મિત્રો, આપ સમક્ષ રજુ કરું એક તાજી રચના..આપ સહુને મકર સન્ક્રાંત ની શુભેચ્છાઓ.
ઉંચે ચડે પતંગ તારો ગર્વથી ફુલાય
પણ ધ્યાન રાખો પાંખ પંખીની નહીં કપાય
છે બાળ ને પરિવાર ને તેમાંય પ્રાણ છે
આકાશ છીનવી પ્રીતનું ગૌરવ નહીં લૂંટાય
સમ્યક ક્રાન્તિ ઈતિ સંન્ક્રાંતિ અન્યથા ભ્રાન્તિ ભ્રાન્તિ
જીવનમાં સમ્યક ક્રાન્તિની ઘટના ઘટે તો મકર સંક્રાત સફળ થાય. માનવ ઉચે ચડે છે..તેને ગમે છે તો ફરી પાછો નીચે પડે છે..કદી તે જેનો સહારો લઈ ચડૅ ઉંચો તેનો જ કૃતઘ્ની બની ઉપકાર ભૂલી હેઠો પાડે છે.તેનો પતંગ ઉંચો ચડે તો છકી જાય બહુ ફૂલાય છે અને કપાઈ જાય તો હતાશા ઘેરી વળે છે. પેચ લડાવે લૂટે દોડે હરિફાઈ જાણે જીવન બની ગયું છે..ઉતરાયણની સાચી સમજ લૂપ્ત થતી લાગે છે..માનવી ઉત્સવપ્રિય કરતાંય ઘોંઘાટ પ્રિય બનતો જાય તેવું લાગે છે.કદી તે વાસનાને પ્રમ માની પાપ તરીરકે છૂપાવવા આકાશપાતાળ એક કરે છે પણ જેવું સત્ય બહાર આવે કે તે ક્રોધને વશ થાય અને ચારિત્રપતન, હેઠૉ પડે છે. જીવનના પાયામાં સમ્યક સમજ હોય તો પ્રત્યેક ઘટના ઉતર તરફ અર્થાત વિકાસ તરફ લઈ જનારી બની રહે અને જિવનના પાયામાં જો અનીતિ બેઈમાની અસત્ય કૂકર્મો દંભ હોય તો પ્રત્યેક સારી લાગતી ઘટના પણ દૂર્ઘટનામાં પરીણમતા વાર નથી લાગતી.. માનવ બે અતિ પર પહોંચી જાય છે તે મર્યાદા સંયમ ચૂકી જાય છે..સારી ટેવને પણ તે લત બનાવી કૂટેવ કરી અન્યને પણ ચેપ લગાડે છે.. સમયક વ્રુત્તિ હોય તો સંન્ક્રાન્તિ નહિ તો ભ્રાન્તિ….ભ્રાન્તિ… ભ્રાન્તિ
કાળ મકરસંક્રાન્તિ છે
અંતરનભમાં ભ્રાન્તિ છે
પૂર્વ પ્રીત ઉત્તરાયણ છે
શોધમાં તારી નયન છે
એ કાપી ને,લે લૂંટી છે,
જીવનદોરી ખૂટી છે
સ્વપન તારી પાસ ક્યા છે
કલ્પના આકાશ ક્યાં છે
વેર ઝેરને ભેદ ભાવની
ગંગ વહી ગઈ પ્રેમ પાવની
પલ પલ જાણે શીક્ષા છે
દિલ કરતું પરીક્ષા છે
જીવનમાં ક્યા રંગ રહે છે
પ્રીતમાં પણ જંગ રહે છે
-દિલીપ ગજજર.
આ સ્નોફોલ અને ઠંડી હવે બહુ અઘરી પડતી લાગે છે,
એવુ તે હતુ શુ એ તડકામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ
ઉત્તરાયણ મુબારક
Thanks Pragnanjuji..aapno aabhari chhu..
શ્રી દિલીપભાઈ
માનવતાથી મહેકતા ઉરમાંથી વહી એક ભાવભરી ગઝલ. આપના ચીંતન ભર્યા મનનીય લેખ
જીવન દર્શનની ઝાંખી કરતા પ્રેરણાદાયી છે. મકરસંક્રાંતિની શુભેચ્છા સાથે અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Thanks Rameshbhai,aapno aabhari chhu..aapthi prerana pamu chhu..
સરસ , બહુજ સરસ, દિલીપભાઈ
, લાગણીઓની કથાઓ વોચવાના માહિતગાર એવા આપ શ્રી ને વંદન
અને નવા વર્ષ ની શુભેચ્છા
. જીવનના પાયામાં સમ્યક સમજ હોય તો પ્રત્યેક ઘટના ઉતર તરફ અર્થાત વિકાસ તરફ લઈ જનારી બની રહે અને જિવનના પાયામાં જો અનીતિ બેઈમાની અસત્ય કૂકર્મો દંભ હોય તો પ્રત્યેક સારી લાગતી ઘટના પણ દૂર્ઘટનામાં પરીણમતા વાર નથી લાગતી.. માનવ બે અતિ પર પહોંચી જાય છે તે મર્યાદા સંયમ ચૂકી જાય છે..સારી ટેવને પણ તે લત બનાવી કૂટેવ કરી અન્યને પણ ચેપ લગાડે છે…
Dilipbhai,
Nice Gazal !
Nice Message !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hoping to see you on Chandrapukar !
Shree Chandravadanbhai Thanks for Pratibhav..
saras gazal!
sapana
ઉંચે ચડે પતંગ તારો ગર્વથી ફુલાય
પણ ધ્યાન રાખો પાંખ પંખીની નહીં કપાય
છે બાળ ને પરિવાર ને તેમાંય પ્રાણ છે
આકાશ છીનવી પ્રીતનું ગૌરવ નહીં લૂંટાય…Well said.
good one Dilipbhai… carry on.. all the best..
how R U ?
regards.
lata J hirani
Lataben, Thanks for visit and comment..I am fine..
સુંદર રચના..અંતરનીઉર્મિઓને વાચા આપતી.