પ્રેમ પામ્યો આપનો લ્યો દિલથી આભાર છે

મિત્રો આપને ,Happy2011 Year સાથે એક રચના રજુ કરું છું
પ્રેમ પામ્યો આપનો લ્યો દિલથી આભાર છે
સર્વ ને વહેચી દીધો તે  પ્રેમનો વિસ્તાર છે
વર્ષ દશ વીત્યું પલકમાં  પ્રેમનો આધાર છે
હો  શુભેચ્છા પ્રેમ ધરશું  અંક શુભ અગ્યાર છે
સર્વ ધર્મોમાં જગતનાં ઈશ તો આધાર છે
પ્રેમના આધારવિણ સર્જન નહિ  સંહાર છે
તું પરી ! સર્વોપરી ને તું નયનતારા, પ્રિયે !
એક તારું  નામ પણ  સંબોધનો હજજાર છે
પ્રેમ છે તે તું જ છે ને તું જ છે તે પ્રેમ છે
પ્રેમ પ્રિયાનું સ્વરૂપ છે પ્રેમ સર્જનહાર છે !
આમ મોઢું ફેરવી લઇ ના જશો બહુ દૂર દૂર..
આંખના આંસુ  કહે  છે વ્હાલું, ઇન્તેઝાર છે
હર સ્થિતિમાં આપનું ચાહું અને ચાહ્યા કરીશ
તોલમાપ શાને કરો છો પ્રેમ ભારોભાર છે !
છોડશું ના એકમેકને અગણિત વચનો દીધાં
પ્રેમ  મરતો કોઈ દિ ના પ્રેમ  અપરંપાર  છે
પ્રેમ સાચો જોડશે દિલ ના કદી પણતોડશે
રાગ દ્વેષો મોહ ત્યાં અંધાર છે અંગાર છે
પ્રેમ પુરતો એક થી છે તે ગલી અતિ સાંકડી
કોક ત્રીજું પેસતા તૂર્ત જ કરે દર્રાર છે !
તું નહી તો ઓર સહી ! ચહેરો રહે બદલાવતા
દોસ્તને તરછોડનારી  બેવફાઈ વ્યભિચાર છે
હોય જુદા તે છતાયે  એક સરખા  મન બને
ગુણ દોષો ના નિહાળે  પ્રેમ ના વ્યવહાર  છે

આંખમાં તેની છબી લઈ નીરખી લે સર્વમાં
પ્યાર એક જ સાર છે નિસ્સાર આ સંસાર છે
બુદ્ધિ મનને ઇન્દ્રિયો ને શબ્દથી પર તે  દીલીપ
આંસુથી તારા પરે સૌ સીમથી પણ પાર  છે

 

-દિલીપ ગજજર
૩૧.૧૨.૨૦૧૦

ओ साथी रे तेरे बीना भी क्या जीना…
to Listen this song clik geetgunjan link on leftside blogroll..
ચિંતનિકા……….૨૦૧૧ આપણ્ ને સંદેશ આપે છે..હૂં એકલો નથી ..તું પણ છે માટે બે છે..પણ માણસ એકલતાથી પીડાતો રહે અને દુખ ભયનો માર્યો ફરિયાદ કરતો રહે કે….કે અય ખૂદા મે તેરી દુનિયામેં તનહા રહ ગયા..પણ તે તો કહે જ છે હું પણ છું તારી સાથે સુખ દુઃખમાં પણ મૂઢ માનવ તેને બહાર વિષય વાસના મોહનો માર્યો ક્ષણીક સ્વપનમાં  શોધતો ફરે છે અને થાકીને લોથપોથ થઈ એક્ની એક ભૂલ વારમ્વાર કરે છે.. એકને તરછોડી કૂટેવ મુજબ બીજામાં તે પ્રેમ આશા રાખે છે બીજો  મને સુખી કરશે  તેવી આશા રાખે છે પરન્તું બીજાનું બીજાપણું દૂર નથી થતુ કેમ કે તેનામાં મોટ્ટોમસ ઈગો- અહંકાર છે.. અને બીજાની વ્રુત્તિ પણ અશુદ્ધ હોય શકે..આ ઈગો થોડો સમય પણ આડો પડૅ તો એક પુલ બની જાય..આઈ આડૉ થાય તો જેમ બ્રિજ બની જાય અને ..શૂન્ય થાય તો  બે વ્યકતિ થોડો સમય પણ એક બની સહે એક સાથે આવી જાય,.. એક વત્તા એક તો બે જ થાય પણ એક સાથે આવતા અગિયાર થઈ જાય શુભ ઘટના સર્જાય જાય.ટૂંકમા બે છે તે એક અદ્વૈત બની જાય જો અહંશૂન્યતા આવે કાં તો પ્રેમ નિમિત્ત બને તો સહકાર નો સરવાળો થઈ જાય કોઇ આગળ પાછ ઉપરનીચે ન રહે ..માણસ એકલો રહી શકતો નથી અને બીજો આવતા ભય ઊભો થાય છે બીજાનું બીજાપણું કાઢવા ધરમે રસ્તો બતાવ્યો પણ ઈતિહાસનો અભ્યાસ કહે કે ધર્મે ભેદ વધાર્યા ભીતો ઊભી કરી અને ફેઈલ ગયો છે..અમારામાં આવું છે ને તમારામાં આવું છે પણ લોહી પણ સહુનું લાલ છે આ વાત વિસરી તે રક્ત  કેમ વહેવડાવે છે..?. તે શાસ્ત્રોને આગળ કરી શસ્ત્ર ઉગામે છે  પણ પોતાના મનમાં ખોપડીમાં શું છે તે આત્મનિરિક્ષણ કરે તોવાંચે તો ? સૂચક છે ગીતાનો અધ્યાય અગિયાર..જેમાં વિશ્વરુપ દરશન પ્રભુ અરજુનને ( અરજુન અર્થાત જે સરળ છે તે ) બતાવે છે..જો દ્રુશ્તી મળી જાય તો આ આ વિશ્વ તેનું  રુપ છે પ્રેમનું સ્વરુપ છે તેમ લાગે નહિ તો..શુભેચ્છા કુ ઈચ્છા થઈ જય કે ..બસ થયુ દશ હવે તું લઈ લે અહીથી. મને એકલાને જ દુઃખ કેમ ?….તેરી દુનિયામે જી લગતા નહી.. વાપસ બુલા લે..પણ દૈવી  અને વિધાયક સમજ આપણા સહુના જીવનમાં આવે અને જીવન દિવ્ય ભવ્ય ધન્ય બને તેવી જ ભાવના સાથે..

 

હેપી ન્યુ ઈયર ટુ ઓલ વીથ ડીવાઈન લવ.

 

આવજો !

આપ સમક્ષ,ભારત જતાં મિત્રને સ્વાસ્થ્ય શુભેચ્છા અંગે આ પોષ્ટ રજુ કરું છું
આવજો !
ના નહી આવું કહી ના અલવિદા કહેડાવજો
આવજો બસ જલ્દી સારા નરવા થઈને આવજો
જંગ લડવા જાવ છો વિજયી બનીને આવજો
રોગ  દુર્ગુણો વિકારોને  હરાવી આવજો
મિત્રતા પરચમ ઉચેરો આભમાં લહેરાવજો
મિત્રતાના ઈત્રને ચારે તરફ પ્રસરાવજો
આંધીઓમાં ઈશ અંતરદીપ જલતો રાખજો
અલવિદા કહેતો નથી હસતે મુખે  બસ આવજો
ઊડ્જો ઊંચા ગગનમાં મુક્ત મનથી ઊડ્જો…
આવજો બસ નવજીવન પાછું લઈને  આવજો
આંસુઓ ના સારજો  દુર્બળ વિચારો ભાગજો
સાચવી જડીબુટ્ટીઓ પાસે લઇ  સુંઘાડજો
ઉરમહી  ઉમંગની  ગાગર છલકતી રાખજો
સપ્તરંગી આંખમાં આંજીને સપના આવજો
સ્વાસ્થ્ય મારા મિત્રનું પોષક પ્રભુ તવ હાથમાં
હાથ જોડી પ્રાર્થું તમને હે પ્રભુ સંભાળજો
વેદના આશિષ તમને  જીવજો સો સો શરદ
હા કવિની દૃષ્ટિએ અવલોકવા જગ આવજો
નામ સંબંધોના લૌકિક  સ્થાપવા શાને હવે
માનવે માનવ્યના  સન્માન મનમાં ધારજો
સર્વ સીમાઓની પેલે પાર પર જેનું  મૂલ્ય છે
તાંદુલી એ  તત્વનું ના મૂલ્ય ઓછું આંક્જો ..
એક દીપક દિલમહી જલતો જરા સંકોરીને
સોળ શણગારો સજી લઇ પ્રિયતમ રીઝાવજો

લોક દર્શન કાજ છોને દેવસ્થાનો પર જતાં
આપ થઇ અંતર સખા  મુજ અંતરે બીરાજજો

 

-દિલીપ ઈલા અને યોગીશાની
અંતરની શુભેચ્છાઓ
૨૨.૧૨.૨૦૧૦

પરમ તેની પ્રીતે રિઝાવ્યું છે દિલ !

મિત્રો આપ સમક્ષ રજુ કરુ છું સ્વરચના… દુન્વયી પ્રેમ અને પરમ પ્રેમ માં ફર્ક છે
આપ જાણો છો, ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી …આશા છે આપને આ ગઝલ ગમશે .
આપના અમૂલ્ય પ્રતિભાવ મને સદાય પ્રેરે છે, સપનાજી ની  રચના પરથી શીઘ્ર આ રચના સ્ફૂરી છે.
આપના પ્રતિભાવની આશા સહ, લેસ્ટરગુરજરી ૧૬ મી ડિસેમ્બરથી ત્રીજા વર્ષમા પદાર્પણ કરે છે…..
આપ સહુ મિત્રોની મુલાકાત અને સહકાર બદ ખૂબ ખૂબ આભાર
-દિલીપ ગજજર
અમે ભાવગીતે ભીજાવ્યું છે દિલ
પરમ તેની પ્રીતે રિઝાવ્યું છે દિલ
ખૂલી આંખે સૌન્દર્ય પીધા કર્યું..
અને સ્વપનમાં પણ સજાવ્યું છે દિલ
હતું તારું ને મારું રહેવું અલગ
હવે આપણું ઘર બનાવ્યું છે દિલ
તે  લેપાઈ જાતું  જગત કાદવે
કમલ જેવું તેથી બનાવ્યું છે દિલ ?
જુઓ જલ વહી જાય નીચે તરફ
કરી ઉચ્ચ માર્ગ ચલાવ્યું  છે દિલ
ઘડીમાં તે કમબખ્ક્ત  હસે ને રડૅ
સમજહીન ને મૂરખ ! મનાવ્યું છે દિલ
વિકારે વિષયમાં સહજ ડૂબતું
સરી ભક્તિ નાવે તરાવ્યું છે દિલ ?
નિહાળીને દુર્ગુણ દુઃખી થૈ જતું
વિધાયક નજરથી વિંધાયું છે દિલ
સતત ભોગ ની માંગ કરતું છતાં
અતિભોગથી ના ધરાયું છે દિલ
નહિ ગંદકી જોઈ આસક્ત થાતું
ફૂલો સમ સુગંધિત સજાવ્યું છે દિલ
મળી ભેટ  ઉત્તમ પ્રભુની મને
પલકભર ખુદામાં પરોવ્યું  છે દિલ ?
જે  ચાહે ગમે તે લઇ જાય ને
ફરે ઢોર સમ કાં પરાયું છે દિલ
નહિ અંધ થઈ મોહમાં જે પડ્યું
આ બત્રીશ કોઠે પ્રકાશ્યું છે દિલ
કરી એક ઘાથી બે કટકા કરી
નહિ સંશયોથી મરાવ્યું છે દિલ
દમિત કામથી જો કણસતું  રહે
કરી મુકત પંખી ઉડાવ્યું છે દિલ
એ બંધન અને મુક્તિ કારણ હશે
જીવન કેદ આપી  રિબાવ્યું છે દિલ
દિલીપ તું કૃતઘ્ની કદી ના બને,
કૃતજ્ઞી  રહીને  હરખાયું  છે દિલ
દિલીપ દિવ્ય આનંદમાં તું રહે,
પરમ પ્રેમથી તે ઉગાર્યું છે દિલ
-દિલીપ ગજજર

 

 

 

 

 

 

 

 

ચોતરફથી સ્નો જુઓ વરસી ગયો

મિત્રો હાલમાં યુ.કે ની ધરતી સ્નોવર્ષાથી છવાઈ ગઈ..તે અનુલક્ષી એક રચના રજુ કરુ છું
..કાળી રાતે ગાઢ નીદ્રા પછી બિજા દિવસે બેડ્રુમની બારીના પર્દા હટાવીએ ત્યારે જુદુ જ અદભૂત દ્રશ્ય જોવા મળે અને
હાથ ફર્યો કિરતાર તણો ત્યા સ્રુશ્ટી ગઈ બદલાઈ
જલ સ્થલ નભ જ્યા જ્ય નીરખું ત્યા  ચાદર સ્વેત છવાઈ !
જેવુ દ્રુશ્ય દેખાય..અવનવા દ્રુશ્યો સર્જાય છે..બાલકો ખુબ જ હરખાય જ્યારે વ્રુધ્ધોનાગાત્રો, હાંજા ગગડી જાય છે..
ઘણાના મોઢે સામ્ભળવા મળે..ઓહ ગોડ !! અને વોટ અહોરેબલ વેધર !! મારા જેવાને કૃષ્ણ્વચન કાનમાં સંભળાય,
પ્રક્રુતિ યાન્તિ ભૂતાની નિગ્રહં કિં કરિશ્યતિ….
માણસ જો પ્રક્રુતિને માણે તો ? ટ્યુન થાય તો  ?તેની ફરિયાદ રહે ખરી ?

ચોતરફથી સ્નો જુઓ વરસી ગયો

તે નહીં ગરજ્યો છતાં વ્યાપી ગયો

પ્રેમ નિષ્કારણ કદી ઘટતો નથી

શુભ્રતા સામ્રાજ્ય તે સ્થાપી ગયો

તે નજર ઉપર હતી ભીતર નહી

એટલે ગજવું ને દિલ કાપી ગયો

સત્ય બોલ્યો તે વગોવાયો જગે

પુણ્યનું ઇનામ લઇ પાપી  ગયો

સત્તા સંપત સ્વાર્થનો સ્વ સાધવા

સત્યને પણ આગ તે ચાપી ગયો

જિંદગી મોંઘી મળી છે તે છતાં

કેમ કોડી માટે તું ખર્ચી ગયો

નખસમો નભમાં નિહાળ્યો ચાંદને

પ્રેમિકાની યાદ તે આપી ગયો

આમ હું પીતો નથી પણ તેમને

પ્રેમરસ પ્યાલો  ધર્યો તો પી ગયો

શાંતિ માટે બંદગી કરતો છતાં

આગ નિજના ઘરને કા ચાંપી ગયો

દિલીપ ગજજર