મૂછો હોય તો હોય કાકાના જેવી !

 

બહુ ઓછા લોકો હસે ને હસાવે
મળે ચાર હાથો ને ચોષઠ ખિલાવે
પરાયા દુ;ખે સહુ હસી પણ  ઉડાડે
કલાકાર ખુદપર હસીને હસાવે
દિવાળી ધૂળેટીના તહેવાર તો પણ
વગર વાંકે માતમ  ઘણા જન મનાવે
સ્વયં સુધર્યા વિણ ઘણા જગ સુધારે
જાણે પાઠ પોપટ બીજાને ભણાવે
કોઈ જાદુ મંત્ર  ને માથા ધૂણાવી
ભલા લોકને ઠગ તો મૂરખ બનાવે
રુદન જાણે કોઠે પડી ગયું છે એવું
કોઈ જો હસે લોક પાગલ ઠરાવે
જગત છોડી જાતાં રડે તે તો સમજ્યા
તરત જન્મતા છોરુને પણ રડાવે
ગ્રહો હસ્ત રેખા બતાવી દે જોષી
નડે ખુદ સ્વયંને તે ક્યાંથી બતાવે
કાકાનો કેકારવ કવિનો ગુંજારવ
દવા કાઠીયાવાડી દઈ દઈ હસાવે
મૂછો હોય તો હોય કાકાના જેવી !
મૂછો તે નકામી જે છોરા ડરાવે
જ્યાં અંતરનો વૈભવ કોઈ ના જુએ ત્યાં
‘દિલીપ’ શાયરી વિણ બીજું શું સુણાવે ?
દિલીપ  ગજજર

ચિત્ર વિમલ જોશીનું છે અર્થાત કરસન કાકાના પાત્ર થી જાણીતા લેસ્ટરના ખુબ લાડીલા યુવાન કલાકાર છે

13 thoughts on “મૂછો હોય તો હોય કાકાના જેવી !

 1. રુદન જાણે કોઠે પડી ગયું છે એવું
  કોઈ જો હસે લોક પાગલ ઠરાવે
  હાહાહા મજા પડી દિલીપભાઈ આને હઝલ કહેવાય? કાકાની મૂંછો ગમી …મૂંછે હો તો બિગ બિનો ડાયલોગ યાદ આવ્યો…રૂદનના પોટલા માથાં પર લઈને ફરતાં લોકોને હસાવી જાય એજ હઝલ હોતી હશે..આભાર મારાં ચહેરા પર સ્મિત મૂકવા બદલ..
  સપના

 2. વાહ! મજા આવી ગઈ. બહુ સરસ શબ્દો ગોતી કાઢ્યા છે.
  થેન્ક્સ ગીવીંગનો દિવસ સુધારી દીધો.
  મૂછ મુંડાવેલી હોય તો ય આ લક્ષણો હોઈ શકે છે.
  આને હાદ પર ચઢાવવું જ પડશે.

 3. પિંગબેક: મૂછો હોય તો હોય કાકાના જેવી !- દિલીપ ગજ્જર | હાસ્ય દરબાર

 4. Again congratulations Dilipbhai.
  Muche ho to Nathuram jesi yad avigayu.
  please convey my regards to , લેસ્ટરવાસી શાયર બેદાર લાજપુરીની ગઝલ મનહર ઉધાસના ‘અનમોલ’ આલ્બમ માં !!!
  Congratulations

 5. કાકાનો કેકારવ કવિનો ગુંજારવ
  દવા કાઠીયાવાડી દઈ દઈ હસાવે
  મૂછો હોય તો હોય કાકાના જેવી !
  મૂછો તે નકામી જે છોરા ડરાવે
  સરસ રચના

 6. આજે ગઝલ વડે શ્રી દિલીપભાઈ આપે મૂછો ને વળ દીધો. મૂછો તો પાણીદારની નીશાની
  અને ઍટલે બીચારું બાળક તો રડી જ ઊઠે. હવે તો બીચારા પપ્પઓ જ સફાચટ થઈ ગયા છે..
  હવે નવી પેઢીના બાળકો ને દાઢીવાળી પપ્પા માટે આપે ગઝલ લખવી પડશે.
  આ મજાની ગઝલ મનભરી ને માણી.
  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s