कामातुराणाम भयं न लज्जा
(વાસના શિકારીને ભય કે શરમ નડતી નથી)
योगः चित्तव्रुत्ति निरोधः
મનની વ્રુત્તીઓને સંયમિત કરવી તે યોગ છે
*****
સોળ વર્ષના સ્વપ્ન લઇ સાઈઠે સરતી હોય છે
ઘરડી ઘોડી લાલ લગામ થઇનેય ફરતી હોય છે
કોઈના ખેતરમાં તે નિરલજ્જ ચરતી હોય છે
દોસતોને તે લડાવી શત્રુ કરતી હોય છે
ભેંસની સામે પ્રમાણીક થઈ કરો જો ભાગવત
ખોપડીમાં વાત તેની ક્યા ઉતરતી હોય છે
ચેટ જાળે રાહ જોતાંને કરે લોલૂપ ને,
ખાઈમાં પાડી સ્વયં પોતેય મરતી હોય છે
છાશવારે સાથી બદલે શી વફા કે દોસતી
યોગ્ય કે અયોગ્ય ભ્ર્ષ્ટા ના નિરખતી હોય છે
કામ આતૂરને કશી લજા શરમ ક્યાથી નડે ?
કોઈપણ નીતિ નિયમથી ક્યાં તે ડરતી હોય છે
ચિત્ત વ્રુત્તિની જ નારી આગ થઈ ભડકી ઉઠે
ધ્યાનની વર્ષા વડે જ્વાલાઓ ઠરતી હોય છે
-દિલીપ ગજજર