સદગત હરિભાઈ કોઠારીને ભાવાંજલિ

તા.૪.૯.૧૯૩૭-૫.૧.૨૦૧૧ એષઃ તે તિલતોયાંજલિ..
સદગત હરિભાઈ કોઠારીને અંતરના ઊંડા ભાવ સહિત ભાવાંજલિ
આજના દિવસે જ હરિભાઈ જેવા જ્યોતિર્પૂંજ આત્મા હરિને ધામ પહોંચી ગયા..તેમની સાથે જે મારો સબન્ધ હતો અને ભાવ હતો તે કારણે આજે હદય અત્યંત ભાવથી ભરાઈ આવ્યું છે.તેમનો સંગ અને સત્સંગ કરી ઘણું પ્રાપ્ત થયું જે કદી નહિ વિસરાય અને તેમની પવિત્ર વાણી સદા આપણ્ને સતમાર્ગે ચીરકાળ સુધી દોરતી રહેશે.તેઓ કોઈપણ પ્રકારનો દેખાવ નહિ કરનાર એક ઉત્તમ માનવ હતા આત્મીય હતા અને આજ વાત તેમને બધાથી અલગ કરનાર છે..આજે હરિભાઈની વિદાયવેળાએ તેમના ભાવ સંસ્મરણૉ યાદ આવે છે..મારો પ્રથમ ગઝલ સંગ્રહ તૈયાર થયેલો ત્યારે તેની પ્રથમ પ્રત મેં તેમને સાદર અર્પણ કરેલી.લેસ્ટરમાં તેમનો કાર્યક્રમ આયોજન કરવા મળ્યો ત્યારે તેમણે મુક્તસંગો નહંવાઅદી..આ શ્લોક પર કાર્યકર્તા કેવો હોવો જોઇએ તે વિશે પ્રવચન કરેલું..તેની સીડી તૈયાર કરી જે ડીઝાઈન કરી તે ઉપરનો સ્કેચ દોરેલ..તેઓ એક મૌલિક વિચારક તો હતા જ પણ એક શીઘ્ર કવિ પણ હતા તો તેમની થોડી પંક્તિઓ યાદ કરી અંજલિ આપીએ…તેમને અભિપ્રેરિત જે મને મુક્તક અને કાવ્ય સ્ફૂરેલ તે અર્પણ કરું છું.તેઓ પણ એક ખુબ જ સારા કવિ હતા.
મુક્તક
બંદગીના રંગમાં રંગાય છે હરિભક્ત સંગે
માનવી સ્વભાવ સૌ બદલાય છે હરિભક્ત સંગે
સુઃખ દુઃખે માન અપમાને જગતના પંકમાં
પંકજો ખિલતાં રહે ખરડાય ના હરિભક્ત સંગે
તા.૧૬.૧૧.૨૦૦૩
ખિલેલા પૂષ્પ જગનાં આગણે ખૂશ્બો લૂટાવે છે
જગતના સૌ વિરોધાભાસ સહી વિકાસ પામે છે
હરિના મર્ગ પર કેવળ સૂરા પરમાર્થને ચાહે
ઉભા રહી દ્વાર ની વચ્ચે દલાલો સ્વાર્થ સાધે છે
-દિલીપ ગજજર
હરિભાઈ ને તેમની જ પંક્તિ પાંદડીઓથી અંજલી

સૃષ્ટિનો સર્જક સૃષ્ટિને સર્જીને ખુદ ખોવાઈ ગયો છે

ખોવાઈ જઈ મારે પણ સૃષ્ટિ સર્જક પાછો જોવો છે

માનવ તું છે મહાન સૃષ્ટિ તણા બાગમાં
ઈશ્વર વસે છે તારી જીવન – સુવાસમાં
તું જો ધારે, છુપાઈ ઈશ શકતો નથી રે
શોધી શોધીને ઠાકો તોય જડતો નથી રે

તું તો વસે સંગ મારી સદા
વિશ્વ બન્યું તે વાહ ભાઈ વાહ

જીવનને ના માનતો હું સજા
સૃષ્ટિમાં તારી મજા બસ મજા
ભક્તિના રહેતો નશામાં સદા
તારું જીવન તો વાહ ભાઈ વાહ

ડરવાનું મારે હવે શું કામ છે
મારું જીવન સુકાન તો હરિને હાથ છે

ઘડીમાં હસે છે ઘડીમાં રડે છે
ઘડીમાં ચડે છે ઘડીમાં પડે છે
ઘડીમાં મળે તો ઘડીમાં લડે છે
સમજહીન માનવ સદા આથડે છે

નથી જાણતો એ કલાને જીવનની
નથી ખીલતી પાંખડી મનસુમનની
જીવે તનથી મનથી મરી એ ગયો છે
પ્રભુ જાણે માનવ જઈ ક્યાં રહ્યો છે

ક્રૂર નથી સંચાલક જગનો પાલક સૃષ્ટિ સ્ક્લનો
સજા નહીં પણ સ્નેહ વડે જે વિશ્વ સકલને બદલતો
અંતરના ઊંડાણથી પ્રગટે શક્તિ એ અંસુઅનમાં
થાશે માફ બધું પલભરમાં

મોરપીચ્છ્ મસ્તક પર પ્રેમે તું ધારતો
વિદ્યાના વાહકનું ગૌરવ વધારતો
મને શારદાનું વાહન બનાવજે
એટલું માંગુ પ્રભુ  !

શૈશવ ખીલવશું, યૌવનને માણશું ,
વૃધ્ધાવસ્થાને શોભાવાશું રે , જીવનને સુંદર બનાવશું

વધે બુદ્ધિ છતાં ભાવ તું વધારજે, એટલું માંગુ પ્રભુ
મારું જીવન મહાન તું બનાવજે, એટલું માંગુ પ્રભુ

 

15 thoughts on “સદગત હરિભાઈ કોઠારીને ભાવાંજલિ

 1. સદગત હરિભાઈ કોઠારીને
  અંતરના ઊંડા ભાવ સહિત
  ભાવાંજલિ
  ખિલેલા પૂષ્પ જગનાં આગણે ખૂશ્બો લૂટાવે છે
  જગતના સૌ વિરોધાભાસ સહી વિકાસ પામે છે
  હરિના મર્ગ પર કેવળ સૂરા પરમાર્થને ચાહે
  ઉભા રહી દ્વાર ની વચ્ચે દલાલો સ્વાર્થ સાધે છે
  સુંદર

 2. દિલિપભાઇ.. આપના ભાવ કાવ્ય પરથી જણાઇ આવે છે કે આપને સદગત શ્રી હરીભાઇ માટે કેટ્લુ ખેચાણ હશે…અને કેટ્લો લગાવ હશે… ભલે હુ જાણતો નથી કે પરિચીત નથી પરંતુ આપના દિલને ઠેસ પહોચી તેવુ વ્યક્તિત્વ આપના સમીપથી અળગુ થયુ… તે મને પણ કઠ્યું …પ્રભુ સદગત ના આત્માને ચિર શાંતી બક્ષે તેવી મારી પ્રભુને પ્રાર્થના……

 3. ખુબ જાણીતા વિચારજ્ઞ એવા હરિભાઈ આપણી વચ્ચે નથી એ તમારા ઈ-મેઈલથી જ જાણ્યું. એમના જેવા ભલે સદેહે ન હોય પણ એમના લખાણો અને પ્રવચનોમાંથી સૌને પ્રેરણા આપતા રહે છે. પ્રભુ એમના આત્માને પોતાના શ્રીચરણે સ્થાન આપે એવી પ્રાર્થના.

 4. માનવ તું છે મહાન સૃષ્ટિ તણા બાગમાં
  ઈશ્વર વસે છે તારી જીવન – સુવાસમાં

  ડરવાનું મારે હવે શું કામ છે
  મારું જીવન સુકાન તો હરિને હાથ છે
  Haribhai Kothari is with God.
  He is AMAR in his Work.
  Sympathy to the Family.
  Copy/Pasted above Lines tell a lot !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

 5. True Man of God and very few walked on the Razor’s Edge like him!
  As Kathopanishad proclaimed “Khshurasya Dhara Nishita Duratyaya…”
  “Hari No Maarag Chhe Shurano Nahi Kayar Nu Kaam Jone”
  What more I can say… can not find words.
  Aanko Sajal Bani Chhe Haribhai na Partiv Dehni Veedaay Samaye
  Haribhai ni Yaad Sadaay Hridaya ma Ankit Raheshe.

 6. I was blessed by his visit to my house in Sugar Land, TX He was a real devotee and struggled most of his life. An exemplary personality and a devotional poet, a good teacher with good fundamentals. May God bless him with devine peace and bless his family with strength to bear the loss.

 7. આદરણીય શ્રી દિલીપભાઈ,

  સળગત હરીભાઈ કોઠારી નામનો જ્યોતિપુંજ ખરી પડ્યો

  જેનું નામ જ હરિ હોય તે હરિ અને માનવના મેળાપની

  કડી હોય ત્યારે તેમના દેહાવસાન દ્વારા સંસાર ,અને માનવ

  જગતને ન પુરાય તેવી ખોટ સાલતી રહેશે હવે તેમના લખાણ

  પ્રવચનો માનવ જીવનને સતત સંદેશ આપતા રહેશે.

  પરમ કૃપ્લું પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે .. જય શ્રી કૃષ્ણ

 8. સ્વ. હરિભાઈ કોઠારીના આત્માને શાંતિ અને એમનાં કુટુંબીજનો, સગાંવહાલાં તથા મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.
  મારા સ્વ. પૂજ્ય પિતાજી યાદ આવે છે. એમનું નામ પણ હરિભાઈ હતું.
  –ગિરીશ પરીખ

 9. માનવ તું છે મહાન સૃષ્ટિ તણા બાગમાં
  ઈશ્વર વસે છે તારી જીવન – સુવાસમાં
  તું જો ધારે, છુપાઈ ઈશ શકતો નથી રે
  શોધી શોધીને ઠાકો તોય જડતો નથી રે
  ………………………
  વધે બુદ્ધિ છતાં ભાવ તું વધારજે, એટલું માંગુ પ્રભુ
  મારું જીવન મહાન તું બનાવજે, એટલું માંગુ પ્રભુ
  …………………………..
  સદગત હરિભાઈ કોઠારીને
  અંતરના ઊંડા ભાવ સહિત
  ભાવાંજલિ.
  એમના જેવા ભલે સદેહે ન હોય પણ એમના લખાણો અને પ્રવચનોમાંથી સૌને પ્રેરણા આપતા રહે શે.

  Ramesh Patel(Aakashdeep)

 10. દિલિપભાઇ, બહુ ઉમદા કામ. ભાવવિભોર થઇ જવાય એવી અંજલિ તમે આપી. આવા સંતપુરુષ માટે પૂરો સમાજ એની ખોટ અનુભવશે.
  લતા જ. હિરાણી

 11. દિલીપભાઈ..અખબારોમાં બ્રેકીંગ ન્યુઝ પર તો સહુનું ધ્યાન જાય છે…મૃત્યુના સમાચાર વાંચવાનું કોઈને ગમતું નથી..કાલના અખબાર ના આ પાનાંમાં ક્યાંક મારો પણૅ હોઈ શકે છે? મૃત્યુને વ્હાલું કરનાર એ નરબંકાઓને શત શત પ્રણામ…ભાવાંજલિ અર્પણ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s