એકલા રાણી નહીં મનમાં ઘણાનું રાજ છે !

એકલા રાણી નહિ મનમાં ઘણાંનું રાજ છે !
રોટલાનું, ઓટલાનું, ચોટલાનું રાજ છે !
માઉસ પર અસવાર થઈ જા, કોમ્યુટરના સ્ક્રીન પર
વિશ્વદર્શનરુપ કર, ઈન્ટરનેટનું રાજ છે !

મિત્રો,ગણતંત્ર દિનના અભિનંદન !
મુક્તક-
વતન સંગ્રામની ભૂલાય ના તેવી કહાણી છે
બલિદાનો દીધાં છે તેમને સો સો સલામી છે
અમે જે મુક્ત શ્વાસો ખેંચીએ શાને ખુમારીથી
તજ્યા નીજ શ્વાસ અંતિમ તે અમર નામી અનામી છે
*******

 

ગઝલ
દેશમાં ગણતંત્રનું બસ રાજ છે
રાજ તો સાચું જગે સ્વરાજ છે
પ્રેમથી જીતી શકે જે વિશ્વને
એમનું સૌના હૃદયમાં રાજ છે
મેં મેં બકરાનું કદી કરતો નથી
ગર્જના પોતીકી તે વનરાજ છે
જેમનું સ્વામિત્વ સપના પર થયું
મુક્તિની મીઠી ક્ષણોનું રાજ છે
એક દિ તારો ચમકશે ભાગ્યનો
છો શિરે કાગળનો આજે તાજ છે
પગમહી કાંટો નયન ભીંજાય ત્યાં
એકતાની વૃત્તિનો આવાજ છે
રાષ્ટ્રની માટી ધરી મસ્તક ઉપર
જન્મભૂમિ સ્વર્ગ ને સરતાજ છે
એક તેનો હાથ શિર પર હોય તો
ક્યાં દિલીપ તું કોઈનો મોહતાજ છે
-દિલીપ ગજજર

પ્રેમની ઘટ્નાનું પણ કંઈ માન હોવું જોઈએ

મિત્રો, આપ સમક્ષ રજુ કરું એક તાજી રચના..આપ સહુને મકર સન્ક્રાંત ની શુભેચ્છાઓ.
ઉંચે ચડે પતંગ તારો ગર્વથી ફુલાય

પણ ધ્યાન રાખો પાંખ પંખીની નહીં કપાય
છે બાળ ને પરિવાર ને તેમાંય પ્રાણ છે
આકાશ છીનવી પ્રીતનું ગૌરવ નહીં લૂંટાય

 

 

સમ્યક ક્રાન્તિ ઈતિ સંન્ક્રાંતિ અન્યથા ભ્રાન્તિ ભ્રાન્તિ
જીવનમાં સમ્યક ક્રાન્તિની ઘટના ઘટે તો મકર સંક્રાત સફળ થાય. માનવ ઉચે ચડે છે..તેને ગમે છે તો ફરી પાછો નીચે પડે છે..કદી તે જેનો સહારો લઈ  ચડૅ  ઉંચો તેનો જ કૃતઘ્ની બની ઉપકાર ભૂલી હેઠો પાડે છે.તેનો પતંગ ઉંચો ચડે તો છકી જાય બહુ ફૂલાય છે અને કપાઈ જાય તો હતાશા ઘેરી વળે છે. પેચ લડાવે  લૂટે દોડે હરિફાઈ જાણે જીવન બની ગયું છે..ઉતરાયણની સાચી સમજ લૂપ્ત થતી લાગે છે..માનવી ઉત્સવપ્રિય કરતાંય ઘોંઘાટ પ્રિય બનતો જાય તેવું લાગે છે.કદી તે વાસનાને પ્રમ માની પાપ તરીરકે છૂપાવવા આકાશપાતાળ એક કરે છે પણ જેવું સત્ય બહાર આવે કે તે ક્રોધને વશ થાય અને ચારિત્રપતન, હેઠૉ પડે છે. જીવનના પાયામાં  સમ્યક સમજ હોય તો પ્રત્યેક ઘટના ઉતર તરફ અર્થાત વિકાસ તરફ લઈ જનારી બની રહે અને જિવનના પાયામાં જો અનીતિ બેઈમાની અસત્ય કૂકર્મો દંભ હોય તો પ્રત્યેક સારી લાગતી ઘટના પણ દૂર્ઘટનામાં પરીણમતા વાર નથી લાગતી.. માનવ બે અતિ પર પહોંચી જાય છે તે મર્યાદા સંયમ ચૂકી જાય છે..સારી ટેવને પણ તે લત બનાવી કૂટેવ કરી અન્યને પણ ચેપ લગાડે છે.. સમયક  વ્રુત્તિ હોય તો સંન્ક્રાન્તિ નહિ તો ભ્રાન્તિ….ભ્રાન્તિ… ભ્રાન્તિ

કાળ મકરસંક્રાન્તિ છે

અંતરનભમાં ભ્રાન્તિ છે

પૂર્વ પ્રીત ઉત્તરાયણ છે

શોધમાં તારી નયન છે

એ કાપી ને,લે લૂંટી છે,

જીવનદોરી ખૂટી  છે

સ્વપન તારી પાસ ક્યા છે

કલ્પના આકાશ ક્યાં  છે

વેર ઝેરને ભેદ ભાવની

ગંગ વહી ગઈ પ્રેમ પાવની

પલ પલ જાણે શીક્ષા છે

દિલ કરતું પરીક્ષા  છે

જીવનમાં ક્યા રંગ રહે છે

પ્રીતમાં પણ જંગ રહે છે

-દિલીપ ગજજર.

 

 

સદગત હરિભાઈ કોઠારીને ભાવાંજલિ

તા.૪.૯.૧૯૩૭-૫.૧.૨૦૧૧ એષઃ તે તિલતોયાંજલિ..
સદગત હરિભાઈ કોઠારીને અંતરના ઊંડા ભાવ સહિત ભાવાંજલિ
આજના દિવસે જ હરિભાઈ જેવા જ્યોતિર્પૂંજ આત્મા હરિને ધામ પહોંચી ગયા..તેમની સાથે જે મારો સબન્ધ હતો અને ભાવ હતો તે કારણે આજે હદય અત્યંત ભાવથી ભરાઈ આવ્યું છે.તેમનો સંગ અને સત્સંગ કરી ઘણું પ્રાપ્ત થયું જે કદી નહિ વિસરાય અને તેમની પવિત્ર વાણી સદા આપણ્ને સતમાર્ગે ચીરકાળ સુધી દોરતી રહેશે.તેઓ કોઈપણ પ્રકારનો દેખાવ નહિ કરનાર એક ઉત્તમ માનવ હતા આત્મીય હતા અને આજ વાત તેમને બધાથી અલગ કરનાર છે..આજે હરિભાઈની વિદાયવેળાએ તેમના ભાવ સંસ્મરણૉ યાદ આવે છે..મારો પ્રથમ ગઝલ સંગ્રહ તૈયાર થયેલો ત્યારે તેની પ્રથમ પ્રત મેં તેમને સાદર અર્પણ કરેલી.લેસ્ટરમાં તેમનો કાર્યક્રમ આયોજન કરવા મળ્યો ત્યારે તેમણે મુક્તસંગો નહંવાઅદી..આ શ્લોક પર કાર્યકર્તા કેવો હોવો જોઇએ તે વિશે પ્રવચન કરેલું..તેની સીડી તૈયાર કરી જે ડીઝાઈન કરી તે ઉપરનો સ્કેચ દોરેલ..તેઓ એક મૌલિક વિચારક તો હતા જ પણ એક શીઘ્ર કવિ પણ હતા તો તેમની થોડી પંક્તિઓ યાદ કરી અંજલિ આપીએ…તેમને અભિપ્રેરિત જે મને મુક્તક અને કાવ્ય સ્ફૂરેલ તે અર્પણ કરું છું.તેઓ પણ એક ખુબ જ સારા કવિ હતા.
મુક્તક
બંદગીના રંગમાં રંગાય છે હરિભક્ત સંગે
માનવી સ્વભાવ સૌ બદલાય છે હરિભક્ત સંગે
સુઃખ દુઃખે માન અપમાને જગતના પંકમાં
પંકજો ખિલતાં રહે ખરડાય ના હરિભક્ત સંગે
તા.૧૬.૧૧.૨૦૦૩
ખિલેલા પૂષ્પ જગનાં આગણે ખૂશ્બો લૂટાવે છે
જગતના સૌ વિરોધાભાસ સહી વિકાસ પામે છે
હરિના મર્ગ પર કેવળ સૂરા પરમાર્થને ચાહે
ઉભા રહી દ્વાર ની વચ્ચે દલાલો સ્વાર્થ સાધે છે
-દિલીપ ગજજર
હરિભાઈ ને તેમની જ પંક્તિ પાંદડીઓથી અંજલી

સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખુદ ખોવાઈ ગયો છે

ખોવાઈ જઈ મારે પણ સૃષ્ટિ સર્જક પાછો જોવો છે

માનવ તું છે મહાન સૃષ્ટિ તણા બાગમાં
ઈશ્વર વસે છે તારી જીવન – સુવાસમાં
તું જો ધારે, છુપાઈ ઈશ શકતો નથી રે
શોધી શોધીને ઠાકો તોય જડતો નથી રે

તું તો વસે સંગ મારી સદા
વિશ્વ બન્યું તે વાહ ભાઈ વાહ

જીવનને ના માનતો હું સજા
સૃષ્ટિમાં તારી મજા બસ મજા
ભક્તિના રહેતો નશામાં સદા
તારું જીવન તો વાહ ભાઈ વાહ

ડરવાનું મારે હવે શું કામ છે
મારું જીવન સુકાન તો હરિને હાથ છે

ઘડીમાં હસે છે ઘડીમાં રડે છે
ઘડીમાં ચડે છે ઘડીમાં પડે છે
ઘડીમાં મળે તો ઘડીમાં લડે છે
સમજહીન માનવ સદા આથડે છે

નથી જાણતો એ કલાને જીવનની
નથી ખીલતી પાંખડી મનસુમનની
જીવે તનથી મનથી મરી એ ગયો છે
પ્રભુ જાણે માનવ જઈ ક્યાં રહ્યો છે

ક્રૂર નથી સંચાલક જગનો પાલક સૃષ્ટિ સ્ક્લનો
સજા નહીં પણ સ્નેહ વડે જે વિશ્વ સકલને બદલતો
અંતરના ઊંડાણથી પ્રગટે શક્તિ એ અંસુઅનમાં
થાશે માફ બધું પલભરમાં

મોરપીચ્છ્ મસ્તક પર પ્રેમે તું ધારતો
વિદ્યાના વાહકનું ગૌરવ વધારતો
મને શારદાનું વાહન બનાવજે
એટલું માંગુ પ્રભુ  !

શૈશવ ખીલવશું, યૌવનને માણશું ,
વૃધ્ધાવસ્થાને શોભાવાશું રે , જીવનને સુંદર બનાવશું

વધે બુદ્ધિ છતાં ભાવ તું વધારજે, એટલું માંગુ પ્રભુ
મારું જીવન મહાન તું બનાવજે, એટલું માંગુ પ્રભુ

 

2010 in review

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 11,000 times in 2010. That’s about 26 full 747s.

 

In 2010, there were 41 new posts, growing the total archive of this blog to 147 posts. There were 115 pictures uploaded, taking up a total of 68mb. That’s about 2 pictures per week.

The busiest day of the year was April 16th with 146 views. The most popular post that day was વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી….

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, kavyadhara.com, WordPress Dashboard, mail.live.com, and bazmewafa.wordpress.com.

Some visitors came searching, mostly for autumn leaves, ગુણવંત શાહ, leicestergurjari, શ્રવણ, and કૃષ્ણ.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

વિના પ્રેમ જીવન જીવન કંઈ નથી… February 2010
15 comments

2

આત્મ પરિચય ! January 2009
44 comments

3

ખીચડી – કૃષ્ણ દવે March 2010
16 comments

4

કેટલાયે માનવો આવી ગયા…(શ્રાવ્ય/ઓડિયો ) January 2010
22 comments