ત્યાં તો ચક્કાજામ છે

  યાદ નૂં સ્ટેશન અલગ
  ટ્રેન છે ના ટ્રામ છે

  ગઝલનો રણકો દરેક શેરમાં ગુંજતો અનુભવ્યો. ત્રણ ગઝલકારોએ દિલના ભાવને

  સરસ બહેલાવ્યા છે…એક સેતુ રચાયો છે સાહિત્ય કેડી પર. મજા આવી.

  ત્રણે ગઝલકારને હ્રુદયથી અભિનંદન..શ્રી દિલીપભાઈ..મજાના બેદાર ભાઇ અને શ્રીશીતલભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. બે શબ્દોના અર્થ હું જાણતો નહોતો. આપણા મહાકોશ ‘ભગદ્વોમંડલ’ (www.bhagavadgomandal.com) માંથી એમના આ અર્થ મળ્યાઃ ‘ગુલફામ’ એટલે ગુલાબી, અને ‘ચક્કા’ એટલે દારૂ પીવાનું માટીનું વાસણ.

 10. ઓઢણી ફરકે કદી
  રાહ જોતું ગામ છે

  કેમ આવું તુજ ગલી
  ત્યાં તો ચક્કાજામ છે

  nice gazal…these sher liked most

  but this line not
  લાવ ઝંડુ બામ છે

  Lata Hirani

 11. હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે
  સમજી શક્યા નથી અને સમજી શકાય છે

  શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
  ચાદર પથારી પરની તો બદલી શકાય છે

  ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
  શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

  આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
  આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

  -નયન

  ghani sunder rite ekrass banavi chhe rachna………….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s