પરમ તેની પ્રીતે રિઝાવ્યું છે દિલ !

મિત્રો આપ સમક્ષ રજુ કરુ છું સ્વરચના… દુન્વયી પ્રેમ અને પરમ પ્રેમ માં ફર્ક છે
આપ જાણો છો, ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી …આશા છે આપને આ ગઝલ ગમશે .
આપના અમૂલ્ય પ્રતિભાવ મને સદાય પ્રેરે છે, સપનાજી ની  રચના પરથી શીઘ્ર આ રચના સ્ફૂરી છે.
આપના પ્રતિભાવની આશા સહ, લેસ્ટરગુરજરી ૧૬ મી ડિસેમ્બરથી ત્રીજા વર્ષમા પદાર્પણ કરે છે…..
આપ સહુ મિત્રોની મુલાકાત અને સહકાર બદ ખૂબ ખૂબ આભાર
-દિલીપ ગજજર
અમે ભાવગીતે ભીજાવ્યું છે દિલ
પરમ તેની પ્રીતે રિઝાવ્યું છે દિલ
ખૂલી આંખે સૌન્દર્ય પીધા કર્યું..
અને સ્વપનમાં પણ સજાવ્યું છે દિલ
હતું તારું ને મારું રહેવું અલગ
હવે આપણું ઘર બનાવ્યું છે દિલ
તે  લેપાઈ જાતું  જગત કાદવે
કમલ જેવું તેથી બનાવ્યું છે દિલ ?
જુઓ જલ વહી જાય નીચે તરફ
કરી ઉચ્ચ માર્ગ ચલાવ્યું  છે દિલ
ઘડીમાં તે કમબખ્ક્ત  હસે ને રડૅ
સમજહીન ને મૂરખ ! મનાવ્યું છે દિલ
વિકારે વિષયમાં સહજ ડૂબતું
સરી ભક્તિ નાવે તરાવ્યું છે દિલ ?
નિહાળીને દુર્ગુણ દુઃખી થૈ જતું
વિધાયક નજરથી વિંધાયું છે દિલ
સતત ભોગ ની માંગ કરતું છતાં
અતિભોગથી ના ધરાયું છે દિલ
નહિ ગંદકી જોઈ આસક્ત થાતું
ફૂલો સમ સુગંધિત સજાવ્યું છે દિલ
મળી ભેટ  ઉત્તમ પ્રભુની મને
પલકભર ખુદામાં પરોવ્યું  છે દિલ ?
જે  ચાહે ગમે તે લઇ જાય ને
ફરે ઢોર સમ કાં પરાયું છે દિલ
નહિ અંધ થઈ મોહમાં જે પડ્યું
આ બત્રીશ કોઠે પ્રકાશ્યું છે દિલ
કરી એક ઘાથી બે કટકા કરી
નહિ સંશયોથી મરાવ્યું છે દિલ
દમિત કામથી જો કણસતું  રહે
કરી મુકત પંખી ઉડાવ્યું છે દિલ
એ બંધન અને મુક્તિ કારણ હશે
જીવન કેદ આપી  રિબાવ્યું છે દિલ
દિલીપ તું કૃતઘ્ની કદી ના બને,
કૃતજ્ઞી  રહીને  હરખાયું  છે દિલ
દિલીપ દિવ્ય આનંદમાં તું રહે,
પરમ પ્રેમથી તે ઉગાર્યું છે દિલ
-દિલીપ ગજજર

 

 

 

 

 

 

 

 

14 thoughts on “પરમ તેની પ્રીતે રિઝાવ્યું છે દિલ !

 1. દિલીપ દિવ્ય આનંદ માં તું રહે
  પરમ પ્રેમથી તે ઉગાર્યું છે દિલ
  ખૂબ સુંદર
  પરમ પ્રેમ-ઈશ્કે હકીકી ખુદાને પામવાના માર્ગ તરીકે આ શબ્દોનો વારંવાર ઉપયોગ સૂફીઓ કરે છે. તેમાનો એક શબ્દ બકા બિલ્લાહ છે. બકા + અલ્લાહ = બકા બિલ્લાહ. બકા એટલે કાયમ સાથે રહેવું. બિલ્લાહ એટલે અલ્લાહ. અર્થાત અલ્લાહ સાથે કાયમ રહેવું. સૂફી સાધકો સાધનાના અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે તે ખુદાના આશિક કે પ્રેમી ન રહેતા, ખુદ ઈશ્ક કે પ્રેમ બની જાય છે. ધગધગતી આગમાં લોખંડ જેમ પોતાનું અસ્તિત્વ ગુમાવી અગ્નિ બની જાય છે, તેમ જ ખુદાના ઈશ્કમાં સૂફીસંત ખુદ ઈશ્ક બની જાય છે. તે સાધન મટી સાધ્ય બની જાય છે. બકા લિલ્લાહ એટલે જેમાં સૂફી પોતાનુ સમગ્ર અસ્તિત્વ ખુદાના પ્રેમમાં ઓગળી નાખે છે. ખુદાના પ્રેમમાં પોતાને સંપૂર્ણ ઢાળી નાખે છે. એ માટે અહંકાર,માયા મોહનો તે ત્યાગ કરે છે. અને ઈશ્કની એવી પરાકાષ્ટાએ પહોંચે છે જ્યાં તે ખુદ ઈશ્ક બની જાય છે.તે જ દિવ્ય આનંદ

 2. દિલીપ દિવ્ય આનંદ માં તું રહે

  પરમ પ્રેમથી તે ઉગાર્યું છે દિલ…….
  Sundar ! Ati Sundar !
  From “all phases”of Life…PARAM TATVA PREM is the Salvation !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhai….Thanks for your regular visits…& your Comments for the Posts on Chandrapukar !

 3. દિવ્ય પ્રેમ માટેની સરસ ગઝલ…મને ખુશી થૈ કે મારી ગઝલથી તમને સ્ફુરણા મળી..પ્રભુમાં ધ્યાન લગાવાની વાત ગમી…મારાં ધારવા પ્રમાણે એક સારાં માનવી બનીયે તો પણ ઘણું
  ભગવાન તો મળશે જ જો સારાં ઇન્સાન બનીયે તો..
  સપના

  • આભાર સપનાજી, ભાગ્યે જ આમ સમાન કાફિયા રદીફ લઇ મેં રચના કરી છે તમારી જ રચનાથી પ્રેરણા મળી પ્રભુપ્રીતિ કે ભક્તિ ધ્યાન પ્રાર્થના અધ્યાત્મ વિધાયક દૃષ્ટિ આ મારા જીવનવિકાસના સોપાન તરીકે અવિભાજ્ય અંગ જીવનભર બની રહ્યા છે

 4. આદરણીય શ્રી દિલીપભાઈ,

  દિલીપ તું કૃતઘ્ની કદી ના બને,
  કૃતજ્ઞી રહીને હરખાયું છે દિલ
  દિલીપ દિવ્ય આનંદમાં તું રહે,
  પરમ પ્રેમથી તે ઉગાર્યું છે દિલ
  સુનદર જ નહિ પણ અતિ સુંદર ભાવ પ્રદર્શિત કર્યો છે.
  પ્રેમના સવેદનાના તરંગો આબાદ જીલ્યા છે ગઝલમાં.
  વાહ…વાહ… મઝા આવી.

 5. હતું તારું ને મારું રહેવું અલગ
  હવે આપણું ઘર બનાવ્યું છે દિલ
  તે લેપાઈ જાતું જગત કાદવે
  કમલ જેવું તેથી બનાવ્યું છે દિલ ?
  kya baat hai……………….wah..wah

 6. વિકારે વિષયમાં સહજ ડૂબતું
  સરી ભક્તિ નાવે તરાવ્યું છે દિલ ?
  નિહાળીને દુર્ગુણ દુઃખી થૈ જતું
  વિધાયક નજરથી વિંધાયું છે દિલ
  ………………………………………….
  આ બત્રીશ કોઠે પ્રકાશ્યું છે દિલ
  ……………………………………………
  શ્રીદિલીપભાઈ
  ધન્ય આ ભાવ અને આપની કવિત્ત્વ શક્તિને. એક એક શેર જાણે પાવન કેડી.
  આપનું હૃદય માનવીય સંવેદનાથી કેટલું છલકાયેલું છે …તે આજે મનભરી માણ્યું.
  આપનું સમર્પણ અને મિત્રભાવે મહેકતા બ્લોગને ખૂબખૂબ શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 7. દિલીપભાઇ….ખુબ ખુબ સુંદર ગઝલ થઈ છે….
  દિલીપ દિવ્ય આનંદમાં તું રહે,
  પરમ પ્રેમથી તે ઉગાર્યું છે દિલ
  …….ખુબ સરસ મક્તા.

 8. આખી ગઝલ અતિ સુંદર છે દિલીપભાઈ ….. ખાસ કરી ને આ પંક્તિઓ અત્યંત હ્રદય સ્પર્શી છે……
  એ બંધન અને મુક્તિ કારણ હશે
  જીવન કેદ આપી રિબાવ્યું છે દિલ
  દિલીપ તું કૃતઘ્ની કદી ના બને,
  કૃતજ્ઞી રહીને હરખાયું છે દિલ
  દિલીપ દિવ્ય આનંદમાં તું રહે,
  પરમ પ્રેમથી તે ઉગાર્યું છે દિલ

 9. લેસ્ટરગુરજરી ૧૬ મી ડિસેમ્બરથી ત્રીજા વર્ષમા પદાર્પણ કરે છે…..

  ખૂબ ખૂબ અભિનંદન. તમારી ભાવ અને સંવેદનથી ભરી ભરી કૃતિઓ તેમજ મિત્રોના ચૂંટેલા કાવ્યો અને ગીતગુંજનથી લેસ્ટરગુર્જરી વધુ ને વધુ વિકાસ પામે એવી શુભેચ્છાઓ.

  9 ખંડો અને 36 લીટીઓની પ્રલંબ રચનામાં ‘દિલ’ની આસપાસના અનેક સંબંધો, ક્રિયાઓની વિશદ રજૂઆત થઈ છે. ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકીને સમરસ કરી નાખતી મઝાની રચના.

 10. શ્રી દિલીપભાઇ
  ખૂલી આંખે સૌન્દર્ય પીધા કર્યું..
  અને સ્વપનમાં પણ સજાવ્યું છે દિલ
  જેમ જેમ ગજલ આગળ વધે છે ગતિ પક્ડે છે..

  જુઓ જલ વહી જાય નીચે તરફ
  કરી ઉચ્ચ માર્ગ ચલાવ્યું છે દિલ
  ઘડીમાં તે કમબખ્ક્ત હસે ને રડૅ
  સમજહીન ને મૂરખ ! મનાવ્યું છે દિલ
  વાહ.. વાહ… કર્યા વગર રહેવાતુ નથી ખૂબ સુંદર રચના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s