મિત્રો હાલમાં યુ.કે ની ધરતી સ્નોવર્ષાથી છવાઈ ગઈ..તે અનુલક્ષી એક રચના રજુ કરુ છું
..કાળી રાતે ગાઢ નીદ્રા પછી બિજા દિવસે બેડ્રુમની બારીના પર્દા હટાવીએ ત્યારે જુદુ જ અદભૂત દ્રશ્ય જોવા મળે અને
હાથ ફર્યો કિરતાર તણો ત્યા સ્રુશ્ટી ગઈ બદલાઈ
જલ સ્થલ નભ જ્યા જ્ય નીરખું ત્યા ચાદર સ્વેત છવાઈ !
જેવુ દ્રુશ્ય દેખાય..અવનવા દ્રુશ્યો સર્જાય છે..બાલકો ખુબ જ હરખાય જ્યારે વ્રુધ્ધોનાગાત્રો, હાંજા ગગડી જાય છે..
ઘણાના મોઢે સામ્ભળવા મળે..ઓહ ગોડ !! અને વોટ અહોરેબલ વેધર !! મારા જેવાને કૃષ્ણ્વચન કાનમાં સંભળાય,
પ્રક્રુતિ યાન્તિ ભૂતાની નિગ્રહં કિં કરિશ્યતિ….
માણસ જો પ્રક્રુતિને માણે તો ? ટ્યુન થાય તો ?તેની ફરિયાદ રહે ખરી ?
ચોતરફથી સ્નો જુઓ વરસી ગયો
તે નહીં ગરજ્યો છતાં વ્યાપી ગયો
પ્રેમ નિષ્કારણ કદી ઘટતો નથી
શુભ્રતા સામ્રાજ્ય તે સ્થાપી ગયો
તે નજર ઉપર હતી ભીતર નહી
એટલે ગજવું ને દિલ કાપી ગયો
સત્ય બોલ્યો તે વગોવાયો જગે
પુણ્યનું ઇનામ લઇ પાપી ગયો
સત્તા સંપત સ્વાર્થનો સ્વ સાધવા
સત્યને પણ આગ તે ચાપી ગયો
જિંદગી મોંઘી મળી છે તે છતાં
કેમ કોડી માટે તું ખર્ચી ગયો
નખસમો નભમાં નિહાળ્યો ચાંદને
પ્રેમિકાની યાદ તે આપી ગયો
આમ હું પીતો નથી પણ તેમને
પ્રેમરસ પ્યાલો ધર્યો તો પી ગયો
શાંતિ માટે બંદગી કરતો છતાં
આગ નિજના ઘરને કા ચાંપી ગયો
દિલીપ ગજજર
ચોતરફથી સ્નો જુઓ વરસી ગયો
તે નહીં ગરજ્યો છતાં વ્યાપી ગયો
પ્રેમ નિષ્કારણ કદી ઘટતો નથી
શુભ્રતા સામ્રાજ્ય તે સ્થાપી ગયો
સુંદર
સ્નો તો પથરાયલો છે જ-
હવે વીંડ ચીલ!!
તેમા ‘અંજુમ’વાલોડીનાં બે હાયકુ યાદ આવ્યા-
અહીઁ શિયાળે
બરફ કયારીમાઁ
સ્નો મેન ઊગે.
————
બરફ વર્ષા
વાદળ પર લોકો
પગલાઁ માઁડે.
Pragnanshuji aapno aabhar..Haaiku sunder chhe gamya !!
આદરણીય શ્રી દિલીપભાઈ,
સત્ય બોલ્યો તે વગોવાયો જાગે
પુણ્યનું ઇનામ લઇ પાપી ગયો
સત્તા સંપત સ્વાર્થનો સ્વ સાધવા
સત્યને પણ આગ તે ચાપી ગયો.
એકદમ વાસ્તવિકતા સભર કાવ્ય અને રજૂઆત.
ચોતરફ સ્નો જુઓ વરસી ગયો
વાત વાતમાં એક સત્ય દિલીપ કહી ગયો.
ધન્યવાદ સાહેબ.
Govindbhai..Khub khub aabhar..
Nice one Dilipbhai.
Thanks Madhav.
સરસ પ્રસંગને અનુરુપ ગઝલ!
સપના
Aabhar Sapanaaji…
પ્રક્રુતિ યાન્તિ ભૂતાની નિગ્રહં કિં કરિશ્યતિ….ના સ્મરણે રચાયેલી સરસ પ્રાસંગિક રચના.
શ્રી દિલીપભાઈ
આસપાસના વાતાવરણને સરસ રીતે માણી ને ઝીલ્યું . અંતર દર્શન પણ એટલી જ સહજ રીતે
હાજર થયું. આપના વિચારો પણ શુભ ધવલ સ્નો જેવા કવનમાં ઝીલાઈ ગયા.આભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
સ્વાગતમ….’આકાશદીપ’ પ્રથમ વર્ષગાંઠ , ૨૯ નવેમ્બર ૨૦૧૦
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
કુદરતના ઊંડાણનું તલસ્પર્શી કાવ્ય.
સત્ય બોલ્યો તે વગોવાયો જગે
પુણ્યનું ઇનામ લઇ પાપી ગયો…..
જિંદગી મોંઘી મળી છે તે છતાં
કેમ કોડી માટે તું ખર્ચી ગયો……
beautiful lines… too good …. !!! so very true… rightly said .
આ. પારુજી કૃષ્ણકાંત..આપ મારા જેવા સાધારણ કવિના બ્લોગમાં આવ્યા અને જે આત્મીયતા અને ભાવથી મારા કાવ્યો નવાજ્ય માણ્યા તે કદી નહીં ભૂલું ..આપની આ ભાવના જ મહાન છે ..આપણે જે કંઈ સારું લાગ્યું હો તે મારું નહીં જ હોય કેમ કે ..પરંપરા અને સંસ્કારે જે મને શીખવ્યું તે જ હું વ્યક્ત કરું છું તેમ કહેવા કરતાય વ્યક્ય થઇ જાય છે …આપણે ત્યાં હું અવશ્ય આવીશ આપના સર્જન ને સમજવા સંદેશ લેવા ..માટે
હું આપના ભાવથી પરિપ્લાવિત થયો છું ..હૃદયથી આંખો સુધી ..
દિલીપ
સરસ રચના.