નિસ્વાર્થ નિર્મલ સ્નેહની ઝરણાની ધારા બા હતા


परे च न विजानन्ति मयमेत्थ यमामसे,
ये च तत्थ विजानन्ति ततो सम्मन्ति मेघगा.

हम सभीको एक दिन यहां से जाना है, इस तथ्यको सामान्य लोग नही जानते
जो ईस तथ्यको जानते है, उनके सारे कलह( विकार) शान्त हो जाते है…
-बुद्ध वचन. धम्म पद

 

નીકટ્વર્તી સબંધીના બા ની અંતિમ વિદાય વેળાએ..

નિસ્વાર્થ નિર્મલ સ્નેહના ઝરણાની ધારા બા હતા

પથ્થર હૃદયના રણમહીં  કરુણા ફુવારા  બા હતા

પૈસે ટકે રંગે રૂપે ઊંચા ઘણા સંપતથકી

દેખાવ ને પૂછો નહિ સંસકારે સારા બા હતા

સંતાન જગદંબાના સહુ  મારું કે તારું સ્થાન શું ?

નિજના ગણી ઉછેરતા તુલસીના ક્યારા બા હતા

સંસારના સાગર મહીં વિષમય કોઈ વિષયી કોઈ

મમતામયી અમૃતમયી અમ સૌના પ્યારા બા હતા

સંસારના સંતાપમાં સતસંગ  સતત કરતા રહ્યા

સીધા સરળ જે શાંતા બા નામે અમારા બા હતા

જે આજ અંતિમ વાર  દર્શન દઈ અને ચાલ્યા જશે

જાતા પરમ ધામે તે આશિષ આપનારા બા હતા

અંતિમ પળે પણ આવકારો આપતા મીઠો સદા

આપી ગયા છાયા શીતલ ઈશ્વર દુલારા બા હતા

આખર તજી  દઈ ઘર ને નશ્વર દેહ કાંધે જાય તે

દુ:ખી સ્વજન ને નિજ સહારો આપનારા બા હતા

-દિલીપ ગજજર

30 thoughts on “નિસ્વાર્થ નિર્મલ સ્નેહની ઝરણાની ધારા બા હતા

 1. ‘બા બોલાવે ઓમ’ કાવ્ય નીચેની લીંક પર ક્લીક કરીને વાંચોઃ
  http://girishparikh.wordpress.com/2010/05/09/%e0%aa%ac%e0%aa%be-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b2%e0%aa%be%e0%aa%b5%e0%ab%87-%e0%aa%93%e0%aa%ae/ .

  ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક હાલ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર છે અને યોગ્ય પ્રકાશકની શોધમાં છે. હાલ ફીનીશીંગ ટચ આપી રહ્યો છું. ભાગ ૬૮માં પણ ‘બાળક બોલે ઓમ અને બા’ કાવ્ય છે. એ ભાગને ચેક કર્યા પછી મારી ઇ-મેઇલ જોઇ તો દિલીપભાઇના ‘બા’ વિશેના કાવ્યની એમની વેબ સાઇટ પરની માહિતિ હતી. કેવો જોગાનુજોગ! તરત જ એમનું માતૃપ્રેમથી છલકાતું ‘બા’ કાવ્ય વાંચ્યું અને આ કોમેન્ટ પોસ્ટ કરું છું.

  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  • શ્રી ગીરીષભાઈ..આપ જેવા સહ્રુદય કવિના સાત્વનાભાવ બદ્લ ક્રુતજ્ઞ છું..આપને રન્નાદે પ્રકાશન્ના હંમેશભાઇ ઉચિત રીતે સહકાર આપશે તેવી આશા છે.જેમને આદિલજીના પ્રકાશન કાર્ય હાથ ધરેલા.હા આ પોષ્ટ્નો યોગાનુયોગ જ થયો..મળતા રહીશું.

 2. સંતાન જગદંબાના સહુ મારું કે તારું સ્થાન શું ?
  નિજના ગણી ઉછેરતા તુલસીના ક્યારા બા હતા
  સંસારના સાગર મહીં વિષમય કોઈ વિષયી કોઈ
  મમતામયી અમૃતમયી અમ સૌના પ્યારા બા હતા
  હ્રુદયસ્પર્શી અંજલી… હવે તમારાં બા પણ જગતની માતાઓમાં પરિવર્તિત પામ્યાં છે.
  આવા ગુણોથી સભરસભર બાનું એટલું જ દેદીપ્યાન વ્યક્તિત્વ. કવિ બોટાદકરે ગાયું જ છે ને :
  મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
  લેતાં ખૂટે ન એની લહાણ રે.
  … જનની જોડ સખી ! નહીં જડે રે લોલ !’
  કવિ ‘શેષ’ની જબાનમાં, દરેક માતાને પાયલાગણ કરતાં કરતાં મન મૂકી ગાઈશું :
  પરથમ પરણામ મારા, માતાજીને ક્હેજો રે
  માન્યું જેણે માટીને રતંનજી;
  ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડયા, એવાં
  ‘કાયાનાં કીધલાં જતંનજી’.
  તેમાં નહોતો રજ પણ મને ખેંચવાનો પ્રયાસ,
  નો’તો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ !
  જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ :
  મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ !
  − કરસનદાસ માણેક

 3. પ્રથમ પંક્તિમાં
  નિસ્વાર્થ નિર્મલ સ્નેહની ઝરણાની ધારા બા હતા
  ને બદલે
  નિસ્વાર્થ નિર્મલ સ્નેહના ઝરણાની ધારા બા હતા
  હોવું જોઈએ એમ લાગે છે. જોઈ જોજો.

 4. બા ની હ્રદય સ્પર્શી રચના ગમી…સંવેદન અભિવ્યક્તી સાથેની રજુઆત…જોકે સંવેદનશીલ હ્રદય ધરાવતી વ્યક્તિ માટે આ અશક્ય નથી…અભિનંદન્

 5. આદરણીય શ્રી દિલીપભાઈ,

  આપના દુઃખમાં ભાગીદાર થઈને રૂબરૂ તો સાંત્વના આપી શકતો નથી .

  આજની આ વસમી ઘડીમાં પ્રભુ,પરમાત્મા, ઈશ્વર આપને શાંતિ અને સાંત્વના

  અર્પે. પરોપકારી અને નિસ્વાર્થ ભાવે માનવ,ફૂલ છોડ અને માનવતાનું

  જતન કરતા એવા પુણ્ય આત્મા સમ પૂજ્ય બાનાં આત્માને શાંતિ બક્ષે. માં

  જેવું આ જગત માંહે બીજું કોઈ બીજાનું જીવથી પણ જતન કરે એવું વ્યક્તિત્વ

  નથી. આપે આ પડછાયો ગુમાવ્યો તેનું મને પણ દુખ છે. હું પણ તેમના આત્માની

  શાંતિ માટે આવતી કાલે ઓમ નમઃ શિવાયની પાંચ માળા કરીશ.

  બા ના વ્યક્તિત્વને ઉજાગર કરતુ કાવ્ય હદય સ્પર્શી છે. જય શ્રી કૃષ્ણ.

 6. મારી મા … એને અમે બેન કહેતાં ,,, યાદ કરાવી દીધી.
  એનાં અશ્રુઓ ….
  હું ચાના પ્યાલા પર ઢાંકેલી પ્લાસ્ટીકની ડીશ બાજુએ મુકું છું. એની પર ચાની વરાળ ઠરીને બાઝેલાં પાણીનાં બીંદુઓમાં મને બહેનની આંખમાંથી સરતાં, ધુમાડો સહેવાના કારણે નીકળેલાં, અશ્રુઓ દેખાય છે.

 7. ભાવ ભરેલું આપનું હૃદયે સંવેદના ઝીલી, આ સંસારને મળેલી વિધાતાની આ પ્રસાદીને,
  આપે એક એક શબ્દમાં નીતારી છે. આપની આ ‘બા’ ને સ્મરાંણજલિ આંખ ભીંની કરી ગઈ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 8. બા એ બા જ હોય છે.. મને યાદ આવે છે આ પંક્તિ ’પહેલાં આંખમાં આંસુ આવતા અને બા યાદ આવતી હવે બા યાદ આવે છે
  ને આંખમાં આંસુ આવે છે.’

  લતા જ. હિરાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s