એકલા રાણી નહીં મનમાં ઘણાનું રાજ છે !

એકલા રાણી નહિ મનમાં ઘણાંનું રાજ છે !
રોટલાનું, ઓટલાનું, ચોટલાનું રાજ છે !
માઉસ પર અસવાર થઈ જા, કોમ્યુટરના સ્ક્રીન પર
વિશ્વદર્શનરુપ કર, ઈન્ટરનેટનું રાજ છે !

મિત્રો,ગણતંત્ર દિનના અભિનંદન !
મુક્તક-
વતન સંગ્રામની ભૂલાય ના તેવી કહાણી છે
બલિદાનો દીધાં છે તેમને સો સો સલામી છે
અમે જે મુક્ત શ્વાસો ખેંચીએ શાને ખુમારીથી
તજ્યા નીજ શ્વાસ અંતિમ તે અમર નામી અનામી છે
*******

 

ગઝલ
દેશમાં ગણતંત્રનું બસ રાજ છે
રાજ તો સાચું જગે સ્વરાજ છે
પ્રેમથી જીતી શકે જે વિશ્વને
એમનું સૌના હૃદયમાં રાજ છે
મેં મેં બકરાનું કદી કરતો નથી
ગર્જના પોતીકી તે વનરાજ છે
જેમનું સ્વામિત્વ સપના પર થયું
મુક્તિની મીઠી ક્ષણોનું રાજ છે
એક દિ તારો ચમકશે ભાગ્યનો
છો શિરે કાગળનો આજે તાજ છે
પગમહી કાંટો નયન ભીંજાય ત્યાં
એકતાની વૃત્તિનો આવાજ છે
રાષ્ટ્રની માટી ધરી મસ્તક ઉપર
જન્મભૂમિ સ્વર્ગ ને સરતાજ છે
એક તેનો હાથ શિર પર હોય તો
ક્યાં દિલીપ તું કોઈનો મોહતાજ છે
-દિલીપ ગજજર

23 thoughts on “એકલા રાણી નહીં મનમાં ઘણાનું રાજ છે !

  • શ્રી કમલભાઈ તથા જ્તોત્સ્નાબેન સીબી પટેલ આપનો પ્રતિભાવ બદલ આભાર.આપ તો ગુજરાત સમાચાર થી અનેક લોકો સુધી ભાષા ને સંસકૃતિ લઇ જાવ છો..ખૂબ કઠણ કાર્ય ..ઈલેક્ટ્રોનિક યુગમાં ..અભિનંદનને પાત્ર કાર્ય છે ..દિલીપ

 1. રાષ્ટ્રની માટી ધરી મસ્તક ઉપર
  જન્મભૂમિ સ્વર્ગ ને સરતાજ છે
  એક તેનો હાથ શિર પર હોય તો
  ક્યાં દિલીપ તું કોઈનો મોહતાજ છે
  -દિલીપ ગજજર
  માતૃભૂમિનું ઋણ ઊતારવા સદા વીરલા નત મસ્તકે ઊભા રહે છે..એ ગૌરવની ક્ષણોને
  આપે હ્ર્દયના ભાવોથી મઢી છે.સરસ મુક્તક અને જોમવંતી રચના.શ્રી દિલીપભાઈ..ખૂબ જ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. આદરણીય શ્રી દિલીપભાઈ,

  રાષ્ટ્રની માટી ધરી મસ્તક ઉપર
  જન્મભૂમિ સ્વર્ગ ને સરતાજ છે
  એક તેનો હાથ શિર પર હોય તો
  ક્યાં દિલીપ તું કોઈનો મોહતાજ છે

  મુક્તક ખુબ જ ગમ્યું.. વાહ…વાહ રે દિલીપભાઈ સાહેબ વાહ.
  આપ તો કોઈનાય મોહતાજ થયા વિના રાષ્ટ્રપ્રેમ ને એક અનેરી ઉચાઈએ કાવ્યંકિત કર્યો છે.
  સલામ છે આપની કલમ ને અને સલામ છે આપની દેશભક્તિ ભાવના ને કે જે સદાયે આવી
  એક આદર્શ પ્રેરણા દેતી રચનાઓ સર્જી વાચકને ભાવાંકિત કરી દે છે.
  રચના માટે માન. સન્માન અને આદર છે. જય હિન્દ…. ભારત માતા કી જય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s